અમદાવાદ : મેમ્કો બ્રિજ નજીક લાકડાના ગોડાઉનમાં આગ, 6 કલાકની જહેમત બાદ આગ કાબૂમાં
મેમ્કો બ્રિજ નીચેના લાકડાના ગોડાઉનમાં લાગેલી ભીષણ આગને પગલે ફાયર બ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. ફાયર બ્રિગેડની ટીમને પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લેવા માટે ભારે જહેમત ઉઠાવવી પડી.
અમદાવાદના (Ahmedabad) મેમ્કો બ્રિજ (Memco Bridge) નીચે આવેલા અંબિકા એસ્ટેટમાં લાકડાના ગોડાઉનમાં ભીષણ આગ (Fire) લાગવાનો બનાવ બન્યો છે. અચાનક લાગેલી આગના પગલે ફાયર બ્રિગેડની (Fire brigade) નાની મોટી 16 જેટલી ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ. 60થી વધુ ફાયર બ્રિગેડના જવાનો દ્વારા અલગ-અલગ તરફથી પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લેવાના પ્રયત્નો કરવામાં આવ્યો. લગભગ 6 કલાક સુધી આગ બુઝાવવાની કામગીરી ફાયર બ્રિગેડ દ્વારા કરવામાં આવી.
મેમ્કો બ્રિજ નીચેના લાકડાના ગોડાઉનમાં લાગેલી ભીષણ આગને પગલે ફાયર બ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. ફાયર બ્રિગેડની ટીમને પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લેવા માટે ભારે જહેમત ઉઠાવવી પડી. આગને પગલે દૂરદૂર સુધી ધૂમાડાના ગોટેગોટા જોવા મળ્યા. ફાયરની ટીમોની અવરજવરને પગલે સાયરનોથી વાતાવરણ ગુંજી ઉઠ્યું, આ અંગે ફાયર વિભાગના અધિકારી મિથુન મિસ્ત્રીના જણાવ્યા પ્રમાણે મેમ્કો અંબિકા એસ્ટેટના 27 નંબરના શેડમાં લાગી આગ લાગી હોવાનો 3.30 વાગે ફોન આવ્યો હતો.
ફાયર બ્રિગેડને મહાવીર હોમ મેકર્સમાં આગ લાગી હોવાનો મેસેજ મળતા પહેલા 4 ગાડી રવાના કરી હતી. ત્યારબાદ અન્ય ગાડી મંગાવતા કુલ 16 ગાડીઓએ સ્થળ પર કામ કર્યુ. કર્મચારીઓ મહાવીર હોમમેકર્સમાં કામ કરી રહ્યા હતા. ત્યારે આગ લાગવાની ઘટના બની હોવાની માહિતી મળી છે, હજી સુધી આગની ઘટનામાં કોઈપણ જાનહાનિ કે ઇજા થયા હોવાના સમાચાર મળ્યા નથી, પરંતુ ફાયરબ્રિગેડની ટીમ ત્રણ માળના બિલ્ડીંગમાં હાલ બેઝમેન્ટમાં ઉતરી હતી.
આ સાથે ઓકસીજન માસ્ક અને ફાયર પ્રૂફ જેકેટ સાથે ફાયર વિભાગના જવાન મિતેષ પટેલ જીવના જોખમે નીચે બેઝમેન્ટમાં ઉતર્યા અને આગને લગભગ 6 કલાક વીતી ગયા છતાં પણ રાતના 9 વાગ્યા સુધી વિભાગની કામગીરી ચાલુ રહી. અંધારામાં પણ લાઈટ કરીને વિભાગ દ્વારા ગોડાઉનમાં પહોંચીને કામ કરવામાં આવ્યું હતું. હાલ તો હજી પણ ફાયરબ્રિગેડના કર્મચારીઓ દ્વારા કામ ચાલુ છે, તેમજ આગની ઘટના પૂર્ણ થયા બાદ ફાયર બ્રિગેડની ટીમ શેડમાં લાગેલી આગનું કારણ અને ફાયર સેફ્ટીના સાધનો અંગેની તપાસ કરશે.
આ પણ વાંચો :
Gujarat : અલૌકિક ખગોળીય ઘટના, સાંજે આકાશમાં ચમકતો અવકાશીય પદાર્થ નજરે પડયો
આ પણ વાંચો :