Ahmedabad : એક ટ્વીટથી નિરાધાર વૃદ્ધને મળ્યો આશરો, જિલ્લા અધિક કલેકટરે સંવેદના દાખવી નિરાધાર વૃદ્ધને કરી મદદ

Ahmedabad : સોશિયલ મીડિયાનો ઉપયોગ જો યોગ્ય રીતે કરવામાં આવે તો કોઈપણ જરૂરિયાતમંદ વ્યક્તિની મદદ ગણતરીની મિનિટોમાં જ થઈ શકે છે. અને આવું જ કંઈક બન્યું અમદાવાદના એક નિરાધાર વૃદ્ધ સાથે.

Ahmedabad : એક ટ્વીટથી નિરાધાર વૃદ્ધને મળ્યો આશરો, જિલ્લા અધિક કલેકટરે સંવેદના દાખવી નિરાધાર વૃદ્ધને કરી મદદ
નિરાધાર વૃદ્ધને મળ્યો આશરો
Follow Us:
Pratik jadav
| Edited By: | Updated on: Jun 01, 2021 | 6:07 PM

Ahmedabad : સોશિયલ મીડિયાનો ઉપયોગ જો યોગ્ય રીતે કરવામાં આવે તો કોઈપણ જરૂરિયાતમંદ વ્યક્તિની મદદ ગણતરીની મિનિટોમાં જ થઈ શકે છે. અને આવું જ કંઈક બન્યું અમદાવાદના એક નિરાધાર વૃદ્ધ સાથે.

ટ્વીટર પર અમદાવાદના એક જાગૃત નાગરિકે ટ્વીટ કર્યું કે અમદાવાદ શહેરમાં એક વૃધ્ધ ,નિરાધાર, દિવ્યાંગ વ્યક્તિ અત્યંત લાચાર પરિસ્થિતીમાં પીડાઈ રહ્યા છે. અને તે દૈનિક ક્રિયાઓ પણ જાતે કરી શકતા નથી. જેને કારણે વૃધ્ધજન એક જગ્યાએ પડી રહેવાના કારણે ગંદકીની હાલતમાં સબડી રહ્યા હતા.

બસ આ ટ્વીટ જોઈને અમદાવાદ જિલ્લા અધિક કલેકટર હર્ષદ વોરાએ વૃદ્ધનું લોકેશન માંગ્યું. અને લોકેશન મળતા વૃદ્ધને બનતી તમામ મદદ કરવા માટે અધિકારીઓને આદેશ આપ્યા. અધિક કલેકટરના આદેશ બાદ જિલ્લા સમાજ સુરક્ષા વિભાગની ટીમ વૃદ્ધના ઘરે ગણતરીની મિનિટોમાં જ પહોંચી ગઈ. અને વૃદ્ધના ઘરે પહોંચેલી સમાજ સુરક્ષા વિભાગની ટીમ વૃદ્ધની હાલત જોઈ શોકની સ્થિતિમાં મુકાઈ ગઈ.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

સમાજ સુરક્ષા વિભાગની ટીમે તુરંત જ જિલ્લા અધિક કલેકટરને રિપોર્ટ આપ્યો કે વૃદ્ધનો એક પગ કપાયેલી હાલતમાં છે. અને દિવ્યાંગ ભરતભાઈ અત્યંત જીર્ણ-શીર્ણ હાલતમાં એક ખૂણામાં પડી રહ્યા છે. તેમને ન કોઈ સાથ છે ન કોઈનો સંગાથ. દિવ્યાંગ હોવાને કારણે વૃદ્ધ કૂદરતી ક્રિયાઓ ત્યાંજ કરી હોવાને કારણે ગંદકીથી ખદબદતી જગ્યાએ કણસી રહ્યા છે.

આ સાંભળી તુરંત જ જિલ્લા અધિક કલેકટર હર્ષદ વોરાએ ટીમને આદેશ આપ્યા કે આ વૃદ્ધને તુરંત જ જરૂરી સારવાર કરાવી આશ્રય ગૃહમાં લઈ આવો. અધિક કલેકટરના આદેશ બાદ તુરંત જ ટીમ દ્વારા વૃદ્ધને ઓઢવ આશ્રય ગૃહમાં આશરો આપવામાં આવ્યો.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">