Ahmedabad : વિરાટનગરના કોર્પોરેટરના પુત્ર સામે નોંધાઇ કથિત ઉઘરાણીની પોલીસ ફરિયાદ

|

Jul 22, 2022 | 10:33 PM

અમદાવાદનાં નિકોલ વિસ્તારમાં એક વેપારીએ વિરાટનગર ભાજપના કોર્પોરેટર રાજુભાઈ દવેનાં પુત્ર અંકિત દવે અને ગિરિરાજસિંહ નામનાં વ્યક્તિ ઉપર ફરિયાદ નોંધાવી છે.

Ahmedabad : વિરાટનગરના કોર્પોરેટરના પુત્ર સામે નોંધાઇ કથિત ઉઘરાણીની પોલીસ ફરિયાદ
Ahmedabad City
Image Credit source: File Image

Follow us on

અમદાવાદના  (Ahmedabad) નિકોલ વિસ્તારમાં વ્યાજની (Interest) પઠાણી ઉઘરાણીનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં વિરાટનગર વિસ્તારના ભાજપના કોર્પોરેટર રાજુ દવેના પુત્ર અંકિત દવે અને અન્ય એક વ્યક્તિ ઉપર વેપારીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમાં અમદાવાદનાં નિકોલ વિસ્તારમાં એક વેપારીએ વિરાટનગર ભાજપના કોર્પોરેટર રાજુભાઈ દવેનાં પુત્ર અંકિત દવે અને ગિરિરાજસિંહ નામનાં વ્યક્તિ ઉપર ફરિયાદ નોંધાવી છે. કઠવાડા જી.આઇ. ડી.સી માં કારખાનું ધરાવતા વિશાલ સુથાર નામના વ્યક્તિએ ચાર વર્ષ પહેલાં ધંધા માટે તેના મિત્ર ગિરિરાજસિંહ ઝાલા અને અંકિત દવે બંને ફાઇનાન્સનો ધંધો કરતા હતા એટલે ગિરિરાજસિંહ પાસેથી 10 ટકાના વ્યાજે 6 લાખ 50 હજાર રૂપિયા વ્યાજે લીધા હતા. જેની સિક્યુરિટી પેટે વિશાલભાઈ એ ત્રણ કોરા ચેક પણ આપ્યા હતા.

જોકે વેપારીએ 30 જૂન 2020 સુધી વ્યાજ સાથે 6.50 લાખ રૂપિયા પરત કરી દીધા હતા. આમ છતાં થોડા દિવસો પહેલા ગિરિરાજસિંહે વેપારીને મેસેજ કર્યો કે તેના અલગ અલગ મહિના નાં અલગ અલગ વ્યાજની 15 લાખથી વધુની રકમ બાકી છે તે આપવા જણાવ્યું હતું. વેપારીએ પૈસાની લેતી દેતી પૂરી પૂરી થઈ ચૂકી હોવાનું જણાવતા ગિરિરાજસિંહ વેપારીના ઘરે પહોંચી પૈસાની ઉઘરાણી કરી હતી. જે બાદ ગિરિરાજસિંહ વેપારીના ભાઈના ઘરે પહોંચી હતા અને જણાવ્યું હતું કે તમારા ભાઈએ અમારી પાસેથી પૈસા લીધા હતા જે પરત નથી કર્યા અને મારે મારા ભાગીદાર અંકિત દવેને પણ હિસાબ આપવાનો છે અને અંકિત દવેએ મને આપના ઘરે મોકલ્યો છે.

તમે મને અને અંકિતને ઓળખતા નથી ભાજપના તમામ નેતાઓ એમને ઓળખે છે અને તમે અમારા પર કેસ કરશો તો એક બે મહિનામાં નિકાલ કરી નાખશું તેવી ધમકી આપી હતી. આ ઉપરાંત ગિરિરાજસિંહ વેપારીના પત્નીને પણ ધમકી આપી જે વિશાલે જે ચેક આપ્યા છે તે રાજકોટ અને અમદાવાદ ની બેંકોમાં બાઉન્સ કરાવશે અને કોર્ટના ધક્કા ખવડાવશે. જે બાદ વેપારીએ તેના ચેકનું એક પેમેન્ટ સ્ટોપ કરાવ્યું હતું જ્યારે 9 લાખ ત્રીસ હજારનો એક ચેક બાઉન્સ કરાવ્યો હતો.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

હાલ તો નિકોલ પોલીસે વેપારીની ફરિયાદને આધારે અંકિત દવે અને ગિરિરાજસિંહ પર ફરિયાદ નોંધી બંનેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. હવે સવાલ એ પણ થાય છે કે ભાજપના કોર્પોરેટ નાં પુત્ર વ્યાજખોરી નાં ધંધા કરી લોકો પાસે પઠાણી ઉઘરાણી કરે તે પણ કેટલું યોગ્ય ગણાય.

 

 

Published On - 10:30 pm, Fri, 22 July 22

Next Article