Ahmedabad: વસ્ત્રાલમાં ગરબાના સ્ટેપ ભૂલી જતા યુવકને 4 લોકોએ મળીને માર્યો માર, યુવકે નોંધાવી ફરિયાદ

|

Oct 06, 2022 | 4:16 PM

Ahmedabad: વસ્ત્રાલમાં શિવમ એપાર્ટમેન્ટમાં રહેતા રાહુલ બારોટ નામના યુવકે તેની જ સોસાયટીમાં રહેતા મિહિર સહિત 4 લોકો સામે માર મારવાની ફરિયાદ નોંધાવી છે. રાહુલનો આરોપ છે મિહિર અને તેના મિત્રોએ ગરબા રમતી વખતે સ્ટેપ ભૂલી જતા તેને પાઈપ વડે માર માર્યો અને અપશબ્દો કહ્યા હતા.

Ahmedabad: વસ્ત્રાલમાં ગરબાના સ્ટેપ ભૂલી જતા યુવકને 4 લોકોએ મળીને માર્યો માર, યુવકે નોંધાવી ફરિયાદ
File Image

Follow us on

અમદાવાદ (Ahmedabad) માં વસ્ત્રાલ (Vastral)માં એક યુવકે ગરબાના ખોટા સ્ટેપ કરતા તેને માર મારવા (Assaulted)માં આવ્યો હોવાની ફરિયાદ નોંધાવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર વસ્ત્રાલમાં રહેતા 25 વર્ષિય રાહુલ બારોટે રામોલ પોલીસ સ્ટેશનમાં તેની પડોશમાં રહેતા 4 લોકો સામે માર મારવા અને અપશબ્દો બોલવાની ફરિયાદ નોંધાવી છે. ગરબા રમતી વખતે યુવક ગરબા (Garba)ના સ્ટેપ્સ ભૂલી જતા તેની પડોશમાં રહેતા 4 લોકોએ માર માર્યો હતો. ફરિયાદી રાહુલ બારોટ વસ્ત્રાલ વિસ્તારમાં આવેલા શિવમ એપાર્ટમેન્ટમાં રહે છે અને તેની સાથે થયેલી મારામારી બાબતે રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

ગરબાના સ્ટેપ્સ ન આવડતા માર મારવાની ફરિયાદ

રાહુલે જણાવ્યુ કે તે તેની સોસાયટીમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યુ છે. રાહુલ ત્યાં ગરબા રમી રહ્યો હતો, ત્યારે તેની જ પડોશમાં રહેતો મિહિર નામનો વ્યક્તિ તેની પાસે આવી તેને કહેવા લાગ્યો હતો કે તે બરાબર નથી રમી રહ્યો. ત્યારે રાહુલ બારોટે જણાવ્યુ કે તેને બરાબર રમતા ફાવતુ નથી. આ સાંભળી મિહિરે તેને કહ્યું કે તને રમતા નથી આવડતુ તો તે અહીં શું કરી રહ્યો છે. આવુ કહી મિહિરે તેને અપશબ્દો કહ્યા હતા અને રમતા ન આવડતુ ન હોય તો રમવુ જ ન જોઈએ. તેવુ સંભળાવ્યુ હતુ. રાહુલનો આરોપ છે કે મિહિર તેની સાથે ગરબા રમવા બાબતે પહેલા બોલાચાલી કરી હતી અને બાદમાં હાથ ચાલાકી કરવા લાગ્યો હતો. ધીમે ધીમે આ બોલાચાલી મારામારીમાં પરિણમી હતી.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

મિહિરે તેના 3 મિત્રોને બોલાવી પાઈપ વડે માર્યો માર

ગરબા રમવા બાબતે થયેલી બોલાચાલીએ મારામારીનું સ્વરૂપ લીધુ હતુ અને મિહિરે તેને માર માર્યો હતો. મિહિરે તેના ત્રણ મિત્રોને પણ બોલાવ્યા હતા અને ચારેયે મળીને રાહુલને માર માર્યો હોવાની રાહુલ બારોટે ફરિયાદ નોંધાવી છે. રાહુલનો આરોપ છે કે સૌપ્રથમ મિહિરે તેના પેટના ભાગે ફેંટ મારી હતી અને પાઈપ વડે માર માર્યો હતો. ત્યારબાદ સોસાયટીના કોઈ રહિશે તેને બચાવ્યો હતો. ત્યારબાદ રાહુલે મિહિર સહિત 4 લોકો સામે માર મારવાની ફરિયાદ નોંધાવી છે.

Published On - 10:28 pm, Tue, 4 October 22

Next Article