Ahmedabad: બાળ તસ્કરી કરતાં દંપતીની ક્રાઈમ બ્રાન્ચે કરી ધરપકડ, દંપતી પાસેથી મળી આવેલા નવજાતના માતા પિતાની શોધ શરૂ

|

Jan 09, 2023 | 9:57 PM

આ દંપતિ છેલ્લા કેટલાક વર્ષથી બાળ તસ્કરી જેવા ગંભીર ગુના સાથે સંકળાયેલ હોવાથી આ સિવાય પણ અન્ય કોણ બાળકોની તસ્કરી કરીને ક્યાંય કોઈને વેચ્યા છે કે કેમ તે અંગે પણ પોલીસે તપાસ શરૂ કરી છે. આરોપી બિપીન ઉર્ફે બંટી અગાઉ ડિસેમ્બર 2020માં મહારાષ્ટ્ર, મલાડ, માલવની પોલીસ સ્ટેશનમાં બાળ તસ્કરીના ગુનામાં પકડાયેલ હતાં.

Ahmedabad: બાળ તસ્કરી કરતાં દંપતીની ક્રાઈમ બ્રાન્ચે કરી ધરપકડ, દંપતી પાસેથી મળી આવેલા નવજાતના માતા પિતાની શોધ શરૂ
Crime Branch arrests couple for child trafficking

Follow us on

અમદાવાદમાંથી માનવ તસ્કરી કરતા દંપતીની ધરપકડ કરવામાં આવી છે. ક્રાઈમ બ્રાન્ચે મુંબઈથી આરોપીઓની ધરપકડ કરી છે. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા મોનિકા અને બિપિનની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આરોપીઓ 1 માસનું બાળક ઈડરથી લઈને હૈદરાબાદ વેચવાના હતા. હૈદરાબાદની ઉમા નામની એજન્ટને બાળક પહોંચાડવાનું હતું. 2.10 લાખમાં બાળક વેચાય તે પહેલા એજન્ટો ઝડપાયા છે. જ્યારે ઈડરથી બાળક આપનાર રેસ્મા રાઠોડ નામનો યુવક હજુ ફરાર છે. કાલુપુરમાં ચોરાયેલા બાળકની તપાસમાં વધુ એક માનવ તસ્કરીનો ખુલાસો થયો છે. આ મામલે એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે ફરિયાદ નોંધાવી છે. આ મામલે ઈન્ટ્રોગેટીવ યુનિટ ચાઈલ્ડ એન્ડ વિમેન દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

છેલ્લા બે વર્ષથી સક્રિય હતું દંપતી

મૂળ થાણેના બિપીન ઉર્ફે બંટી શિરસાહ અને મોનિકા શિરસાહની બાળ તસ્કરીના ગુનામાં એસ. પી. રીંગ રોડ રણાસણ રેલ્વે ક્રોસિંગ પાસેથી ધરપકડ કરવામાં આવી છે. દંપતી આરોપી પાસેથી પોલીસને પંદર દિવસનું બાળક પણ મળી આવ્યું છે. જે નવજાત બાળકના માતા પિતા કોણ છે તે અંગે જ્યારે પોલીસે તપાસ કરી ત્યારે ચોંકાવનારા ખુલાસા થયા હતાં, જેમાં પકડાયેલ દંપતી કાલુપુર રેલવે સ્ટેશન પાસે બાળક તસ્કરીમાં એજન્ટ તરીકે વોન્ટેડ હતા.

છોકરી માટે ચોકલેટ અને છોકરા માટે લોલીપોપ જેવા કોડવર્ડનો ઉપયોગ

પકડાયેલ દંપતિ આ બાળક હિંમતનગર પાસેથી રેશ્માભાઈ રાઠોડ નામની વ્યક્તિ મારફતે રૂપિયા 2 લાખ 10 હજારમાં લાવ્યા હતા. જે નવજાત બાળક હૈદરાબાદ ખાતે ઉમા બોમ્માડા નામની એજન્ટને વેચવા માટે જઈ રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. જો કે આ નવજાત બાળક હકીકતમાં કોનું છે, રેશ્માભાઈ પાસે આ બાળક કેવી રીતે પહોચ્યું તે અંગે તપાસ શરૂ કરીને મૂળ માતા પિતા સુધી પહોંચવા માટે પોલીસે તજવીજ શરૂ કરી છે. પોલીસ તપાસમાં આ સિવાય પણ અન્ય ચોંકાવનારા ખુલાસા થયા છે. બાળ તસ્કરીનું નેટવર્ક આંધ્રપ્રદેશ અને મહારાષ્ટ્રમાં મોટા પ્રમાણમાં ચાલી રહ્યું હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે એજન્ટો છોકરી માટે ચોકલેટ અને છોકરા માટે લોલીપોપ જેવા કોડવર્ડનો પણ ઉપયોગ કરતાં હતા.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

આ દંપતિ છેલ્લા કેટલાક વર્ષથી બાળ તસ્કરી જેવા ગંભીર ગુના સાથે સંકળાયેલ હોવાથી આ સિવાય પણ અન્ય કોણ બાળકોની તસ્કરી કરીને ક્યાંય કોઈને વેચ્યા છે કે કેમ તે અંગે પણ પોલીસે તપાસ શરૂ કરી છે. આરોપી બિપીન ઉર્ફે બંટી અગાઉ ડિસેમ્બર 2020માં મહારાષ્ટ્ર, મલાડ, માલવની પોલીસ સ્ટેશનમાં બાળ તસ્કરીના ગુનામાં પકડાયેલ હતા.

Next Article