Ahmedabad: વેજલપુરમાં મહિલાની હત્યા કેસમાં મુખ્ય સૂત્રધારની કરાઈ ધરપકડ, IB ઓફિસરે પત્નીની હત્યા માટે આપી હતી સોપારી

|

Jan 26, 2023 | 11:44 PM

Ahmedabad: વેજલપુર વિસ્તારમાં શ્રીનંદનગર સોસાયટીમાં મહિલાની હત્યા કેસમાં મુખ્યસૂત્રધારની ધરપકડ કરાઈ છે. આઈબી ઓફિસરે પત્નીની હત્યા માટે સોપારી આપી હતી. વેજલપુર પોલીસે આઈબી ઓફિસરની ધરપકડ કરી 14 દિવસના રિમાન્ડ મેળવ્યા છે.

Ahmedabad: વેજલપુરમાં મહિલાની હત્યા કેસમાં મુખ્ય સૂત્રધારની કરાઈ ધરપકડ, IB ઓફિસરે પત્નીની હત્યા માટે આપી હતી સોપારી
આરોપી આઈબી ઓફિસર

Follow us on

અમદાવાદમાં વેજલપુર વિસ્તારમાં આવેલ શ્રીનંદનગર સોસાયટીમાં મહિલાની હત્યા કેસમાં પોલીસે મુખ્ય સૂત્રધારની ધરપકડ કરી છે. IB ઓફિસરે પત્નીની હત્યા માટે સોપારી આપી હતી. પોલીસે આઈબી ઓફિસર રાધાકૃષ્ણ મધુકર દુધેલાની ધરપકડ કરી તેમના 14 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. ઘટના એવી છે કે 6 મહિના પહેલા અમદાવાદના વેજલપુર વિસ્તારમાં આવેલ શ્રીનંદનગર વિભાગ 2માં એફ બ્લોકના મકાનમાંથી મનીષા દુધેલા નામની મહિલાનો હત્યા કરેલો મૃતદેહ મળી આવ્યો હતો.

આ હત્યા કેસમાં અગાઉ પકડાયેલા આરોપી ખલીલદુદીન પૂછપરછમાં મહિલામાં પતિનું નામ ખુલ્યું હતું. છેલ્લા 6 માસથી ફરાર આરોપીની વેજલપુર પોલીસે ધરપકડ કરી. આરોપીએ ખલીલુદ્દીન સૈયદની પત્નીની હત્યા કરવા સોપારી આપી હતી.

આરોપી 24 વર્ષથી IBમાં બજાવે છે ફરજ

પકડાયેલ આરોપી રાધાકૃષ્ણ છેલ્લા 24 વર્ષથી આઈ બીમાં ફરજ બજાવે છે. જ્યારે દસેક વર્ષથી મધ્યપ્રદેશમાં ઈન્ટેલિજન્સ બ્યુરોમાં ફરજ બજાવે છે. આરોપીએ 2014માં મૃતક મનિષાબેન સાથે લગ્ન કર્યા હતા. પરંતુ પતિ પત્ની વચ્ચે મનમેળ નહીં થતા 2015માં મનિષાબેન કોર્ટમાં ભરણપોષણ નો કેસ કર્યો હતો. કોર્ટ રૂ 9 લાખ ભરણપોષણ પેટે આપવાનો આદેશ કર્યો હતો.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

IB ઓફિસરે પત્નીની હત્યાનું રચ્યુ ષડયંત્ર

જેથી આરોપીએ પોતાની પત્નીની હત્યાનું ષડયંત્ર રચ્યું હતું .આરોપીએ પોતાના મિત્રખીલીલુદીનને સોપારીને લઈને રૂ 15000 પણ આપ્યા હોવાનું ખુલ્યું છે. અગાઉ પણ આરોપીએ બે લગ્ન કર્યા હતા. છૂટાછેડા લીધા બાદ મનિષાબેન સાથે ત્રીજા લગ્ન કર્યા હતા. જેમાં મૃતક પત્નીને 40 હજાર રૂપિયા ભરત પોષણ ન આપવા પડે, જેને લઈ આઈબી ઓફિસર હત્યારો પતિ રાધાકૃષ્ણ હત્યા કરવાનો પ્લાન કર્યો હતો. ત્યારબાદ સોપારી આપી હત્યા કરાવી હતી.

આ પણ વાંચો: અમદાવાદના ભાનુભાઈ ચિતારાને મળ્યુ પદ્મશ્રી સન્માન, માતાની પછેડી નામની 700 વર્ષ જૂની કલા સાથે સંકળાયેલો છે ચિતારા પરિવાર

અગાઉ પોલીસે હત્યા કેસમાં 3 આરોપીની ધરપકડ કરી હતી. આ હત્યા કેસમાં આઈબી ઓફિસર રાધાકૃષ્ણ મધુકર દુધેલાને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે 14 દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે. આરોપીએ હત્યા ષડયંત્ર બાદ ક્યાં ફરાર થઈ ગયો અને અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે નહીં તે મુદ્દે વધુ પૂછપરછ શરૂ કરી છે.

Next Article