Ahmebabad: ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ એજન્ટની આડમાં કબુતરબાજીનું મોટું રેકેટ ઝડપાયું, 39 પાસપોર્ટ અને 55 સ્ટેમ્પ જપ્ત કરાયા

|

Jan 28, 2023 | 11:16 PM

ગુજરાતીઓમાં વિદેશ જવા માટેનો ક્રેઝ દિવસેને દિવસે વધી રહ્યો છે. લોકો ખોટી રીતે પાસપોર્ટ, વિઝા સહિતના દસ્તાવેજો બનાવી વિદેશ જઈ રહ્યા હોવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. જેને કારણે હવે આવા ખોટા દસ્તાવેજો બનાવનારાઓ અને એજન્ટો પણ ખુલીને સામે આવ્યા છે અને લોકોને ગેરકાયદેસર વિદેશ મોકલી રહ્યા છે

Ahmebabad: ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ એજન્ટની આડમાં કબુતરબાજીનું મોટું રેકેટ ઝડપાયું, 39 પાસપોર્ટ અને 55 સ્ટેમ્પ જપ્ત કરાયા
Ahmedabad Crime Branch Arrest illegal Imigration Accused

Follow us on

ગુજરાતીઓમાં વિદેશ જવા માટેનો ક્રેઝ દિવસેને દિવસે વધી રહ્યો છે. લોકો ખોટી રીતે પાસપોર્ટ, વિઝા સહિતના દસ્તાવેજો બનાવી વિદેશ જઈ રહ્યા હોવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. જેને કારણે હવે આવા ખોટા દસ્તાવેજો બનાવનારાઓ અને એજન્ટો પણ ખુલીને સામે આવ્યા છે અને લોકોને ગેરકાયદેસર વિદેશ મોકલી રહ્યા છે. આવા જ એક બનાવટી દસ્તાવેજ બનાવનાર કંપનીની પોલીસે પકડી પાડી છે.

 આરોપી ભાવિન પટેલ અને જસ્મિન પટેલ પાસેથી દસ્તાવેજો મેળવી વિઝા મેળવતા હોવાનું સામે આવ્યું

આ સમગ્ર ઘટનાની વિગત મુજબ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે બે આરોપી ભાવિન પટેલ અને જસ્મીન પટેલની ધરપકડ કરી છે. આ બંને આરોપીઓ ઘાટલોડિયા વિસ્તારના રહેવાસી છે. જેઓ સી.જી.રોડ પર આવેલા દેવપથ કોમ્પ્લેક્સમાં શાયોના હોલીડે ના નામે ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સનો વ્યવસાય કરે છે. બંને આરોપીઓ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ નાં ધંધાની આડમાં બનાવટી દસ્તાવેજોના આધારે ખૂટતા ડોક્યુમેન્ટ પૂરા કરી વિઝા અપાવવાનું કામ પણ કરતા હતા. વિદેશ જવા ઈચ્છતા લોકો આ બંને આરોપી ભાવિન પટેલ અને જસ્મિન પટેલ પાસેથી દસ્તાવેજો મેળવી વિઝા મેળવતા હોવાનું સામે આવ્યું છે.

પોલીસે દરોડા પાડી 39 પાસપોર્ટ, 55 સ્ટેમ્પ, જુદા જુદા બેંકોના તથા કંપનીઓના સર્ટિફિકેટ જપ્ત કર્યા

આ આરોપી ભાવિન પટેલની ઓફિસ સાયોના હોલીડેમાં પોલીસે દરોડા પાડી 39 પાસપોર્ટ, 55 સ્ટેમ્પ, જુદા જુદા બેંકોના તથા કંપનીઓના સર્ટિફિકેટ, ત્રણ પેન ડ્રાઈવ, બે હાઇડ્રાઇવ અને બે કોમ્પ્યુટર કબજે કર્યા છે. જે તમામ દસ્તાવેજ સાચા છે કે ખોટા તેની ખરાઈ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં બેંકના ડોક્યુમેન્ટ ખોટા હોવાનું સામે આવ્યું છે. જેના આધારે ક્રાઈમ બ્રાન્ચે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

ભાવિન પટેલની વિરુદ્ધમાં અમેરિકામાં  એક ગુનો નોંધાયો હોવાનું સામે આવ્યું

મહત્વનું છે કે પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે બનાવટી ડોક્યુમેન્ટ બનાવનાર ત્રીજો વ્યક્તિ રોનક સોની હજી ફરાર છે. જેની શોધખોળ હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત ઝડપાયેલ આરોપી ભાવિન પટેલની વિરુદ્ધમાં અમેરિકામાં પણ એક ગુનો નોંધાયો હોવાનું સામે આવ્યું છે અને આ ગુનામાં એક વર્ષ જેલમાં રહ્યો હોવાની પણ હકીકત સામે આવી જેથી પોલીસે આ રેકેટમાં સંકળાયેલા તમામ આરોપી ઓની  ઉલટ તપાસ શરૂ કરી છે. ત્યારે પોલીસ તપાસમાં શું હકીકત સામે આવે છે તે જોવું મહત્વનું છે.

આ પણ વાંચો : Gujarati Video : સુરત વાસીઓને 2400 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોની ભેટ મળી

Next Article