AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: બાળકે શ્રીમદ ભગવદ્ ગીતાજીના તમામ 700 શ્લોક કંઠસ્થ કરીને 64 મિનિટમાં બોલવાનો ઐતિહાસિક રેકોર્ડ સર્જ્યો

સામાન્ય રીતે કોરોના કાળ દરમિયાન બાળકોને મોબાઈલી લત લાગી હતી પરંતુ દ્વિજને કંઈક અલગ જ લગન હતી, જેમાં માતા-પિતા અને પરિવારના અન્ય સભ્યોના સહયોગ દ્વારા નવ વર્ષના બાળકે શ્રીમદ ભગવદ્ ગીતાના પાઠ અને અધ્યન કરવાનું પસંદ કર્યું.

Ahmedabad: બાળકે શ્રીમદ ભગવદ્ ગીતાજીના તમામ 700 શ્લોક કંઠસ્થ કરીને 64 મિનિટમાં બોલવાનો ઐતિહાસિક રેકોર્ડ સર્જ્યો
અમદાવાદના દ્વિજ ગાંધીએ શ્રીમદ ભાગવત ગીતાજીના તમામ 700 શ્લોક કંઠસ્થ કરીને 64 મિનિટમાં બોલવાનો ઐતિહાસિક રેકોર્ડ સર્જ્યો
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 21, 2022 | 3:05 PM
Share

અમદાવાદ (Ahmedabad) ના નવ વર્ષના બાળકે પોતાની વિશેષ કળાથી દેશ-વિદેશમાં પોતાના પરિવારનું તથા સનાતન ધર્મનું નામ રોશન કર્યું છે. આ બાળકે સમગ્ર શ્રીમદ ભગવદ્ ગીતા (Shrimad Bhagwad Gita) ના 700 શ્લોક કંઠસ્થ કરીને 64 મિનિટમાં બોલવાનો ઐતિહાસિક રેકોર્ડ (historical record) સર્જ્યો છે. ગિનિસ બુક દ્વારા ભારતમાં ચલાવાતા વર્લ્ડ રેકોર્ડ્સ ઇન્ડિયા (world records India) માં આ બાળકને સ્થાન મળ્યું છે.

આ રેકોર્ડ પ્રાપ્ત કરનાર બાળક માત્ર નવ વર્ષનો છે અને આ બાળકે પોતાની અદ્ભુત સિદ્ધિથી પરિવારનું નામ દેશ-વિદેશમાં રોશન કર્યું છે. આ બાળકનું નામ દ્વિજ ગાંધી છે, જે અમદાવાદના થલતેજ વિસ્તારમાં રહે છે. સામાન્ય રીતે કોરોના કાળ દરમિયાન બાળકોને મોબાઈલી લત લાગી હતી પરંતુ દ્વિજને કંઈક અલગ જ લગન હતી, જેમાં માતા-પિતા અને પરિવારના અન્ય સભ્યોના સહયોગ દ્વારા નવ વર્ષના બાળકે શ્રીમદ ભગવદ્ ગીતાના પાઠ અને અધ્યન કરવાનું પસંદ કર્યું.

ગીતાજીનો સાર ખૂબ નાની ઉંમરમાં સમજીને તેને કંઈક નવું કરવાની ઈચ્છા જાગી અને અત્યાર સુધી કોઈએ ન કરી હોય તે કાર્ય કરવા માટે દ્વિજ અને તેના પરિવારે મહેનત શરૂ કરી. ગીતાજીનું મહત્વ અને તેના તમામ 700 શ્લોક કંઠસ્થ કરવામાં અને તેના પરિવારની ખૂબ જ સહાય મળી અને આખરે તમામ 700 શ્લોક માત્ર 64 મિનિટમાં કરવાનો વિશ્વ રેકોર્ડ તેના દ્વારા સર્જવામાં આવ્યો.

આ ઉંમરના બાળકો હજુ તો કંઈક સમજતા થતા હોય છે તે પહેલાં જ આ બાળક દ્વારા અભૂતપૂર્વ સિદ્ધિ હાંસલ કરવામાં આવી ત્યારે દ્વિજ તેના મિત્રોને પણ સાચા રસ્તા માટે પ્રેરણા આપતો હોય છે. આ સમગ્ર મામલે તેના માતા-પિતા સહિત સમગ્ર પરિવારમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો.

તો બીજી તરફ ભવિષ્યમાં વૈજ્ઞાનિક બનવા માંગતા દ્વિજ્ની માતાનો પણ ખૂબ મહત્વનું યોગદાન રહ્યું એક તરફ કોરોના કાળમાં ઓનલાઇન શિક્ષણના કારણે બાળકો અન્ય પ્રવૃત્તિઓમાં સમય ખરાબ કરતાં હોય છે ત્યારે દ્વિજની માતા ખ્યાતિ બહેને ચોક્કસ માર્ગદર્શન પુરુ પાડ્યું અને ભણવાની સાથે સાથે તમામ 700 શ્લોક કંઠસ્થ કરાવવામાં ખૂબ મહેનત કરાવી. આમ અમદાવાદનું ગૌરવ ગણાતા માત્ર નવ વર્ષના બાળકે દેશ-વિદેશમાં સનાતન ધર્મ અને પોતાના પરિવારનું નામ રોશન કર્યું છે.

આ પણ વાંચોઃ સુઝુકી ગુજરાતમાં ઇલેક્ટ્રિક વાહનો અને બેટરીના ઉત્પાદન માટે રૂ. 10,445 કરોડનું રોકાણ કરશે

આ પણ વાંચોઃ કોંગ્રેસનો આક્ષેપઃ ભાજપ સરકાર કોન્ટ્રાક્ટરો અને કાળા બજારિયાઓને રાજકીય આશ્રય આપી રહી છે

g clip-path="url(#clip0_868_265)">