AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: ઓનલાઈન જોબ આપવાના બહાને ઈન્ટરવ્યૂ માટે બોલાવી યુવકને મારમારી લૂંટી લીધો, પોલીસે લૂંટારૂ ટોળકીની કરી ધરપકડ

Ahmedabad: શહેરના નારણપુરા વિસ્તારમાં એક યુવકને ઓનલાઈન જોબ અપાવવાના બહાને ઈન્ટરવ્યૂ માટે બોલાવી કેટલાક ઈસમોએ માર મારી લૂંટી લીધો હતો. યુવકે સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે લૂંટારૂ ટોળકીના પાંચ લોકોને ઝડપી લઈ જેલના સળિયા ગણતા કરી દીધા છે.

Ahmedabad: ઓનલાઈન જોબ આપવાના બહાને ઈન્ટરવ્યૂ માટે બોલાવી યુવકને મારમારી લૂંટી લીધો, પોલીસે લૂંટારૂ ટોળકીની કરી ધરપકડ
Mihir Soni
| Edited By: | Updated on: Jul 14, 2023 | 6:16 PM
Share

Ahmedabad:   અમદાવાદ શહેરમાં દિવસે દિવસે ચોરી-લૂંટ- જેવા ગુનાઓ વધી રહ્યા છે. નારણપુરા વિસ્તારમાં રહેતા એક યુવકને ઓનલાઈન જોબ અપાવવાના નામે ઈન્ટરવ્યુ માટે બોલાવી માર મારી લૂંટારૂ ટોળકીએ લૂંટી લીધો હતો. યુવકની ફરિયાદને આધારે પોલીસે લૂંટારૂ ટોળકીના 5 ઈસમોને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ પકડમાં આવેલા આરોપી ઉદિત પંચાલ, મહાવીર પંચાલ ઉર્ફે હુકમ પરમાર, રાહુલ પવાર, અનિલ મકવાણા અને તુષાર ઉર્ફે ગુગો મકવાણાએ મળી નોકરી વાંચ્છુક યુવકને ઈન્ટરવ્યુ આપવાના બહાને બોલાવી લૂંટી લીધો હતો.

યુવકને ઈન્ટરવ્યૂ માટે બોલાવી માર મારી 68 હજારની મત્તા લૂંટી લીધી

સમગ્ર ઘટનાની હકીકત અનુસાર ઘાટલોડિયામાં રહેતો 37 વર્ષીય નરેશ બાબુભાઈ પટેલે ઓનલાઇન બ્લડ એપ્લિકેશન ડાઉનલોડ કરી હતી. આ એપ્લિકેશનના માધ્યમથી નોકરી ઈચ્છુકો નોકરી માટે એકબીજા વ્યક્તિના સંપર્કમાં આવી શકે છે.

આરોપી ઉદિત પંચાલે ફરિયાદી નરેશ પટેલને મેસેજ કર્યો અને નોકરી ઓફર આપી હતી. જેને લઈ ફરિયાદી નરેશને નારણપુરા AEC ચાર રસ્તા પાસે નોકરીના ઇન્ટરવ્યૂ માટે બોલાવ્યો હતો. જે બાદ વૃંદાવન એંક્લોવ કોમ્પ્લેક્ષમાં આરોપી ઉદિત પંચાલ ફરિયાદી નરેશને લઈ ગયો. જ્યાં અન્ય ચાર જેટલા શખ્સો ઉભા હતા અને છરી જેવા હથિયાર બતાવી નરેશની સોનાની ચેઇન અને રોકડ મળી 68 હજાર લૂંટીને ફરાર થઈ ગયા હતા. નારણપુરા પોલીસે ગુનો નોંધી આરોપીના મોબાઇલ લોકેશનના આધારે પાંચેય આરોપીની ધરપકડ કરી ગુનાનો ભેદ ઉકેલ્યો હતો.

શું હતી આરોપીઓની મોડસ ઓપરેન્ડી ?

પકડાયેલ પાંચેય આરોપીઓની ઉંમર માત્ર 22 વર્ષની છે પરંતુ શોર્ટકટમાં પૈસા કમાવવાની લાલચમાં ગુનો કરવાનું શરૂ કર્યું છે. પાંચ આરોપી પૈકી મુખ્ય આરોપી ઉદિત પંચાલ ડિપ્લોમા અભ્યાસ કરે છે પણ તેનો મિત્ર આરોપી મહાવીર ઉર્ફે હુકમ પરમાર મારમારી કેસમાં જેલમાં ગયો હતો. જ્યાં મહાવીરને એક આરોપી સાથે જેલમાં સંપર્ક થયો અને પૈસા કમાવવા માટે એપ્લિકેશન માધ્યમથી કોઈને બોલાવી લૂંટ કરવાનું શીખવાડ્યું હતું. જેને લઈ આરોપી મહાવીરે લૂંટ કરવા આરોપી ઉદિતને કહ્યું અને પાંચેય આરોપીઓ ભેગા મળી લૂંટ કરવાનો પ્લાન બનાવ્યો અને ગુનાની શરૂઆત કરી પરતું પોલીસે પાંચેય આરોપી પકડી લઈ તમામ મુદ્દામાલ કબ્જે લઈ તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો : Breaking News: અમદાવાદ કોર્પોરેશને રખડતા ઢોર મુદ્દે નવી પોલીસી જાહેર કરી, ત્રણ વર્ષ માટે લાયસન્સ ફ્રી રૂપિયા 500, જુઓ Video

પકડાયેલ આરોપીમાંથી મહાવીર ઉર્ફે હુકમ પરમાર અને રાહુલ પવાર ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. પાંચેય શખ્સોની ટોળકીએ અન્ય કોઈ નોકરી ઈચ્છુક યુવક ભોગ બનાવ્યા છે કે કેમ જેને લઈ આરોપી રિમાન્ડ મેળવી વધુ તપાસ શરૂ કરી છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

નડિયાદ નજીક ટ્રકની પાછળ અથડાતા કાર ભડકે બળી
નડિયાદ નજીક ટ્રકની પાછળ અથડાતા કાર ભડકે બળી
બોડેલીમાં નવા બનેલા આરોગ્ય કેન્દ્ર પર તાળા !
બોડેલીમાં નવા બનેલા આરોગ્ય કેન્દ્ર પર તાળા !
ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
g clip-path="url(#clip0_868_265)">