AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad : દિવાળી પૂર્વે એસીબીએ નારણપુરા પોલીસ સ્ટેશનના કર્મીને લાંચ લેતા ઝડપ્યો

દિવાળી(Diwali 2022) આવતા જ એસીબી(ACB)પણ સક્રિય થયું છે. જેમાં તોડ કરી લાંચ લેનાર એક પોલીસ કર્મીને ઝડપી લેવાયો છે. આ આરોપીએ દારૂનો કેસ ન કરવા 5 લાખ માંગ્યા હતા.જો કે રકઝક બાદ 2.25 લાખ નક્કી કરી એક લાખ લેતા જ અમદાવાદમાં(Ahmedabad) એસીબીએ ઝડપી પાડ્યો હતો. જે પાનના ગલ્લાવાળાના ત્યાં રૂપિયા મુક્યા હતા તેની પણ એસીબીએ ધરપકડ કરી છે

Ahmedabad : દિવાળી પૂર્વે એસીબીએ નારણપુરા પોલીસ સ્ટેશનના કર્મીને લાંચ લેતા ઝડપ્યો
Gujarat AcbImage Credit source: File Image
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 14, 2022 | 5:36 PM
Share

દિવાળી(Diwali 2022) આવતા જ એસીબી(ACB)પણ સક્રિય થયું છે. જેમાં તોડ કરી લાંચ લેનાર એક પોલીસ કર્મીને ઝડપી લેવાયો છે. આ આરોપીએ દારૂનો કેસ ન કરવા 5 લાખ માંગ્યા હતા.જો કે રકઝક બાદ 2.25 લાખ નક્કી કરી એક લાખ લેતા જ અમદાવાદમાં(Ahmedabad) એસીબીએ ઝડપી પાડ્યો હતો. જે પાનના ગલ્લાવાળાના ત્યાં રૂપિયા મુક્યા હતા તેની પણ એસીબીએ ધરપકડ કરી છે.આ પોલીસ કર્મી હાલ એસીબીના હાથે ઝડપાઇ ચુક્યો છે. એસીબીને માહિતી મળી હતી કે નારણપુરા પોલીસ સ્ટેશનનો કર્મચારી લાંચની માગ કરી રહ્યો છે. જે માહિતી આધારે એસીબીની ટીમે પ્રકાશ અમૃતભાઈ રબારી નામના નારણપુરા પોલીસ મથકના પોલીસ કોન્સ્ટેબલ અને તેની સાથે ના પ્રાઇવેટ માણસ ભરતભાઈ ચંપકલાલ પટેલની ધરપકડ કરી હતી.એસીબીએ તપાસ કરતા સામે આવ્યું કે ફરિયાદીએ અસારવા, શાહીબાગ ખાતેથી તેમના કાકાને પાર્સલ લેવા માટે મોકલી આપ્યા હતા. જે પાર્સલમાં બે પેટી દારૂ હોવાનું ફરિયાદીએ તેઓના કાકાને જણાવેલ. જેથી ફરીયાદીના કાકા શાહીબાગ ખાતેથી રિક્ષામાં પાર્સલ લઈને જતા હતા. જે સમય દરમિયાન શાસ્ત્રીનગર ખાતે પોલીસ કર્મચારીઓએ રિક્ષા રોકેલ અને રીક્ષાને ફૂટબોલ ગ્રાઉન્ડ, શાસ્ત્રીનગરમાં મૂકી દીધેલ.

પાન પાર્લરની દુકાનના ડ્રોવરમાં લાંચની રકમ મૂકી હોવાથી તેની પણ ધરપકડ કરાઈ

જે રિક્ષામાં રહેલ દારૂની બે પેટીનો કેસ નહીં કરવા સારું આરોપી પોલીસ કોન્સ્ટેબલે 5 લાખ માંગ્યા હતા. અને રકઝકના અંતે 2.25 લાખ રૂપિયા લાંચ ની રકમ નક્કી કરી હતી. ગઈકાલે નારણપુરા અંકુર રોડ પર આરોપીઓ 1 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાઇ ગયા હતા. જેમાં આરોપીઓએ 1 લાખ લઈ લીધા બાદ બાકીના રૂપિયા 1.25 લાખ બે દિવસ પછી આપવા માટે જણાવ્યું હતું. પરંતુ ફરીયાદી લાંચની રકમ આપવા માંગતા ના હોવાથી એસીબીનો સંપર્ક કરી ફરીયાદ આપતા ફરિયાદીની ફરિયાદના આધારે લાંચનુ છટકુ ગોઠવ્યુ હતું. જેમાં પોલીસ કોન્સ્ટેબલએ લાંચના રૂપિયા એક લાખ સ્વીકારતા જ ઝડપી પાડ્યો..ગુજરાત હાઉસિંગ બોર્ડ કોમ્પલેક્ષમાં રહેલ એપેક્ષ પાન પાર્લરના માલિકને આ રૂપિયા આપતા તેણે પાન પાર્લરની દુકાનના ડ્રોવરમાં લાંચની રકમ મૂકી હોવાથી તેની પણ ધરપકડ કરાઈ…

સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ એક હેડ કોન્સ્ટેબલ અને બે પોલીસ કોન્સ્ટેબલ એમ કુલ ત્રણ લોકોએ બુટલેગર ને પકડ્યો હતો અને 1 લાખ લઈ બીજા પૈસા નો હવાલો પ્રકાશ રબારી ને આપ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. સાથે જ આ ત્રણ કર્મચારીઓ હાલ માં રજા ઉપર ઉતરી ગયા હોવાની પણ ચર્ચા ચાલી છે..ત્યારે આ પૈસામાં કોનો કેટલો ભાગ હતો એ આગામી તપાસમાં સામે આવશે.

(With Input, Mihir Soni, Ahmedabad) 

ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
g clip-path="url(#clip0_868_265)">