AHMEDABAD: રક્ષાબંધન પર્વ પર AMTSને સવા બે લાખની થઈ આવક, જાણો કેટલા લોકોએ મુસાફરીનો લાભ લીધો

|

Aug 23, 2021 | 9:46 PM

રક્ષાબંધન પર્વ પર 20,400થી વધારે મહિલાઓ અને 4,100થી વધારે બાળકોએ મુસાફરી કરતા AMTSને સવા બે લાખની આવક થઈ હતી. 

AHMEDABAD: રક્ષાબંધન પર્વ પર  AMTSને સવા બે લાખની થઈ આવક, જાણો કેટલા લોકોએ મુસાફરીનો લાભ લીધો
AMTS

Follow us on

એએમટીએસ(AMTS) દ્વારા રક્ષાબંધનના (Rakshabandhan) પવિત્ર તહેવારના દિવસે બહેનો પોતાના ભાઈને રાખડી બાંધવા માટે જઈ શકે તેવા આશયથી ફકત રૂ.10માં મહિલા પેસેન્જરોને મનપસંદ યાત્રાની સુવિધા આપવામાં આવે છે. જેમાં આ વર્ષે પણ સુવિધા આપતા રક્ષાબંધનના દિવસે શહેરની 20 હજાર કરતાં વધુ મહિલા પેસેન્જરોએ AMTSની રૂ .10ની ટિકિટનો લાભ મેળવ્યો હતો.

 

રક્ષાબંધનના દિવસે રવિવાર હતો અને રવિવારે મહિલા મનપસંદ ટિકિટનો દર રૂ.15 હોય છે. પરંતુ AMTS દ્વારા રૂ.15ના 10 કરીને રક્ષાબંધન નિમિતે મહિલાઓને ખાસ લાભ આપ્યો હતો. જ્યારે બાળકો માટે રૂ.5ની ટિકિટ રાખવામાં આવી હતી. સવારના છ વાગ્યાથી રાતના દસ વાગ્યા સુધી મહિલાઓ અને બાળકોએ મનપસંદ ટિકિટનો લાભ લીધો હતો. જેમાં આ વર્ષે રક્ષાબંધન પર્વ પર 20,400થી વધારે મહિલા અને 4,100થી વધારે બાળકોએ મુસાફરી કરતા AMTSને સવા બે લાખની આવક થઈ હતી.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

 

 

જો વર્ષ પ્રમાણે મુસાફરોની સંખ્યા અને આવક જોઈએ તો…

2019ની રક્ષાબંધને સૌથી વધુ 36,444 મહિલાઓ અને ઘણા બાળકોએ આ યોજનાનો લાભ લીધો. તે વર્ષે કોરોના નહોતો એટલે મોટા પ્રમાણમાં મહિલાએ બાળકો સહિત એએમટીએસની મુસાફરીનો આનંદ માણ્યો હતો. વર્ષ 2018ની રક્ષાબંધનમાં 34,908 મહિલાઓ અને 7,976 બાળકોએ એએમટીએસ તંત્રની ખાસ યોજનાનો લાભ લીધો હતો. 2020 અને 2,15,178 મહિલા મુસાફર લાભ લીધો તો 2021માં 20,402 મહિલાઓ અને 4,192 બાળકોએ મુસાફરીનો લાભ લીધો.

 

આમ દર વર્ષની સરખામણીએ આ વર્ષે ઓછી આવક થઈ અને ઓછા મુસાફરોએ લાભ લીધો. જોકે ગત વર્ષ કરતા આ વર્ષે વધુ મુસાફરોએ લાભ લેતા AMTSને વધુ આવક થઈ હતી અને તેમાં પણ રવિવારના દિવસે રક્ષાબંધન હોવાને લઈને AMTSને તેનો લાભ પણ મળ્યો હતો. જેના કારણે ગત વર્ષ કરતા ચાલુ વર્ષે સંખ્યામાં વધારો નોંધાયો હતો.

 

મહત્વનું છે કે હાલમાં કોરોનાનો સમયગાળો ચાલી રહ્યો છે. જેના કારણે SOP સાથે તમામ વ્યવસ્થા કરવામાં આવી હતી. જોકે તે જ કોરોનાને કારણે AMTSએ જેટલું ધાર્યું હતું તેટલા લોકોએ મુસાફરી કરી નથી પણ ગત વર્ષ કરતા વધુ મુસાફરી અને આવક નોંધાતા AMTSની તિજોરીને ગત વર્ષ કરતા વધુ લાભ થયો હતો.

 

આ પણ વાંચો: TAPI : ઉકાઈ ડેમની જળસપાટીમાં વધારો, છેલ્લા બે દિવસમાં બે ફૂટ સપાટી વધી

 

આ પણ વાંચો: GUJARAT CORONA UPDATE : રાજ્યમાં 23 ઓગષ્ટે કોરોનાના નવા 14 કેસ, એક પણ મૃત્યુ નહીં, 5 લાખ લોકોનું રસીકરણ થયું

Next Article