Ahmedabad માં વેપારીની આંખમાં મરચું નાંખી અપહરણ કરી લૂંટ ચલાવાઇ, પોલીસે ગુનેગારોને ઝડપ્યા

|

Sep 21, 2022 | 4:38 PM

અમદાવાદમાં(Ahmedabad) કાપડના વેપારીનું મુસાફરના સ્વાંગમાં અપહરણ(Kidnapping) કરી કાર અને મોબાઈલની લૂંટ(Loot) ચલાવી હતી. જોકે લૂંટારાઓને પોલીસે ઝડપી ગુનાનો ભેદ ઉકેલ્યો છે.

Ahmedabad માં વેપારીની આંખમાં મરચું નાંખી અપહરણ કરી લૂંટ ચલાવાઇ, પોલીસે ગુનેગારોને ઝડપ્યા
Ahmedabad Ramol Police Arrest Loot Accused

Follow us on

અમદાવાદમાં(Ahmedabad)કાપડના વેપારી સાથે અલગ જ પ્રકારનો બનાવ બન્યો છે. જેમાં કાપડના વેપારીનું  મુસાફરના સ્વાંગમાં અપહરણ (Kidnapping) કરી કાર અને મોબાઈલની લૂંટ(Loot) ચલાવી હતી. જોકે લૂંટારાઓને પોલીસે ઝડપી ગુનાનો ભેદ ઉકેલ્યો છે.રામોલ પોલીસે આ ગુનામાં સામેલ ત્રણેય આરોપીઓ રવિ ઝાલા, રણજિત ઝાલા અને બાદરજી ઝાલાની ધરપકડ કરી છે. આ ત્રણેય આરોપીઓએ ભેગા મળી મુસાફરીનો સ્વાંગ રચીને વટવાના વેપારીનું અપહરણ કરી લૂંટને અંજામ આપ્યો હતો. વટવાના કાપડના વેપારી પોતાની કાર લઈને વડોદરા તરફ જઈ રહ્યા હતા ત્યારે એક્સપ્રેસ હાઈવે પાસેથી આ ત્રણેય શખ્સો મુસાફરના સ્વાંગમાં આણંદ જવાનું કહીને વેપારીની ગાડીમાં બેઠા અને થોડા આગળ જતાં વેપારીની કારમાં બેઠેલા અન્ય મુસાફરો ઉતરી જતા આ આરોપીઓએ લૂંટના પ્લાનને અંજામ આપ્યો હતો.

વેપારીની આંખમાં મરચું નાખીને ચપ્પુની અણીયે વેપારીનું અપહરણ

જેમાં વેપારીની આંખમાં મરચું નાખીને ચપ્પુની અણીયે વેપારીનું અપહરણ કરી આણંદ, ખેડા, અમદાવાદ જિલ્લા અને બાદમાં પાટણ જિલ્લા બાજુ લઈ જઈ નવીયાણી ગામ આગળ ઉતારીને કાર અને મોબાઇલની લૂંટ કરીને ફરાર થઇ ગયા હતા. આ ઘટના બનતા વેપારીએ રામોલમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અલગ અલગ સીસીટીવી તપાસી આરોપીઓને પકડવાની તજવીજ તેજ કરી હતી તેવામા આ ગુનામાં સામેલ આરોપી હાથીજણથી ઓઢવ તરફ જતો હોવાની બાતમીના આધારે પોલીસે રિંગ રોડ પરથી રવિ ઝાલાને લૂંટમાં ગયેલી કાર સાથે ઝડપી લીધા હતા.

આરોપી રવિ ઝાલા ઠક્કરનગરમાં રહે છે અને હીરા ઘસવાનું કામ કરે છે

જેને પોલીસ મથક લાવી પૂછપરછ કરતા તેની સાથે અન્ય બે આરોપીઓ ગુનામાં સામેલ હોવાની હકીકત જણાવતા રણજિત ઝાલા અને બાદરજી ઝાલા નામના પિતા પુત્રને પાટણના સુણસર ગામેથી ઝડપી લીધા હતા. આ આરોપીઓ પાસેથી લૂંટમાં ગયેલ કાર અને મોબાઈલ પોલીસે જપ્ત કરી પૂછપરછ શરૂ કરી છે. આ મામલે આરોપીની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે પકડાયેલો મુખ્ય આરોપી રવિ ઝાલા ઠક્કરનગરમાં રહે છે અને હીરા ઘસવાનું કામ કરે છે. તેને થોડું દેવું થઈ ગયું હોવાથી તેણે પોતાની સાથે સ્કૂલમાં ભણતા રણજિત ઝાલા અને તેના પિતા બાદરજી ઝાલાને સાથે રાખીને લૂંટ કરી હતી.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

ગાડી અને મોબાઇલની લૂંટ ચલાવી હતી

આ પકડાયેલા રવિ અને રણજિત ઝાલા ધોરણ 10 સુધીનો અભ્યાસ કર્યો છે અને બાદરજી ઝાલા પશુપાલનનો વ્યવસાય કરે છે. આરોપીઓને કાર ચાલક પાસેથી રોકડ રકમ મળવાની અપેક્ષા હતી જોકે પૈસા ન મળતા ગાડી અને મોબાઇલની લૂંટ ચલાવી હતી તેવામાં પકડાયેલા આરોપીઓએ અન્ય કોઈ ગુનાને અંજામ આપ્યો છે કે કેમ તે દિશામાં રામોલ પોલીસે કવાયત હાથ ધરી છે.

Next Article