અમદાવાદ: બેંક લોકરની ચોરીનો પર્દાફાશ, બેંકના પટ્ટાવાળાએ પત્નીને ડમી ગ્રાહક બનાવી ચોરીને આપ્યો અંજામ

Ahmedabad: એલિસબ્રિજમાં બેંકના પટ્ટાવાળા તરીકે કામ કરતા કર્મચારીએ તેની પત્નીને ડમી ગ્રાહક બનાવી નિષ્ક્રીય પડેલા બેંકના લોકરમાંથી લાખોની કિંમતના દાગીના અને રોકડ રકમની ચોરીને અંજામ આપ્યો છે. જેમા પોલીસે બંને આરોપીને ઝડપી બેંક લોકરની ચોરીનો ભેદ ઉકેલ્યો છે.

અમદાવાદ: બેંક લોકરની ચોરીનો પર્દાફાશ, બેંકના પટ્ટાવાળાએ પત્નીને ડમી ગ્રાહક બનાવી ચોરીને આપ્યો અંજામ
બેંક લોકર લૂંટનાર પતિ-પત્ની
Follow Us:
Mihir Soni
| Edited By: | Updated on: Dec 18, 2022 | 7:59 PM

અમદાવાદમાં બેંકના પટ્ટાવાળા તરીકે કામ કરતા કર્મચારીએ તેની પત્ની સાથે મળી બેંકનું લોકર લૂંટયુ છે. પટ્ટાવાળાએ બેંકના લોકરમાંથી 47.88 લાખની કિમતી ચીજવસ્તુઓની ચોરી કરી છે. લોકરમાં રહેલા કિમતી વસ્તુઓની ચોરી કરવા માટે દંપતીએ પ્લાન બનાવ્યો હતો. જે મુજબ લોકરમાંથી ચોરી કરવામાં સફળ રહ્યા અને બેંક કર્મીઓને પણ તેની જાણ થઈ ન હતી. જો કે એલિસબ્રિજ પોલીસે પેટ્રોલિંગ સમયે તેને ઝડપી પાડ્યો હતો. પોલીસે શંકાસ્પદ જણાતા યુવકની પૂછપરછ કરતા તેની પાસેથી સોનાના દાગીના અને વિદેશી ચલણી નોટ સાથે કિમતી વસ્તુ મળી આવી હતી.

ચિરાગ દાતણિયાની પૂછપરછ કરતા એલિજબ્રિજ પ્રીતમનગર પાસે આવેલી બેંક ઓફ બરોડમાં પટ્ટાવાળા તરીકે કોન્ટ્રાક્ટ પર કામ કરે છે અને પોતાની બેંકના લોકર ખોલી ચોરી કરી હોવાનું કબૂલાત કરી હતી. જેને લઈ પોલીસે તપાસ કરતા બેંકના બે લોકર ખોલીને લાખો રૂપિયાની કિંમતી ચિઝવસ્તુઓની ચોરી થઈ હતી. જે બાદ બેંકના મેનેજરે એલિજબ્રિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

બેંકના 10 જેટલા લોકર નિષ્ક્રીય હોવાથી આપ્યો ચોરીને અંજામ

બેંકમાં રહેલા 10 જેટલા લોકરનો છેલ્લા ઘણા સમયથી ઉપયોગ કોઈ ગ્રાહક કરતા ન હતા અને લોકરનો ચાર્જ પણ ચૂકવતા ન હતા. જેથી 10 લોકરોની કિંમતી ચીઝવસ્તુઓ બેંકના અધિકારીઓ ગણતરી કરી અન્ય 4 લોકરમાં મુકી હતી. આ 4 લોકરમાં રહેલ કિંમતી વસ્તુઓ પર બેંકના પટ્ટાવાળા ચિરાગ દાતણીયાની નજર બગડી હતી. જેથી લોકરમાંથી ચોરી કરવાનો પત્ની સાથે પ્લાન કર્યો. જેમાં આરોપી ચિરાગે તેની પત્ની અર્ચના દાતણીયાનીને ડમી ગ્રાહક તરીકે બેંકમાં બોલાવી અને રજીસ્ટ્રેશન બુકમાં ખોટી એન્ટ્રી કરી લોકર રૂમમાં પ્રવેશ મેળવ્યો.

