Ahmedabad: રખડતા ઢોર મુદ્દે નવા વર્ષે મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં લેવાયો મહત્વપૂર્ણ નિર્ણય, એક જ ઢોર બીજીવાર પકડાશે તો ક્યારેય છોડાશે નહીં

AMC: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની નવા વર્ષે મળેલી પ્રથમ સ્ટેન્ડિંગ કમિટીમાં રખડતા ઢોર મુદ્દે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમા એકવાર પકડાયેલ ઢોર બીજીવાર પકડાશે તો ઢોર માલિક સામે સીધી FIR દાખલ થશે અને એક જ ઢોર બીજીવાર પકડાશે તો ઢોરને ફરી ક્યારેય છોડવામાં નહીં આવે.

Ahmedabad: રખડતા ઢોર મુદ્દે નવા વર્ષે મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં લેવાયો મહત્વપૂર્ણ નિર્ણય, એક જ ઢોર બીજીવાર પકડાશે તો ક્યારેય છોડાશે નહીં
Standing Committee
Follow Us:
Jignesh Patel
| Edited By: | Updated on: Oct 27, 2022 | 10:06 PM

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની નવા વર્ષે મળેલી પ્રથમ સ્ટેન્ડિંગ કમિટીમાં રખડતા ઢોર મુદ્દે મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં સગર્ભા અને દુધાળી ગાયોને 5000 રૂપિયા દંડ ભરી ઢોર માલિકો તેમની ગાયો છોડાવી શકશે. ગાયની ઓળખાણ આપી માલધારી પોતાની ગાયો છોડાવી શકાશે. સાથે જ જો બીજી વાર ઢોર પકડાશે તો ઢોર માલિક વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવશે અને એક જ ઢોર વધુવાર ઝડપાશે તો ઢોરને ફરી ક્યારેય છોડવામાં નહીં આવે તેવો નિર્ણય સ્ટેન્ડિંગ કમિટીમાં કરવામાં આવ્યો છે. આ સાથે જ દુધાળી અને સગર્ભા ગાયોને મુક્ત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સગર્ભા ગાયો ઢોરવાડામાં મોતને ભેટતી હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે લીગલ અભિપ્રાય બાદ નિર્ણય પર અમલ થશે.

મેયર કિરીટ પરમાર, ગીતાબેન પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ, ભાજપના નેતા ભાસ્કર ભટ્ટ અને દંડક અરૂણસિંહ રાજપૂતે આ અંગે માહિતી આપતા જણાવ્યુ કે આજે મળેલ સ્ટેન્ડિંગ કમિટીમાં રોડ એન્ડ બિલ્ડીંગ, હેલ્થ અને સોલીડ વેસ્ટ, રિક્રીએશનલ કલ્ચરલ અને હેરિટેજ કમિટીના કામોને મંજૂરી આપવામા આવી છે.

રોડઝ એન્ડ બિલ્ડીંગ્ઝ કમિટી દ્વારા રજૂ થયેલ કામો પૈકી ઉત્તર પશ્ચિમ ઝોન, દક્ષિણ ઝોન, પૂર્વ ઝોન, ઉત્તર ઝોન, પશ્ચિમ ઝોન અને મધ્ય ઝોનના વિવિધ વોર્ડમાં જુદા જુદા પ્રકારના કામો જેવા કે ઓડિટોરીયમ હોલમાં ઓડીયો-વિડીયો સિસ્ટમ તેમજ સ્ટેજ લાઇટીંગ સિસ્ટમની ત્રણ વર્ષ માટે ઓપરેશન તેમજ કોમ્પ્રિહેન્સીવ મેઈન્ટેનન્સ સર્વિસ કોન્ટ્રકટનું કામ, કોલ્ડમીક્સ ઇન્જેક્શન પોટહોલ્સ રીપેરીંગ મશીન દ્વારા રોડનાં પેચવર્ક કરવાના કામો, જુદા જુદા રસ્તાઓ પર આવેલ બમ્પ, રીસરફેસ બમ્પ તેમજ નવા બનાવેલા બમ્પ ઉપર થર્મોપ્લાસ્ટીક પેઈન્ટ, કેટ આઈ, બમ્પ અહેડ સાઈન બોર્ડ, સી.આર બેઈઝ રોડ માર્કિંગ પેઈન્ટ વગેરે કામગીરી કરવાના કામો.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

