Ahmedabad: વંશ વેલો વધારવા કુંવારી મહિલાને પ્રેમજાળમાં ફસાવી આચર્યું દુષ્કર્મ, પરિવારે પણ આરોપીને આપ્યો સાથ, હવે જેલમાં ઘકેલાયો

|

Jul 09, 2022 | 12:24 PM

2018માં મહેન્દ્ર અને મહિલા એકબીજાના સંપર્કમાં આવ્યા હતા. જે પછી 2020માં કોરોનાકાળના (Corona) સમયમાં મહેન્દ્રએ મહિલા પાસેથી વંશ વેલો વધારવાનું ષડ્યંત્ર રચ્યું હતુ.

Ahmedabad: વંશ વેલો વધારવા કુંવારી મહિલાને પ્રેમજાળમાં ફસાવી આચર્યું દુષ્કર્મ, પરિવારે પણ આરોપીને આપ્યો સાથ, હવે જેલમાં ઘકેલાયો
મહિલાને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચરનાર આરોપીની ધરપકડ

Follow us on

અમદાવાદના (Ahmedabad) મણિનગરમાં એક સંતાનના પિતાએ અપરણિત હોવાનું કહીને મહિલા સાથે દુષ્કર્મ (Rape) આચર્યું. ટ્રાવેલ્સનો ધંધો કરતા વ્યક્તિએ વંશ વેલો વધારવા પુત્ર માટે મહિલાને પ્રેમજાળમાં ફસાવી અને અશ્લીલ વિડીઓ બનાવીને લગ્નના નામે દહેજનું કહીને પૈસા પડાવ્યા હતા. જે પછી મહિલાએ આ અંગે પોલીસમાં ફરિયાદ (Police Complaint) કરી હતી. પોલીસે ફરિયાદના આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. પોલીસે આરોપીની સામે કાયદાકીય કાર્યવાહી શરુ કરી છે.

મહિલા વર્ષ 2018માં આરોપી સાથે સંપર્કમાં આવી

અમદાવાદ પોલીસે આરોપી મહેન્દ્ર રાજપૂત અને તેની માતા કલ્પના રાજપૂતની ધરપકડ કરી છે. આરોપી મહેન્દ્ર એક દીકરીનો પિતા છે. આરોપી મહેન્દ્રની પત્ની બીજું સંતાન આપી નહિ શક્તિ હોવાથી મહેન્દ્ર રાજપૂતે પુત્ર પ્રાપ્તિ માટે કુંવારી યુવતીને પ્રેમજાળમાં ફસાવીને દુષ્કર્મ આચર્યું હતુ. ઘટના એવી છે કે મણિનગરમાં રહેતી અપરણિત મહિલા પોતાના પિતા સાથે રહેતી હતી. બ્રહ્માકુમારી સંસ્થા સાથે જોડાયેલી આ મહિલાને સંસ્થાના કામથી માઉન્ટ આબુ જવાનું થતું હોય છે. જેથી 2018માં આરોપી મહેન્દ્ર રાજપૂત આ મહિલાના સંપર્કમાં આવ્યો હતો.

અપરણિત હોવાનું કહી મહિલાને ફસાવી

ટ્રાવેલ્સનો ધંધો કરતા મહેન્દ્ર પોતાની ગાડીમાં મહિલા અને તેના પિતાને લઈ જતો હતો અને ત્યાર બાદ મહિલાના પિતા સાથે આત્મીયતા કેળવીને પરિવારના સભ્ય બની ગયો હતો. મહેન્દ્રએ એક સંતાનનો પિતા હોવા છતાં અપરણિત કહીને મહિલાને પ્રેમજાળમાં ફસાવી હતી. બાદમાં આરોપીએ આ મહિલા સાથે દુષ્કર્મ આચર્યું હતુ. જો કે બાદમાં મહિલાને પરણિત હોવાનું ખબર પડતાં તેણે તેની સાથે સંબધ તોડી નાખ્યો હતો. જો કે તે પછી આરોપી મહેન્દ્ર અને તેના પરિવારજનો મહિલા સાથે સબંધ રાખવા દબાણ કરતા હોવાથી મહિલાએ ફરિયાદ નોંધાવી હતી.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

લગ્નની લાલચ આપી આચર્યુ દુષ્કર્મ

2018માં મહેન્દ્ર અને મહિલા એકબીજાના સંપર્કમાં આવ્યા હતા. જે પછી 2020માં કોરોનાકાળના સમયમાં મહેન્દ્રએ મહિલા પાસેથી વંશ વેલો વધારવાનું ષડ્યંત્ર રચ્યું હતુ. આરોપીએ મહિલા તેમજ તેના પિતાને મદદ કરવાનું શરૂ કર્યું. હોસ્પિટલ અને ઘરની દરેક મદદ કરવાના બહાને આરોપી મહિલાના ઘરે અવર જવર કરતો હતો. એક દિવસ મહિલાને એકલતામાં જોઈને તેની સાથે પ્રેમ થયાનું જણાવીને આરોપીએ તેને ફસાવી. જે પછી મહિલાના એકલાપણાનો ફાયદો ઉઠાવીને પ્રેમજાળમાં ફસાવી હતી અને લગ્નની લાલચ આપીને દુષ્કર્મ આચર્યું હતુ. સાથે જ મહિલાના પિતા પાસેથી કાર અને રોકડ સહિત 4 લાખનું દહેજ પણ મેળવ્યુ હતુ.

પોલીસે માતા અને પુત્રની ધરપકડ કરી

બાદમાં આરોપી મહેન્દ્રએ અંગત પળોના ફોટો અને વીડિયો બનાવીને મહિલાને બીજી પત્ની સાથે રહેવા માટે બ્લેકમેઇલિંગ પણ શરૂ કર્યું. એટલું જ નહીં આ કાવતરામાં મહેન્દ્ર તેની પત્ની સુમિત્રા અને માતા કલ્પનાબેન પણ સંડોવાયેલા હોવાનું મહિલાને ધ્યાનમાં આવતા મણિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. જે પછી પોલીસે માતા અને પુત્રની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે. પોતાના સ્વાર્થ માટે એક નિર્દોષ મહિલાની જિંદગી બરબાદ કરી નાખનાર પરિવાર જેલના સળિયા પાછળ ધકેલાયો છે..મણિનગર પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે..

Next Article