AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમદાવાદ ઍરપોર્ટની અનોખી પહેલ, કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવા કર્યા આ પ્રયાસ

Ahmedabad: સરદાર વલ્લભ ભાઈ પટેલ ઈન્ટરનેશનલ ઍરપોર્ટે કાર્બન ન્યુટ્રાલિટી માટે છલાંગ લગાવી છે. કાર્બન ફુટ પ્રિન્ટ ઘટાડવા માટે 15 ઈલેક્ટ્રીક કાર અને 6 સ્કૂટર્સ સાથે પરંપરાગત વાહનોને વિદાય આપવામાં આવી છે.

અમદાવાદ ઍરપોર્ટની અનોખી પહેલ, કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવા કર્યા આ પ્રયાસ
ઍરપોર્ટ પર વધ્યા ઈ-વ્હીકલ્સ
Darshal Raval
| Edited By: | Updated on: Dec 17, 2022 | 11:40 PM
Share

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટે કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવા અનોખી કામગીરી કરી છે. એરપોર્ટ પર કાર્બન ન્યુટ્રાલિટીને વધારવા નવી 11 ઈલેક્ટ્રિક કાર અને 6 ઈલેક્ટ્રિક સ્કૂટર્સ સામેલ કર્યા છે. નવા ઇલેક્ટ્રિક વાહનો હાલના પરંપરાગત વાહનોનું સ્થાન લેશે. જે ભવિષ્યમાં કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવા એરપોર્ટ ઓપરેટર્સની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

પર્યાવરણની દ્રષ્ટિએ સંવેદનશીલ એરપોર્ટ ઓપરેટર તરીકે SVPI એરપોર્ટે ગત વર્ષે 3 ઈલેક્ટ્રીક વ્હીકલ શરૂ કર્યા હતા, જેનો ઉપયોગ પેસેન્જર ટર્મિનલ શટલ તરીકે થઈ રહ્યો છે. ઉપરાંત બે મહિના પહેલા પણ એરપોર્ટે પરંપરાગત ઈંધણથી ચાલતી કારને બદલે 2 ઈલેક્ટ્રીક કાર મૂકી હતી. અને હવે વધારાની 11 EV-કારનો ઉપયોગ હાલની પરંપરાગત ઈંધણથી ચાલતી કારોના સ્થાને એરપોર્ટની વહીવટી અને ઓપરેશનલ જરૂરિયાતો માટે કરવામાં આવશે. તો છ સ્કૂટર્સ સ્ટાફની અવરજવર માટે કામ લાગશે. આમ SVPI એરપોર્ટ પર હવે 15 EV કાર અને 6 સ્કૂટર્સ ઉપલબ્ધ છે. એટલું જ નહી, મુસાફરો માટે ટર્મિનલની પાસે ચાર્જિંગ સ્ટેશન પણ ઉભુ કરવામાં આવ્યું છે.

ઍરપોર્ટ પર લોકોને ઈલેક્ટ્રીક વાહનો વાપરવા કરાય છે પ્રોત્સાહિત

એરપોર્ટ પર વધુને વધુ લોકોને EVs વાહનો અપનાવવા માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવી પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. હાલનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર મુસાફરો અને સ્ટાફને એરપોર્ટ પર ઈલેક્ટ્રીક વાહનોનો ઉપયોગ કરવા પ્રોત્સાહિત કરે છે. વળી અન્ય કેટલીક એરલાઇન્સે પણ ભાવિ હરિયાળી માટે ઇલેક્ટ્રિક વાહનો તરફ વળવાનું શરૂ કર્યું છે. SVPI એરપોર્ટ પર પરંપરાગત લાઇટ્સના સ્થાને LED લગાવાઈ રહી છે, બાગાયત માટે ટ્રીટેડ વોટરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. એરપોર્ટના ઓપરેશનમાં જ વોટર રિચાર્જને ખાસ મહત્વ આપવામાં આવી રહ્યું છે. સ્ટેકહોલ્ડર્સ અને એરપોર્ટ યુઝર્સ તરફથી ટેકો મળતા આ પ્રયાસો વધુ તીવ્ર બન્યા છે. તો એરપોર્ટના આ નવા પ્રયાસે એક નવી પહેલ પણ શરૂ કરી છે. જે લોકોને ઇલેક્ટ્રિક વાહનો તરફ વાળશે તેવું પણ એરપોર્ટ ઓથોરિટીનું માનવું છે

માળખાકીય સુવિધાઓને કારણે SVPI લોકોમાં પસંદગીનું ઍરપોર્ટ

SVPI એરપોર્ટમા વધારેલી અસંખ્ય માળખાકીય સુવિધાઓને કારણે ટ્રાફિકમાં વધારા સાથે લોકોમા આ પસંદગીનું એરપોર્ટ બન્યુ છે. છેલ્લા 1 મહિનામાં એક જ દિવસમાં સૌથી વધુ 58 મૂવમેન્ટની સાથે 1100 થી પણ વધુ નોન -શિડ્યુલ ફ્લાઇટસની મૂવમેન્ટ થઈ છે. 10 નવેમ્બરથી 10 ડિસેમ્બર સુધીના સમયગાળામાં SVPI એરપોર્ટે 1164 નોન-શિડ્યુલ ફ્લાઇટ્સનો રેકોર્ડ બનાવ્યો છે જેમાં અનેક VIP ફ્લાઇટ્સનો પણ સમાવેશ થાય છે. નોન-શિડ્યુલ્ડ ડોમેસ્ટિક તેમજ ઈન્ટરનેશનલ હિલચાલ માટે ખાસ બનાવેલા નવા જનરલ એવિએશન ટર્મિનલના કારણે નોન-શિડ્યુલ્ડ પેસેન્જર્સની સંખ્યામાં સતત વધારો નોંધાયો છે.

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">