Ahmedabad: પ્રિ-મોન્સૂન કામગીરીમાં AMCની લાલીયાવાડી, ચોમાસુ નજીક છતાં શહેરમાં અનેક રસ્તા બિસ્માર

|

May 24, 2022 | 6:29 PM

અમદાવાદ (Ahmedabad) શહેરમાં કુલ 211 જગ્યા પર વર્ષ દરમિયાન ખોદકામ કરવામાં આવ્યું હતું. જેમાંથી 159 જગ્યા પર કામ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. જ્યારે 52 જગ્યા પર હાલમાં કામ ચાલી રહ્યું છે.

Ahmedabad: પ્રિ-મોન્સૂન કામગીરીમાં AMCની લાલીયાવાડી, ચોમાસુ નજીક છતાં શહેરમાં અનેક રસ્તા બિસ્માર
AMC (File Image)

Follow us on

દર વર્ષે ચોમાસા (Monsoon) પહેલા લાખો રૂપિયાના ખર્ચે અમદાવાદ (Ahmedabad) મહાનગરપાલિકા દ્વારા પ્રિ-મોન્સુન પ્લાન બનાવાતો હોય છે પણ આ પ્લાન કામનો છે કે ફક્ત નામનો તેના પર સવાલ ઉઠ્યા છે. કારણ કે ચોમાસુ નજીક છે છતાં પણ ગુજરાતના (Gujarat) અનેક શહેરમાં રસ્તા બિમ્સાર છે. અનેક જગ્યાએ સમારકામ ચાલુ છે. ત્યારે પ્રશ્ન એ છે કે આ વખતે ચોમાસા દરિમયિાન લોકોને પડતી હાલાકીનું શું થશે. BPMC એકટ હેઠળ તમામ મહાનગરપાલિકાઓ દ્વારા 15 જૂન સુધીમાં પ્રિ-મોન્સૂન સંબંધિત કામગીરી પૂર્ણ કરવાની હોય છે, પરંતુ AMCએ પ્રિ-મોન્સૂન માટેની કામગીરીઓ પુરજોશમાં શરૂ કરી નથી.

અમદાવાદ શહેરમાં કુલ 211 જગ્યા પર વર્ષ દરમિયાન ખોદકામ કરવામાં આવ્યું હતું. જેમાંથી 159 જગ્યા પર કામ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. જ્યારે 52 જગ્યા પર હાલમાં કામ ચાલી રહ્યું છે. વરસાદ બાદ જ આ જગ્યા પર રોડ બનાવવામાં આવશે. ત્યારે અમદાવાદ શહેરમાં નાગરિકોને વરસાદ દરમિયાન ખરાબ રોડને કારણે હાલાકી પડવાનું નક્કી છે. કારણ કે નારોલથી નરોડા રૂટ પર માઈક્રોટનલિંગનું કામ ચાલી રહ્યું છે. નારોલથી ઈસનપુર સુધી ચાલી રહેલા છેલ્લા કેટલાયે મહિનાની કામગીરીથી સ્થાનિકો પરેશાન છે. માત્ર ડ્રેનેજ જ નહીં, પરંતુ સ્ટ્રોમ વોટરલાઈન, પીવાના પાણીની લાઈનો તેમજ ટોરેન્ટ પાવરના ખોદકામ બંધ ન થતાં રસ્તાની હાલત બિસ્માર બની છે.

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ

ઠેર ઠેર ખોદકામને લઈ વિપક્ષે કોર્પોરેશનના સત્તાધીશો સામે સવાલ ઉઠાવ્યા અને કહ્યું કે વરસાદ નજીક આવતા તંત્ર ઘોર નિંદ્રામાંથી જાગ્યું છે. જે કામ ત્રણ મહિના પહેલા થવું જોઈએ તે હજી થયું નથી. વરસાદ સમયે ખોદકામ એ કોર્પોરેશનની નિષ્ફળતા દર્શાવે છે તો બીજી કોર્પોરેશનના ડેપ્યુટી કમિશનરે કહ્યું કે ચોમાસાને ધ્યાનમાં રાખીને કોર્પોરેશન દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે અને આગામી 15 જૂન પહેલા તમામ કામ પૂર્ણ કરી દેવામાં આવશે તેવો દાવો કર્યો છે. ગુજરાતમાં હવે વરસાદ ગમે ત્યારે આવી શકે છે. છતાં અમદાવાદમાં ખોદકામ પૂર્ણ થતું નથી. ત્યારે ચાલું ખોદકામના સમયે જો વરસાદ આવશે તો સ્માર્ટ સિટી, બેહાલ બની જશે અને કોર્પોરેશનના વાંકે નિર્દોષ નાગરીકોને ભોગવવાનો વારો આવશે.

Next Article