Ahmedabad : સાયલેન્સરની ચોરી કરતી ગેંગને ક્રાઇમ બ્રાંચે ઝડપી, કુલ 15 લાખથી વધુનો મુદ્દામાલ ઝડપાયો

|

Nov 25, 2022 | 7:18 PM

અમદાવાદમાં છેલ્લા 10 જ મહિનામાં 250 જેટલા ઇકો ગાડીના સાયલેન્સરની ચોરી કરતી ગેંગની ક્રાઇમ બ્રાંચે ઝડપી છે..જેમાં આશરે અઢી કરોડો રૂપિયાના સાયલેન્સર ની ચોરી કરી હતી..એમાંથી 65 જેટલી ગાડીમાંથી સાયલેન્સર ચોરીના ગુનાનો ભેદ ઉકેલ્યો છે.આરોપી પાસેથી ગાડીમાંથી સાયલેન્સર ચોરી કરવાના સાધનો અને ચોરીના મુદ્દામાલ સાથે ત્રણ લોકોની ધરપકડ કરી છે

Ahmedabad : સાયલેન્સરની ચોરી કરતી ગેંગને ક્રાઇમ બ્રાંચે ઝડપી, કુલ 15 લાખથી વધુનો મુદ્દામાલ ઝડપાયો
Ahmedabad Crime Branch

Follow us on

અમદાવાદમાં છેલ્લા 10 જ મહિનામાં 250 જેટલા ઇકો ગાડીના સાયલેન્સરની ચોરી કરતી ગેંગની ક્રાઇમ બ્રાંચે ઝડપી છે..જેમાં આશરે અઢી કરોડો રૂપિયાના સાયલેન્સર ની ચોરી કરી હતી..એમાંથી 65 જેટલી ગાડીમાંથી સાયલેન્સર ચોરીના ગુનાનો ભેદ ઉકેલ્યો છે.આરોપી પાસેથી ગાડીમાંથી સાયલેન્સર ચોરી કરવાના સાધનો અને ચોરીના મુદ્દામાલ સાથે ત્રણ લોકોની ધરપકડ કરી છે. અમદાવાદ શહેરમાં અસંખ્ય ગાડીઓની સાયલેન્સર ચોરી કરી તરખાટ મચાવ્યો છે.જેમાં અમદાવાદ શહેર સહિત અલગ અલગ જીલ્લાઓમાં રાત્રીના સમયે રોડ પર પાર્ક કરેલ ઇકો ગાડીના સાયલેન્સરની ચોરી કરતા હતા.ક્રાઇમ બ્રાંચની ટીમની બાતમી મળી હતી કે જેના આધારે આસિફ ઉર્ફે રૂપાલ વોરા,ઉવેશમિયા ઉર્ફે ટકો અનવરમિયા મલેક અને સરફરાજ ઉર્ફે સફો બસીર મલેકની ઘરપકડ કરી. તેમની પાસેથી 15 સાયલેન્સર,લોંખડના સળિયા,કોસ,હથોડી,પકકડ,કટર મળીને કુલ 15.53 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

બોરસદમાંથી 25 સાયલેન્સર મળી 275 થી વધુ સાયલેન્સરની ચોરી કરી

આ ત્રણેય આરોપી પુછપરછમાં અન્ય ફરાર બે આરોપી સહિત 5 લોકોની ગેંગ ફેબ્રુઆરી 2022થી આજદિન સુઘીમાં એટલે કે છેલ્લા 10 મહિનામાં અમદાવાદમાં 250 સાયલેન્સર તેમજ આણંદ અને બોરસદમાંથી 25 સાયલેન્સર મળી 275 થી વધુ સાયલેન્સરની ચોરી કરી હતી..જેમાં આરોપીઓ 65 જેટલી ગાડીના સાયલેન્સર ચોરીની કબૂલાત કરી છે.

પકડાયેલ આરોપીની પુછપરછ કરતા સામે આવ્યુ કે રાતના સમયે આ ટોળકી સાયલેન્સર ચોરી કરવા નીકળે એટલે ઇકો ગાડીમાંથી સાયલેન્સર કાઢીને તેની જગ્યાએ પથ્થર વગરનુ સાયલેન્સર ફીટ કરી દેતા હતા. ઇકો ગાડીના સાયલેન્સરમાંથી નીકળતો ત્રણ ધાતુ વાળો મિશ્રિત પથ્થર આ ટોળકી દિલ્હી અને ઉત્તરપ્રદેળમાં વેચી દેતા હતા.જેમાં ત્રણ ધાતુ વાળા પથ્થરમાં પેલેડિયમ,પ્લેટીનમ અને રોડીયમ ધાતુનો પથ્થર જેવો પ્રદાર્થ હોય છે જેની કિંમત 12 થી 15 હજાર રૂપિયા આવે છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

આ આરોપીની પૂછપરછમાં છેલ્લા 10 મહિનામાં આ ટોળકીએ અમદાવાદમાં 143 જગ્યાએ થી જ 250 સાયલેન્સરની ચોરી કરી હતી.જેમાંથી અમદાવાદમાં 55 અને આંણદ- બોરસદમાં 10 મળીને કુલ 65 ગુના નોંધાયેલ છે..જ્યારે બાકી કિસ્સાઓમાં કાર માલિકે ફરિયાદ કરી ન હોવાનું સામે આવ્યું છે..

જેમાં પ્રદુષણ ઓછું થાય તે માટે કાર બનાવતી કંપની ઇકો ગાડીના સાયલેન્સર માં ત્રણ ધાતુ વાળો પથ્થર ફિટ કરે છે પરતું ચોર ટોળકીઓ સાયલેન્સર માંથી આ પથ્થરની ચોરી કરે છે.ત્યારે પકડાયેલ આરોપી પૂછપરછ કહેવું છે કે સાયલેન્સર ચોરી કરવામાં અન્ય 2 આરોપી સામેલ હતા.જેમાં આરોપી સાયલેન્સરમાં રહેલ પથ્થર કાઢીને આ લોકો ઉત્તરપ્રદેશ ના આઝમગઢના રહેવાસી નવાબ અને ફૈઝાન મારફતે યુપી અને દિલ્હી મોકલતા હતા.ક્રાઇમ બ્રાંચે બન્ને ફરાર આરોપીની શોધખોળ કરી વધુ તપાસ શરૂ કરી છે.

Next Article