Ahmedabad: અમદાવાદીઓના છેડચોક નિયમભંગથી સાબરમતી થઈ રહી છે પ્રદૂષિત

|

Oct 30, 2022 | 9:43 AM

મહાનગર પાલિકા  (AMC) દ્વારા સિક્યુરિટી ગાર્ડ મૂકવામાં આવ્યા છે જેઓ  લોકોને કચરો નાખતા અટકાવે છે  કેનાલ પર તેમજ  નદી પર આવેલા વિવિધ બ્રિજ ઉપર પણ સિક્યોરિટી ગાર્ડ ઉભા કરી દેવામાં આવ્યા હતા. જોકે  ડ્યૂટી કરી રહેલા  સિક્યુરિટી ગાર્ડનું પણ કહેવું છે કે વારંવાર ના કહેવા છતાં પણ લોકો  નદીમાં જ આડેધડ કચરો નાખી રહ્યા છે.

Ahmedabad: અમદાવાદીઓના છેડચોક નિયમભંગથી સાબરમતી થઈ રહી છે પ્રદૂષિત
નદીમાં લોકો કચરો ન નાખે તે માટે સિક્યૂરિટી ગાર્ડ કરી રહ્યા છે ડ્યૂટી

Follow us on

અમદાવાદની શાન અને જીવાદોરી એટલે સાબરમતી નદી જે અમદાવાદની આગવી ઓળખ છે અને તેની બંને બાજુ વિકસિત કરવામાં આવેલો રિવર ફ્રન્ટ અમદાવાદના લોકોનું તેમજ  બહારથી આવતા લોકો માટે ફરવા જવાનું પ્રિય સ્થાન છે.  ત્યારે વિંટબણા એ છે કે આપણામાંથી જ કેટલાક લોકો આ  નદીને કચરો ફેંકીને ગંદી કરી રહ્યા છે અને નદી પ્રદૂષિત બની રહી છે.  જેના માટે જવાબદાર બીજું કોઈ નહીં પણ આપણામાંના જ કેટલાક લોકો છે જેઓ નદીમાં પૂજાપા સહિત જાત-ભાતની વસ્તુઓ અને કચરો નાખીને સાબરમતી નદીને મેલી કરી રહ્યા છે.  લોકો સાબરમતી નદીમાં કચરો નાખીને તેને પ્રદુષિત કરી રહ્યા છે, કોઈ કચરો પધરાવે છે તો કોઈ પૂજાના ફૂલ સહિતની સામગ્રી અમદાવાદ  મહાનગરપાલિકા તરફથી કહેવામાં આવ્યું છે કે નદીમાં કોઈએ કચરો કે પૂજાની સામગ્ર નાખવી નહીં, છતાં લોકો નિયમોનું છડેચોક ઉલ્લંઘન કરે છે.

સિક્યુરિટી ગાર્ડની સૂચના નથી માનતા લોકો

અમદાવાદની જીવાદોરી અને શહેરની શાન ગણાતી એવી સાબરમતી નદીને સાચવવાને બદલે આપણે જ તને પ્રદુષિત કરી રહ્યા છે અને લોકો ફક્ત નદીથી જ નથી અટકતા પરંતુ  ગાંધીનગર અમદાવાદ હાઇવે પર આવેલી નર્મદા કેનાલમાં પણ કચરો ઠાલવતા હોય છે.  આ કેનાલમાં કોઈ કચરો ન નાખે તે માટે જાળી લગાવવામાં આવી છે છતાં પણ લોકો જાળીમાં હાથ નાખીને કચરો પાણીમાં પધરાવે છે.   જોકે આ અંગેની જાણ મહાનગર પાલિકાને થતા  મહાનગર પાલિકા  દ્વારા  સિક્યુરિટી ગાર્ડ મૂકવામાં આવ્યા છે જેઓ  લોકોને કચરો નાખતા અટકાવે છે  કેનાલ પર તેમજ  નદી પર આવેલા વિવિધ બ્રિજ ઉપર પણ સિક્યોરિટી ગાર્ડ ઉભા કરી દેવામાં આવ્યા હતા. જોકે   ડ્યૂટી કરી રહેલા  સિક્યુરિટી ગાર્ડનું પણ કહેવું છે કે વારંવાર ના કહેવા છતાં પણ લોકો  નદીમાં જ આડેધડ કચરો નાખી રહ્યા છે.

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ

લોકો સારી રીતે જાણે છે કે નદીમાં કચરો નાખવાથી નદી પ્રદુષિત થશે, છતાં પણ લોકો આવું જાણી જોઈને કરે છે, તે શરમજનક બાબત ચોક્કસ છે. સાબરમતી નદી આપણી ધરોહર સમાન છે અને તને સાચવવાની અને તેનું જતન કરવાની જવાબદારી પણ આપણી જ છ. જોકે  એવું નથી કે બધા જ લોકો આવું કરે છે. અમુક લોકો નિયમોનું પાલન કરીને બ્રિજ પર જ કચરો મૂકે છે. બ્રિજ પર એકત્ર થયેલો આ કચરો મનપાના સફાઈકર્મીઓ ઉપાડી લે છે. જેથી  બ્રિજ ઉપરના વોક વેમાં પણ  કચરો ન રહે

Next Article