Ahmedabad: ગરબામાં ઘૂસેલા વિધર્મી યુવકોની હિન્દુ સંગઠનના કાર્યકરોએ કરી ધોલાઈ

|

Sep 28, 2022 | 3:51 PM

બજરંગ દળ દ્વારા કુલ 4 યુવકોને પકડવામાં આવ્યા હતા જ્યારે એક યુવક ભાગી ગયો હતો. સાથે જ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી કે આગામી દિવસોમાં પણ સરપ્રાઇઝ ચેકિંગ ચાલુ રહેશે. અગાઉ પણ વીએચપીએ ચીમકી ઉચ્ચારી હતી કે કોઈ વિધર્મી ગરબા ગ્રાઉન્ડમાં ઘૂસણખોરી કરશે તો તેની સામે કાર્યવાહી કરાશે.

Ahmedabad: ગરબામાં ઘૂસેલા વિધર્મી યુવકોની હિન્દુ સંગઠનના કાર્યકરોએ કરી ધોલાઈ

Follow us on

અમદાવાદમાં  (Ahmedabad) ગરબા ગ્રાઉન્ડમાં ઘૂસી ગયેલા વિધર્મી યુવકોને ઢોરમાર મારવામાં આવ્યો છે. એસજી હાઈવે (S.G. Highway) અને એસપી રિંગ રોડ પર પાર્ટીપ્લોટમાં વિધર્મી યુવકો ઘૂસતાં હિન્દુ સંગઠનો સાથે ઘર્ષણ થયું હતું. કેટલાક લોકો ગેરકાયદે રીતે ગરબામાં ઘૂસતા હોવાની શંકાના આધારે બજરંગ દળના કાર્યકરો ગઈકાલે રાત્રે એસપી રિંગ રોડ પાસેના એક ગરબાના આયોજનમાં પહોંચ્યા હતા, જ્યાં બે વિધર્મી યુવક ઘૂસી ગયા હતા. જેમને ઢોરમાર મારીને બહાર કાઢવામાં આવ્યા હતા.

બજરંગ દળ દ્વારા કુલ 4 યુવકોને પકડવામાં આવ્યા હતા જ્યારે એક યુવક ભાગી ગયો હતો. સાથે જ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી કે આગામી દિવસોમાં પણ સરપ્રાઇઝ ચેકિંગ ચાલુ રહેશે. અગાઉ પણ વીએચપીએ ચીમકી ઉચ્ચારી હતી કે કોઈ વિધર્મી ગરબા ગ્રાઉન્ડમાં ઘૂસણખોરી કરશે તો તેની સામે કાર્યવાહી કરાશે.

Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો

નવરાત્રીના તહેવાર દરમિયાન લવ જેહાદ જેવી ઘટનાઓ રોકવા માટે આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદન અને રાષ્ટ્રીય બજરંગદળ સહિતના સંગઠનો સક્રિય થયા છે. ગરબાના કાર્યક્રમમાં આ સંગઠનના કાર્યકરો હાજર રહેશે અને કોઈપણ શંકાસ્પદ વ્યક્તિ દેખાશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યુ હતું.

આ વર્ષે કોરોનાના બે વર્ષ નવરાત્રીની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવશે. જેમા ગરબા આયોજકોની સાથે સાથે રાષ્ટ્રીય બજરંગ દળ (Bajrang Dal) અને આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદ પણ મેદાને આવ્યુ છે. નવરાત્રી દરમિયાન લવજેહાદ સહિત અન્ય ઘટનાઓથી બચવા માટે આ બંને સંગઠનો દ્વારા ગરબા રસિકોને તિલક અને ગૌમુત્ર છાંટીને જ પ્રવેશ આપવામાં આવશે તેવું પણ અગાઉ બજરંગ દળે જણાવ્યું હતું.

જાહેર ગરબા આયોજનમાં કોઈપણ અન્ય ધર્મના યુવકો પ્રવેશે નહીં અને છેડતી તથા લવ જેહાદની ઘટનાથી હિન્દુ દીકરીઓને બચાવવા માટે પૂરતા પ્રયત્નો થઇ રહ્યા છે. ગરબા આયોજકો દ્વારા પણ વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે. ગરબા આયોજકો સાથે સાથે તેમની એક વિશેષ ટીમ પણ આ બાબતોને ધ્યાને રાખીને કાર્ય કરી રહી છે કે કોઈ પણ વિધર્મી યુવકો ગરબા પરિસરમાં પ્રવેશે નહી અને કોઈ પણ અનિચ્છનીય ઘટના નિવારી શકાય.

Next Article