અમદાવાદ: લિફ્ટમાં ફસાઈ જતા 6 વર્ષના બાળકનું મોત, શાહીબાગના વસંત વિહાર ફ્લેટનો બનાવ, ઘટના સીસીટીવીમા કેદ
અમદાવાદ: લિફ્ટમાં ફસાઈ જવાથી 6 વર્ષના બાળકનું મોત નિપજ્યુ છે. શાહીબાગમાં વસંત વિહાર ફ્લેટનો આ બનાવ છે. બાળક લિફ્ટમાં એ રીતે ફસાયો કે ગ્રાઉન્ડ ફ્લોર અને ફર્સ્ટ ફ્લોર વચ્ચે શરીર લટક્તુ રહ્યુ હતુ. બાળકનું માથુ લિફ્ટમાં છુંદાતા મોત નિપજ્યુ હતુ.
અમદાવાદમાં લિફ્ટમાં ફસાઈ જવાથી 6 વર્ષના બાળકનું મોત થયુ છે. શાહીબાગમાં આવેલા વસંત વિહાર બિલ્ડીંગના સી બ્લોકમાં આ દુર્ઘટના સર્જાઈ હતી. ગ્રાઉન્ડ ફ્લોર અને ફર્સ્ટ ફ્લોર વચ્ચે લિફ્ટમાં બાળકનું શરીર લટક્તુ રહ્યુ હતુ. ફાયર બ્રિગેડને કોલ મળતા જ ટીમ ઘટનાસ્થળે પહોંચી અને રેસક્યુ કામગીરી કરવામાં આવી હતી. જો કે બાળકનું માથુ લિફ્ટમાં છુંદાતા મોત નિપજ્યુ હતુ.
બાળકના મોતથી પરિવારમાં માતમ
બાળકનું નામ આર્ય કોઠારી હોવાનું સામે આવ્યુ છે. લિફ્ટમાં ફસાઈ જતા બાળકે બુમાબુમ કરતા સ્થાનિકોને જાણ થઈ હતી. જો કે બાળક બચી શક્યો ન હતો. સમગ્ર ઘટનાના સીસીટીવી ફુટેજ સામે આવ્યા છે. દિવાળીનો તહેવાર સમયે જ આ દુર્ઘટના સર્જાતા બાળકને ગુમાવનાર પરિવારમાં માતમ છવાયો છે. માસુમના મોતથી સમગ્ર વસંત વિહારમાં શોકનું મોજુ ફરી વળ્યુ છે અને તહેવારનો માહોલ શોકમાં પરિણમ્યો છે.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published on: Nov 13, 2023 09:38 PM
Latest Videos