આર.સી.સી. રોડ બનાવવા તથા પેવર બ્લોક લગાડવાના કામો, ઓપન પાર્ટી પ્લોટ / ક્લ્ચરલ સેન્ટર બનાવવાના કામ, ટોયલેટ બ્લોક, પબ્લીક યુરીનલ, પે એન્ડ યુઝ રીપેરીંગ તથા મેઈન્ટેનન્સ કરવાના કામો, સ્લમ ક્લીયરન્સ હાઉસિંગ બોર્ડમાં રીપેરીંગ કરવાના કામ, રોડ પર ફૂટપાથ તથા સેન્ટ્રલ વર્જ કરવાના કામ, મ્યુ.શાળાઓ તથા અર્બન હેલ્થ સેન્ટરમાં રીપેરીંગ, રીનોવેશન તથા જરૂરી અન્ય સુધારા વધારા કરવાના કામ, જુદા જુદા રસ્તા ઉપર મેન્ડેટરી, કોશનરી તથા ઈન્ફોર્મેટીવ પ્રકારના સાઈન બોર્ડ, બોલાર્ડ, ફ્લેક્સીબલ મીડિયન માર્કર તેમજ જુદા જુદા રસ્તાઓ ઉપર આવેલ જંકશનો ઉપર રેટ્રોરીફ્લેકટીવ પ્રકારના બાઈ લીન્ગુઅલ ડાયરેક્શન સાઈન બોર્ડ લગાવવાના કામ માટે કુલ રૂા. 1457 લાખથી વધુના કામોને મંજુરી આપવામાં આવી.

હેલ્થ એન્ડ સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ કમિટી દ્વારા રજૂ થયેલ વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટના પ્રોજેકટના કામમાં એજ્ન્સીની મળેલ રજુઆત અન્વયે કામગીરીની મુદત લંબાવવાના કામને મંજુરી આપવામાં આવી. રીક્રીએશનલ કલ્ચરલ એન્ડ હેરીટેજ કમિટી દ્વારા રજૂ કરવામાં આવેલ કામો પૈકી પૂર્વ, દક્ષિણ, દક્ષિણ પશ્ચિમ, મધ્ય અને ઉત્તરઝોનમાં જુદા જુદા વોર્ડોમાં જુદા જુદા પ્રકારના કામો જેવા કે Supply of tractor with trolly including four labours ના કામ માટે, Supply of saplings Of Tree Plants ના કામ માટે, ગાર્ડન ડેવલોપ કરવાના કામો અને ગાર્ડન રી-ડેવલોપ કરવાના કામ માટે કુલ મળી રૂ. 857 લાખથી વધુના કામોને મંજુરી આપવામાં આવી.

ઉપરાંત આજની કમિટીની મિટીંગમાં તાકીદના કામ તરીકે રજુ થયેલા વોટર સપ્લાય એન્ડ સુએજ કમિટી દ્વારા રજૂ કરવામાં આવેલ કામોમાં, ખારીક્ટ કેનાલના ડેવલપમેન્ટ યોજના અંતર્ગત પાંચ પેકેજ પૈકી પેકેજ-1 નરોડા સ્મશાન ગ્રૃહથી નવયુગ શાળા કેનાલ ક્રોસીંગ સુધી તથા પેકેજ-4 ઓઢવ ફાયર સ્ટેશનથી થોમસ અંગ્રેજી શાળા સુધી એમ કુલ-2 પેકેજોમાં પ્રીકાસ્ટ આર.સી.સી. બોક્ષની કેનાલ અને કાસ્ટ ઈન સીટુ સ્ટ્રોમ વોટર બોક્સનું કામ કરવા તથા પેકેજની 50% જેટલી લંબાઈમાં લીનીયર ગાર્ડન કરવાનું તથા આશરે 50% લંબાઇમાં પાર્કીંગ કરવાનું આયોજન કરવા સહિતના કામો માટે કુલ રૂ. 52,400 લાખથી વધુના કામોને મંજુરી આપવામાં આવી.

અમદાવાદ બોટાદ રેલ્વે લાઈન ઉપર ચાલતી ગેજ કન્વર્જનની કામગીરી અંતર્ગત લેવલ ક્રોસિંગ નં. 26 (મકરબા લેક) અન્ડરપાસ માટે એપ્રોચની કામગીરી અન્વયે એસ. જી. હાઈવે તરફ્ના એપ્રોચમાં નડતરરૂપ 2000 મી.મી. અને 1800 મી.મી. વ્યાસની સ્ટોર્મ વોટર ટ્રન્ક મેઈન લાઈનને હટાવી તેની જગ્યાએ નવું આર.સી.સી.બોક્સ/ ડકટ બનાવવાના કામ માટે રૂ. 99 લાખથી વધુના કામને મંજુરી આપવામાં આવી.

g clip-path="url(#clip0_868_265)">