બોરિસ જોન્સન આજે ગુજરાત પહોંચશે, યુક્રેનને લઈને ભારત પર દબાણ કરવાથી બચશે

Boris Johnson's India visit બ્રિટિશ વડા પ્રધાન બોરિસ જોન્સન વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથેની વાતચીત દરમિયાન રશિયા-યુક્રેન યુદ્ધ અંગે ચર્ચા કરશે. બંને દેશ આ મુદ્દે પોતપોતાના દેશનો દ્રષ્ટિકોણ રાખશે. પરંતુ હવે આ મુદ્દે બ્રિટન તરફથી સલાહ કે દબાણ આવવાની કોઈ શક્યતા નથી. સૂત્રોએ આ માહિતી આપી છે.

બોરિસ જોન્સન આજે ગુજરાત પહોંચશે, યુક્રેનને લઈને ભારત પર દબાણ કરવાથી બચશે
PM Narendra Modi and Boris Johnson (File photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 21, 2022 | 7:12 AM

બ્રિટનના વડા પ્રધાન બોરિસ જોન્સન (Boris Johnson) બે દિવસની ભારત મુલાકાતના ભાગરૂપે ગુરુવારે સીધા અમદાવાદ પહોંચશે અને 22મીએ દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) સાથે બેઠક કરશે. આ મુલાકાત સાથે જોડાયેલા સૂત્રોએ જણાવ્યું કે વાતચીત દરમિયાન રશિયા-યુક્રેન યુદ્ધ (Russia Ukraine war) અંગે ચર્ચા થશે. તેનું કારણ એ છે કે વર્તમાન સમયે આ એક મહત્વપૂર્ણ ઘટના છે. જે સમગ્ર વિશ્વને અસર કરી રહી છે. જોન્સનની મુલાકાત રશિયા-યુક્રેન યુદ્ધના પગલે નથી થઈ રહી, પરંતુ તે પહેલાથી જ આયોજીત હતી. ભૂતકાળમાં બોરિસ જોન્સનનો પ્રવાસ બે વખત રદ કરવામાં આવ્યો હતો. તેથી રશિયા-યુક્રેન યુદ્ધ પ્રવાસનો મુખ્ય મુદ્દો નથી.

અમેરિકા હેરાન પરેશાન

સંયુક્ત રાષ્ટ્રમાં રશિયા-યુક્રેન યુદ્ધ પર ભારતના તટસ્થ વલણ અને રશિયા સાથે ચાલી રહેલા વેપાર સંબંધોને લઈને બ્રિટન ભારતને કોઈ સલાહ આપશે નહીં. વાસ્તવમાં ભારત રશિયા પાસેથી વધારાનું ઈંધણ ખરીદવાનો પ્રયાસ કરી રહ્યું છે. અમેરિકા અને તમામ પશ્ચિમી દેશો આ અંગે દ્વિધામા છે.

પરંતુ તાજેતરમાં ભારત-દિલ્હીમાં આવેલા, યુકેના વિદેશ મંત્રીએ અને થોડા દિવસ અગાઉ વિદેશ મંત્રી એસ. જયશંકરે અમેરિકાની મુલાકાત દરમિયાન સ્પષ્ટ કર્યું હતું કે યુરોપ ભારત કરતાં અનેક ગણું વધુ ઈંધણ રશિયા પાસેથી ખરીદી રહ્યું છે. એવું માનવામાં આવે છે કે ભારતની આ નિખાલસતા બાદ બ્રિટનના વલણમાં બદલાવ આવ્યો છે. તેમના તરફથી એવા સંકેતો મળ્યા છે કે તેઓ આ મુદ્દે ભારત પર કોઈ દબાણ લાવવાના પક્ષમાં નથી.

Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો

શાંતિ માટે ભૂમિકા ભજવવા ઈચ્છુક

જોન્સન અને મોદીની વાતચીત દરમિયાન રશિયા-યુક્રેન યુદ્ધનો ઉકેલ શોધવા પર કોઈ ચર્ચા થઈ શકે છે કે કેમ તે અંગે પૂછવામાં આવતા સૂત્રોએ જણાવ્યું હતું કે બંને દેશના વડા પ્રધાનો વચ્ચે કેવી રીતે ચર્ચા થશે તે અગાઉથી કહી શકાય તેમ નથી. ચર્ચાના પરિમાણો વિવિધ હોઈ શકે છે. જોન્સનને તાજેતરમાં યુદ્ધમાં ખંડેર બની ચૂકેલા યુક્રેનનો પ્રવાસ કર્યો હતો. વડાપ્રધાન મોદીએ સ્પષ્ટપણે કહ્યું છે કે ભારત રશિયા અને યુક્રેન વચ્ચે શાંતિ સ્થાપવા માટે કોઈપણ ભૂમિકા ભજવવા માટે તૈયાર છે.

રોકાણકારો સાથે મુલાકાત કરશે

જોન્સન 21 એપ્રિલે અમદાવાદમાં રોકાણકારો સાથે સીધી બેઠક કરશે. હકીકતમાં, યુકેમાં લગભગ અડધા ભારતીયો ગુજરાતના છે. પ્રથમ વખત બ્રિટિશ વડાપ્રધાન ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે.

વેપાર-રક્ષણ અંગે પણ ચર્ચા થશે

જોન્સન બેઠકમાં મોદી સાથે ભારત-યુકે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) પર ચર્ચા કરશે. આ અંગે બંને દેશો વચ્ચે હજુ ત્રીજા રાઉન્ડની વાતચીત બાકી છે, પરંતુ આ મુલાકાતથી પ્રક્રિયા ઝડપી બનશે. આ ઉપરાંત બંને વડાપ્રધાનો વચ્ચે વેપાર, સંરક્ષણ સહિતના દ્વિપક્ષીય મુદ્દાઓ પર પણ ચર્ચા થશે.

આ પણ વાંચોઃ

Petrol Diesel Price Today : દેશની 85 ટકા ક્રૂડની જરૂરિયાત આયાત દ્વારા પુરી કરાય છે, જાણો આજે ક્યાં ભાવે વેચાઈ રહ્યું છે પેટ્રોલ – ડીઝલ

આ પણ વાંચોઃ

કોરોના કાળમાં ઘરે રહેવા અને મોબાઈલ ચલાવવાથી પતિ-પત્નીના સંબંધો તૂટ્યા ! ઝાંસીમાં એક હજારથી વધુ સામે આવ્યા ઘરેલુ હિંસાના કેસ

g clip-path="url(#clip0_868_265)">