Ahmedabad: પિતાના મિત્રએ સંબંધ લજવ્યો, મિત્રની દીકરી સાથે કર્યાં અડપલાં

|

Aug 07, 2022 | 10:50 PM

યુવતીને થોડા સમય પહેલા ગાંધીનગર (Gandhinagar) ખાતે ગુજરાત ફોરેન્સીક સાયન્સ યુનિવર્સિટીમાં અભ્યાસ માટેના કાઉન્સેલિંગના કામ માટે આવી હતી. યુવતીનાં પિતા જયપુરમાં CISF માં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે જ્યાં તેઓની સાથે આરોપી શ્યામશંકર સિંગ નોકરી કરતો હતો.

Ahmedabad: પિતાના મિત્રએ સંબંધ લજવ્યો, મિત્રની દીકરી સાથે કર્યાં અડપલાં

Follow us on

અમદાવાદના (Ahmedabad) મેઘાણીનગરમાં 20 વર્ષીય યુવતી સાથે પિતા સમાન વ્યક્તિએ છેડતી કરી હતી. આરોપી શ્યામશંકરસિંગ CISF  (Central industrial security force)માં નોકરી કરે છે, તેણે તેના ઘરે રોકાયેલી મિત્રની દીકરી સાથે રાત્રિના સમયે અડપલાં કરતા યુવતીએ તેની માતાને જાણ કરી હતી અને માતા તથા દીકરીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

ઘરે રાત્રિ રોકાણ કરવાનું કહીને કર્યાં અડપલાં

અમદાવાદમાં મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં ઘટના નોંધાઈ હતી કે આરોપી શ્યામસંકર સિંગના ઘરે મિત્રની દીકરી આવી હતી. પોલીસ ચોપડે નોંધાયેલી માહિતી પ્રમાણે રાજસ્થાનના જયપુરમાં રહેતી યુવતીને થોડા સમય પહેલા ગાંધીનગર (Gandhinagar) ખાતે ગુજરાત ફોરેન્સીક સાયન્સ યુનિવર્સિટીમાં અભ્યાસ માટેના કાઉન્સેલિંગના કામ માટે આવી હતી. યુવતીના પિતા જયપુરમાં CISFમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે જ્યાં તેઓની સાથે આરોપી શ્યામશંકર સિંગ નોકરી કરતો હતો.

જેનું બે મહિના પહેલા અમદાવાદ એરપોર્ટ ખાતે પોસ્ટીંગ થતા તે અમદાવાદ રહેતો હતો. આથી યુવતી જ્યારે અમદાવાદમાં આવી ત્યારે શ્યામશંકર સિંહે મિત્રતાના નાતે મિત્રની દીકરી તથા તેની સાથે આવેલી માતાને પોતાના ઘરે રહેવા માટે કહ્યું હતું. આથી યુવતી તથા તેની માતા સાથે હોટલમાં ન રોકાતા પિતાના મિત્રને ત્યાં રોકાયા હતા. તે સમયે રાત્રે યુવતી સૂતી હતી ત્યારે તેને લાગ્યું કે તેના શરીર પર કોઈ હાથ ફેરવી રહ્યું છે. આ પ્રકારના સ્પર્શથી યુવતી જાગી ગઈ હતી અને તેણે જોયું કે પિતાના મિત્ર શ્યામશંકર તેના શરીરે અડપલાં કરી રહ્યાં હતા.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

મેઘાણીનગર પોલીસે ઝડપ્યો આરોપી

આ ઘટનાથી યુવતી ચોંકી ગઈ હતી અને તેની માતા પણ જાગી ગઈ હતી. આ ઘટના બાદ શ્યામશંકર ત્યાંથી ભાગી ગયો હતો. આ ઘટના બાદ યુવતી અને માતા સાથે ફરિયાદી તરત જ ત્યાંથી નીકળી કાલુપુર રેલવે સ્ટેશન પહોંચી હતી, જ્યાંથી યુવતીએ પિતાને આ ઘટના અંગે જાણ કરતા પિતાએ cisf યુનિટને જાણ કરી કાયદેસરની કાર્યવાહી કરવાનું કહેતા યુવતીએ cisf યુનિટને જાણ કરી હતી, જે બાદ મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ પૂછપરછ શરૂ કરી છે.

અમદાવાદ પૂર્વમાંચાર યુવકોએ રાહદારીને લૂંટ્યો, ઝપાઝપીમાં રાહદારીનું મૃત્યુ

તો બીજી તરફ અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ગુનેગારો ફરી વાર બેફામ બન્યા છે. શહેરના કુબેરનગર(Kubernagar)  વિસ્તારમાં મોજશોખ અને પાર્ટી કરવા માટે પૈસાની જરૂર હોવાથી 4 યુવકોએ એક રાહદારીને રોકી મોબાઈલ અને રોકડની લૂંટ કરી હતી. જો કે ઝપાઝપી દરમિયાન યુવકનું મોત(Death)  થતા પોલીસે ગુનામાં સામેલ 3 આરોપીઓની ધરપકડ કરી છે. જ્યારે અન્ય ફરાર આરોપીની શોધખોળ હાથ ધરી છે. 3 ઓગસ્ટના દિવસે રામકુમાર નામનો વ્યક્તિ છારાનગર તરફથી તીર્થરાજ સોસાયટી નજીક પસાર થઈ રહ્યો હતા. આ દરમિયાન આરોપીઓએ મૃતકને જોઈને તેને લૂંટવાનો પ્લાન બનાવ્યો હતો.. આરોપીઓએ મૃતક રામકુમારને પકડી લીધો અને તેનું પાકીટ અને મોબાઈલ ફોન ઝૂંટવી લીધો હતો. આ દરમિયાન રામકુમારે ગળામાં સોનાનું પેન્ડલ પહેર્યું હોવાથી તે લૂંટવા જતા મૃતકે આરોપીઓને ધક્કો મારીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો.

Published On - 10:43 pm, Sun, 7 August 22

Next Article