Ahmedabad: ચાંદખેડામાં એક વેપારીને જન્મ દિવસે જ મોતને ઘાટ ઉતારનાર મિત્રની ધરપકડ કરાઈ

|

Jun 04, 2022 | 5:36 PM

ધંધા માટે લીધેલા 4 કરોડની લેતીદેતીમાં હત્યા (Murder) કરાઈ હોવાનું સામે આવ્યું છે. મૃતકે રૂપિયા પરત કરવામાં વિલંબ કરતા જ તેના જન્મદિવસે મિત્રએ જ મિત્રની હત્યા કરી નાખી.

Ahmedabad: ચાંદખેડામાં એક વેપારીને જન્મ દિવસે જ મોતને ઘાટ ઉતારનાર મિત્રની ધરપકડ કરાઈ
મિત્ર જ બન્યો હત્યારો

Follow us on

Ahmedabad: ચાંદખેડામાં (Chandkheda) તપોવન સર્કલ નજીક દ્વારકેશ રેડિયન્સ સ્કીમમાં પૈસાની ઉઘરાણી કરવા આવેલો મિત્ર વેપારીની હત્યા (Murder) કરીને ફરાર થઇ ગયો હોવાની ઘટના સામે આવી હતી. આ બિલ્ડીંગમાં વેલ્ટોસા પ્રાઇવેટ લિમિટેડ કંપનીના માલિક કમલેશ પટેલનો 30 મેં ના રોજ જન્મદિવસ હતો. કમલેશભાઈ પોતાની ઓફિસમાં હતા, ત્યારે ભદ્રેશ પટેલ નામનો વ્યક્તિ રૂપિયા 4 કરોડની ઉઘરાણી કરવા આવ્યો હતો. અને કમલેશ ભાઈને કંપનીના કર્મચારીની હાજરીમાં મૂઢ માર માર્યો હતો. કમલેશભાઈ બેભાન થઈ જતા તેમને કંપનીના કર્મચારીઓ હોસ્પિટલમાં લઈ જતા ડૉક્ટરએ મૃત જાહેર કર્યા હતા. જે ઘટનામાં ચાંદખેડા પોલીસે ભદ્રેશ પટેલ નામના વ્યક્તિ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી ધરપકડ કરી.

મૃતક કમલેશ પટેલ અને ભદ્રેશ પટેલ બન્ને 10 વર્ષથી એકબીજાના પરિચયમાં હતા. અને સારા મિત્રો હતા. ભદ્રેશ પટેલ કન્સ્ટ્રકશનની સાથે ફાયનાન્સનો પણ ધંધો કરતો હતો. જેથી છેલ્લા 7 વર્ષથી કમલેશભાઈ અને ભદ્રેશ વચ્ચે ધંધા માટે નાણાંકીય વ્યવહાર ચાલતો હતો.  રેડિયન્સ સ્કીમમાં ભદ્રેશ પટેલની દુકાન ભાડે રાખીને કમલેશભાઈએ જાન્યુઆરી 2022માં વેલ્ટોસા કપની શરૂ કરી હતી. અને રૂપિયા 2 લાખ ભાડું પણ ચૂકવતા હતા. આરોપી ભદ્રેશ પટેલ પાસેથી ધંધા માટે કમલેશભાઈ 6 કરોડ ઉછીના લીધા હતા. 4 કરોડ ચૂકવી દીધા હતા. જ્યારે 2 કરોડને લઈને ભદ્રેશ ઉઘરાણી કરતો હતો. મારી નાખવાની ધમકી પણ આપતો હોવાનો ખુલાસો તપાસમાં થયો છે.

હત્યાના દિવસે એટલે કે 30 મેંના રોજ કમલેશભાઈ પોતાના પરિવાર સાથે બર્થડે સેલિબ્રેશન કરવાના હતા. તે પહેલાં જ મિત્ર ભદ્રેશએ મોતની ગિફ્ટ આપી દીધી. હાલમાં ચાંદખેડા પોલીસે હત્યા કેસમાં આરોપી મિત્રની ધરપકડ કરી રિમાન્ડ મેળવી કારણ ના મૂળ સુધી પહોંચવા તપાસ હાથ ધરી છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

વેજલપુરમાં માતાએ જ પોતાના સંતાનની કરી હત્યા

તો શહેરમાં જ બનેલા અન્ય એક હત્યાના બનાવમાં વેજલપુરમાં (Vejalpur) એક અજીબ કિસ્સો સામે આવ્યો. જેમાં એક ભાઈની તેના ભાઈ-બહેન અને માતાએ હત્યા કરી નાખી. જે ગુનામાં વેજલપુર પોલીસે (Police) હત્યારા ભાઈ, બહેન અને માતાની ધરપકડ કરી લીધી છે. ત્રણેય આરોપીઓમાં ભાઈ મહંમદસાન શેખ, ખાતુનબીબી શેખ માતા અને રેશમા બાનુ પઠાણ બહેન. આ ત્રણેયએ ભેગા મળીને 36 વર્ષીય ઈર્શાદ નામના ભાઈની હત્યાની અંજામ આપ્યો છે. જે હત્યાના કેસમાં (Murder Case) પકડાયેલા આરોપીમાં મૃતકનો સગો ભાઈ અને બહેન અને ખુદ માતા છે.

Next Article