ભાજપનો નવો અભિગમ, ગુજરાતની આ તાલુકા પંચાયતનું આખે આખું નેતૃત્વ મહિલાઓના હાથમાં, જુઓ Video

અમદાવાદના દસક્રોઈ તાલુકા પંચાયતમાં ભાજપે મહિલા સશક્તિકરણનો ઐતિહાસિક નિર્ણય લીધો છે. વડાપ્રધાન મોદીની વિચારધારા મુજબ, તમામ મુખ્ય હોદ્દા મહિલાઓને સોંપવામાં આવ્યા છે.

ભાજપનો નવો અભિગમ, ગુજરાતની આ તાલુકા પંચાયતનું આખે આખું નેતૃત્વ મહિલાઓના હાથમાં, જુઓ Video
| Updated on: May 25, 2026 | 7:35 PM

અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકા પંચાયતમાં ભાજપ દ્વારા મહિલા સશક્તિકરણને કેન્દ્રમાં રાખીને મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. દસક્રોઈ તાલુકા પંચાયતના તમામ મુખ્ય હોદ્દા મહિલાઓને સોંપીને ભાજપે એક નવો રાજકીય અભિગમ રજૂ કર્યો છે. આ નિર્ણયને સ્થાનિક રાજકારણમાં મહિલાઓને વધુ નેતૃત્વ આપવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.

આ અંગે દસક્રોઈના ધારાસભ્ય બાબુભાઇ પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન Narendra Modiનો હંમેશાથી વિચાર રહ્યો છે કે દેશના વિકાસમાં મહિલાઓને સમાન સ્થાન મળવું જોઈએ અને મહિલાઓને નેતૃત્વમાં આગળ લાવવું જોઈએ. એ જ વિચારધારાને આધારે દસક્રોઈ તાલુકામાં મહિલાઓને તમામ જવાબદારીઓ સોંપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

દસક્રોઈ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે સુનિતાબેન પટેલની નિમણૂક કરવામાં આવી છે. ઉપપ્રમુખ તરીકે મીનાબેન મારવાડી, કારોબારી ચેરમેન તરીકે સુમનબેન વાઘેલા, પક્ષના નેતા તરીકે પીનલબેન પટેલ અને દંડક તરીકે નિશાબેન રબારીને જવાબદારી સોંપવામાં આવી છે. તમામ હોદ્દા મહિલાઓને ફાળવાતા આ નિર્ણયને મહિલા નેતૃત્વના મજબૂત ઉદાહરણ તરીકે જોવામાં આવી રહ્યો છે.

 

દસક્રોઈના ધારાસભ્ય બાબુભાઇ પટેલે વધુમાં જણાવ્યું કે આ નિમણૂકો દરમિયાન દરેક સમાજને યોગ્ય પ્રતિનિધિત્વ મળે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. વસ્તી ઓછી હોય કે વધારે, દરેક સમાજને ન્યાય મળે અને કોઈ સમાજમાં અવગણનાની લાગણી ન થાય તે રીતે નિર્ણય લેવામાં આવ્યો છે.

દસક્રોઈ તાલુકા પંચાયતનો આ અભિગમ હવે અન્ય પંચાયતો માટે પણ પ્રેરણારૂપ બની શકે તેવી ચર્ચા રાજકીય વર્તુળોમાં ચાલી રહી છે.

અમદાવાદની મેડિકલ કોલેજ હોસ્ટેલમાં દારૂ પાર્ટી ! વિદ્યાર્થીઓના શોષણના આરોપો, જુઓ Video

Follow Us