Ahmedabad : લવજેહાદનો વધુ એક કિસ્સો સામે આવ્યો, વિધર્મી યુવકે યુવતીને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યું

|

Nov 22, 2022 | 6:11 PM

અમદાવાદમાં લવજેહાદનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે...જેમાં સ્પામાં કામ કરતી યુવતીને વિધર્મી યુવક પીછો કરી બ્લેકમેલ કરીને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યું છે. જેમાં વિધર્મી યુવકે પોતાની હિન્દુ તરીકેની ઓળખ આપી બે મહિના સુધી લિવ ઇન રિલેશનશિપમાં રાખીને યુવતી પર દુષ્કર્મ ગુજાર્યું હતું

Ahmedabad : લવજેહાદનો વધુ એક કિસ્સો સામે આવ્યો, વિધર્મી યુવકે યુવતીને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યું
Ahmedabad Love Jihad Case Arrest

Follow us on

અમદાવાદમાં લવજેહાદનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે.જેમાં સ્પામાં કામ કરતી યુવતીને વિધર્મી યુવક પીછો કરી બ્લેકમેલ કરીને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યું છે. જેમાં વિધર્મી યુવકે પોતાની હિન્દુ તરીકેની ઓળખ આપી બે મહિના સુધી લિવ ઇન રિલેશનશિપમાં રાખીને યુવતી પર દુષ્કર્મ ગુજાર્યું હતું.એટલું જ નહીં યુવતીનો બીભત્સ વિડીયો વાયરલ કરવાની ધમકી આપીને વિધર્મી યુવકે પોતાના બે મિત્રો સાથે મળી યુવતીનો ગેંગરેપ કર્યો છે..જો કે પોલીસે આ કેસમાં 3 આરોપીની ધરપકડ કરી છે.

ગેસ્ટ હાઉસમાં બોલાવી ચપ્પુની અણીએ યુવતી પર ત્રણ વખત દુષ્કર્મ ગુજાર્યું

આ સમગ્ર ઘટનાની વિગત મુજબ વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા એક સ્પામાં નોકરી કરતી 37 વર્ષીય યુવતીને થોડાક સમય પહેલા સ્પામાં મસાજ કરાવવા આવતા એક સમીર પ્રજાપતિ નામના યુવક સાથે પરિચય થયો હતો.સમીર પ્રજાપતિ પોતે મુસ્લિમ હોય અને તેનું નામ નાસિરહુસેન હોવાનું છુપાવી યુવતીનો પીછો કરવાનું શરૂ કર્યું હતું..જે બાદ આરોપીએ તેના પરિવારજનોની વિગતો મેળવીને યુવતી સ્પામાં ખરાબ ધંધા કરે છે તેવી જાણ પરિવારજનોને કરી દેવાની ધમકીઓ આપી તેને ગેસ્ટ હાઉસમાં બોલાવી ચપ્પુની અણીએ યુવતી પર ત્રણ વખત દુષ્કર્મ ગુજાર્યું હતું. તે સમયે આરોપીએ યુવતીના અંગત પળોના વિડીયો ઉતારી લઈ તેનું આધારકાર્ડ પડાવીને આનંદનગર વિસ્તારમાં એક ફ્લેટ ભાડે રાખ્યો હતો.

યુવતીની આંખો પર પટ્ટી બાંધી તેના બે મિત્રોએ સામૂહિક દુષ્કર્મ ગુજાર્યું

જ્યારે આરોપીએ યુવતીને સ્પાની નોકરી છોડાવીને ફ્લેટ પર બે મહિના સુધી લિવ ઇન રિલેશનમાં રાખી વારંવાર દુષ્કર્મ ગુજારતો હતો. આ આરોપી નાસીર હુસેન ઘાંચીએ એક દિવસ ફ્લેટ પર પોતાના બે મિત્રોને બોલાવી યુવતીની આંખો પર પટ્ટી બાંધી તેના બે મિત્રોએ સામૂહિક દુષ્કર્મ ગુજાર્યું હતું.

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

કંટાળીને યુવતીએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો

આ કેસમાં પોલીસે સામુહિક દુષ્કર્મના મુખ્ય આરોપી નાસિરહુસેનને મદદ કરનાર તેની પત્ની રૂપા રાણા અને સાળા વિજયની ધરપકડ કરી છે. પોલીસ તપાસ કરતા સામે આવ્યું છે કે આરોપી નાસિર હુસેનએ ખાડિયા વિસ્તારમાં રહેતી હિન્દુ યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા જો કે આ ગુનામાં તેની સાથે પત્ની રૂપા રાણા, સાળી હિરલ અને સાળો વિજય પણ મદદગારી કરતો હતો અને ભોગ બનનાર યુવતી પાસે પૈસા પડાવતા હતા.એક દિવસ યુવતીના પતિને આ આરોપીઓએ તેની પત્નીને અંગત પળોના વિડીયો વાયરલ કરવાની ધમકી આપી પાંચ લાખ રૂપિયાની ખંડણી માગી હતી જેથી અંતે કંટાળીને યુવતીએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જે બાદ આ સમગ્ર મામલે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મ અને લવ જેહાદ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાતા આ સમગ્ર મામલે 3 આરોપીઓની ધરપકડ કરી SCST સેલને સોંપવામાં આવ્યા છે..

યુવતીને પ્રેમજાળમાં ફસાવી અને બ્લેકમેલ કરી સામુહિક દુષ્કર્મ આચર્યું હતું. જેની બાદ યુવતી પાસે પૈસા પડાવવા પ્લાન બનાવ્યો હતો પરંતુ પોલીસે ગુનો નોંધી આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.ત્યારે સામુહિક દુષ્કર્મ આચરનાર બે મિત્રોની પોલીસે શોધખોળ શરૂ કરી છે.

Next Article