Surat Name : ગુજરાતના સુરત શહેરનું પ્રાચીન નામ શું છે? ઉપનામ કેટલા છે?
આજનું રાશિફળ તારીખ : 15-05-2024
આખો દિવસ ACમાં રહો છો, તો સાવધાન, થઇ શકે છે આ બીમારી
જ્યારે AC નહોતા, ત્યારે ટ્રેનના AC કોચને ઠંડા કેવી રીતે રાખતા હતા?
દરિયા કિનારે યોજાશે અનંત-રાધિકાનું બીજું પ્રી-વેડિંગ સેલિબ્રેશન
આજનું રાશિફળ તારીખ : 14-05-2024

પટ્ટાવાળા તરીકે કામ કરતા આરોપી ચિરાગે અગાઉથી બે લોકરમાં રહેલ કિંમતી સામાન કાઢી દીધો હતો. જ્યાં લોકર રૂમમાં પત્ની અર્ચના અંદર આવતા જ કિંમતી સામાન બેગમાં મૂકી જતી રહી હતી. જે થોડા દિવસ બાદ ચિરાગ કિંમતી સામાનવાળો બેગ લઈ જતા પોલીસના હાથે પકડાયો અને લોકર ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો. આરોપી ચિરાગ દાતણીયા છેલ્લા બે વર્ષથી બેંકમાં પટ્ટાવાળા તરીકે નોકરી કરે છે. જેથી બંધ લોકરમાં રહેલ કિંમતી સામાન હવે કોઈ ગ્રાહક લેવા નહીં આવે તેમ સમજી તેના પર દાનત બગાડીને ચોરી કરી હોવાનું કબૂલાત કરી છે.

પોલીસે દંપત્તિ પાસેથી ચોરી કરેલ સામાનમાં સ 1.200 કિલોના સોનાના દાગીના, 1.998 કિલોના ચાંદીના દાગીના, 3 નંગ પાસપોર્ટ, વિદેશી ચલણી નોટો મળી કુલ 47.99 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. જેમાં અન્ય સોનાના 3 મંગળસૂત્ર, 8 બંગડી અને બે ચેઇન મળી આવ્યા નથી. જેમા આરોપીએ બીજાને વેચી નાખ્યા છે કે કેમ તે દિશામાં તપાસ શરૂ કરી છે, સાથે જ લોકર ચોરીના કેસમાં બેંકના કોઈ કર્મચારી સંડોવાયેલા છે કે કેમ તેને લઈ આરોપી દંપતીના રિમાન્ડ મેળવી તપાસ શરૂ કરી છે.

Latest News Updates

વાવાઝોડા સાથે માવઠું થતા બાગાયતી પાકને મોટુ નુકસાન !
વાવાઝોડા સાથે માવઠું થતા બાગાયતી પાકને મોટુ નુકસાન !
પોઈચામાં નર્મદા નદીમાં ડૂબનારા લોકોનું સર્ચ હાથ ધરાયુ
પોઈચામાં નર્મદા નદીમાં ડૂબનારા લોકોનું સર્ચ હાથ ધરાયુ
કૃષિ પ્રધાન રાઘવજી પટેલે માવઠાથી નુકસાનના સર્વેની આપી સૂચના
કૃષિ પ્રધાન રાઘવજી પટેલે માવઠાથી નુકસાનના સર્વેની આપી સૂચના
ગુજરાતમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદની આગાહી
ગુજરાતમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદની આગાહી
માવઠાથી રાજ્યમાં 7 લોકોના મોત, 11 ટાઉનમાં વીજળી ડૂલ
માવઠાથી રાજ્યમાં 7 લોકોના મોત, 11 ટાઉનમાં વીજળી ડૂલ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે વેપારમાં થશે ફાયદો
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે વેપારમાં થશે ફાયદો
નવસારીના એક આગવા વોટરમેન જેમણે 1500 ગામોની પાણીની સમસ્યાનો લાવ્યા ઉકેલ
નવસારીના એક આગવા વોટરમેન જેમણે 1500 ગામોની પાણીની સમસ્યાનો લાવ્યા ઉકેલ
અંબાજીમાંથી મળતા વિશેષ પ્રકારના આરસપહાણ માર્બલને પ્રાપ્ત થયો GI ટેગ
અંબાજીમાંથી મળતા વિશેષ પ્રકારના આરસપહાણ માર્બલને પ્રાપ્ત થયો GI ટેગ
હવે અમદાવાદની શાળાઓ બહાર સુરક્ષાકર્મીઓ રહેશે તૈનાત- Video
હવે અમદાવાદની શાળાઓ બહાર સુરક્ષાકર્મીઓ રહેશે તૈનાત- Video
અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ
અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ
g clip-path="url(#clip0_868_265)">