Ahmedabad : બોપલ-ઘુમા વિસ્તાર કોર્પોરેશનમાં ભેળવાતા ટેક્ષની 10 કરોડ રૂપિયાની આવક વધશે

|

Jul 29, 2021 | 4:59 PM

અમદાવાદમાં ટેક્સની આવક ગત વર્ષ કરતા વધી હતી અને ચાલુ વર્ષે પ્રોપર્ટી ટેક્સની 472 કરોડ રૂપિયાની આવક થઈ છે. કુલ આવકમાં 30 ટકા આવકનો વધારો થયો છે.

Ahmedabad : બોપલ-ઘુમા વિસ્તાર કોર્પોરેશનમાં ભેળવાતા ટેક્ષની 10 કરોડ રૂપિયાની આવક વધશે
Ahmedabad Municipal Corporation

Follow us on

અમદાવાદ મહાનગર પાલિકાની (Ahmedabad Municipal Corporation) રેવન્યુ કમિટીની બેઠક મળી હતી. જેમાં અમદાવાદ મહાનગરની વિવિધ પ્રોપર્ટીના ટેક્સની (Property Tax) આવકની માહિતી આવી હતી. અમદાવાદમાં ટેક્સની આવક ગત વર્ષ કરતા વધી હતી અને ચાલુ વર્ષે પ્રોપર્ટી ટેક્સની 472 કરોડ રૂપિયાની આવક થઈ છે.

આ વર્ષની કુલ આવકમાં 30 ટકા આવકનો વધારો થયો છે. સાથે જ એ.એમ.સી. (AMC) દ્વારા નવી SMS ની સેવા શરૂ કરવામાં આવી શકે છે. ચાલુ વર્ષે લોકોએ સમયસર ટેક્સ (Tax) ભર્યો છે અને ટેક્સ રિબેટ યોજનાનો (Tax Rebate Scheme) લાભ પણ લોકોએ લીધો છે.

કોરોનાકાળ (Corona) દરમ્યાન એ.એમ.સી. (AMC) ને મોટો ખર્ચ થયો છે સાથે એ.એમ.સી. ને ટેક્સની આવકમાં (Income) વધારો થયો છે, ત્યારે ચાલુ વર્ષે પ્રોપર્ટી ટેક્સ, પ્રોફેશનલ ટેક્સ (Professional Tax), વ્હિકલ ટેક્સની (Vehicle Tax) આવક કેટલી છે તેના ઉપર નજર કરીએ. પ્રોપર્ટી ટેક્સમાં ૪૭૨.૪૨ કરોડ રૂપિયાની આવક, પ્રોફેશનલ ટેક્સમાં ૫૬.૩૦ કરોડ રૂપિયાની આવક અને વ્હીકલ ટેક્સમાં ૩૪.૧૯ કરોડ રૂપિયાની આવક થઈ છે.

3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
રેલવેની ટિકિટ પર લખેલા આ કોડ્સ જણાવશે કે વેઇટિંગ લિસ્ટ કન્ફર્મ થશે કે નહીં, જાણો
બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો
આજનું રાશિફળ તારીખ : 27-04-2024

બોપલ ઘુમામાં નવા સમાવિષ્ટ વિસ્તારનો ટેક્સ સરખો જ ગણવામાં આવે છે. બોપલ ઘુમા વિસ્તારમાં લોકો વોટ્સએપ પર ફરિયાદો કરી શકે છે અને કોર્પોરેશનની તમામ સુવિધાઓ બોપલ ઘુમામાં આપવામાં આવી રહી છે. કોઈ પણ પ્રકારના ટેક્સનો વધારો બોપલ ઘુમામાં કરવામાં આવ્યો નથી.

બોપલ ઘુમાની 40,000 પ્રોપર્ટીમાંથી 22,000 હજાર પ્રોપર્ટીનું મૂલ્યાંકન થઈ ચૂક્યું છે. બોપલ ધુમાનો વિસ્તાર કોર્પોરેશનમા ભેળવાતા ટેક્સમાં 10 કરોડ રૂપિયાની આવક વધશે.

Next Article