અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 20મું અંગદાન, રાજસ્થાનની બ્રેઇનડેડ મહિલાના અંગોના દાનથી ઘણા દર્દીઓના જીવનમાં ઉજાસ પથરાશે

Organ donation in Ahmedabad : બસુબેનના પરિવારજનો દ્વારા અંગદાનની સંમતિ દર્શાવતા તેમની બંને કિડની, બે ફેફસાં અને લીવરના અંગોનું દાન મેળવવામાં સફળતા મળી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 24, 2021 | 11:38 PM

AHMEDABAD : અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 20મું અંગદાન કરવામાં આવ્યું છે. મૂળ રાજસ્થાનના 46 વર્ષીય બ્રેઇનડેડ મહિલાના અંગોના દાનથી ઘણા દર્દીઓના જીવનમાં ઉજાસ પથરાશે. સિવિલ હોસ્પિટલની SOTTOની ટીમ દ્વારા બ્રેઇનડેડ દર્દીના પરિવારજનોને અંગદાનનું મહત્વ સમજાવતા પરિવારજનોએ આ મહાદાન કરવા માટે સંમતિ દર્શાવી હતી. મૂળ ડુંગરપુર, રાજસ્થાનના 46 વર્ષીય બસુબેન કલાસુઆનો 21 નવેમ્બરના રોજ રાજસ્થાનમાં અકસ્માત થતાં પ્રાથમિક સારવાર અર્થે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ડુંગરપુર ત્યારબાદ વધુ સારવાર અર્થે હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

સ્થિતિ વધુ ગંભીર બનતાં અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લાવવામાં આવ્યા. જ્યાં 23 નવેમ્બરના રોજ તેઓને બ્રેઈનડેડ જાહેર કરાયા હતા. બ્રેઈનડેડ જાહેર થતાં તેમના પરિવારજનોને સિવિલ હોસ્પિટલની સોટ્ટોની ટીમ દ્વારા અંગદાનનું મહત્વ સમજાવીને અંગદાન માટે પ્રેરવામાં આવ્યા હતા.

બસુબેનના પરિવારજનો દ્વારા અંગદાનની સંમતિ દર્શાવતા તેમની બંને કિડની, બે ફેફસાં અને લીવરના અંગોનું દાન મેળવવામાં સફળતા મળી હતી.આ અંગોનું હવે વિવિધ જરૂરિયાતમંદ દર્દીઓના શરીરમાં આરોપણ કરાશે. જ્યારે બંને ફેફસાને ગ્રીન કોરિડોર કરી ચાર્ટર્ડ ફ્લાઈટ મારફતે હૈદરાબાદના દર્દીમાં પ્રત્યારોપણ કરવા માટે મોકલવામાં આવ્યા હતા.છેલ્લા 10 મહિના દરમિયાન સિવિલ હોસ્પિટલમાં 20 લોકોના શરીરમાંથી મેળવેલા 68 અંગથી જુદા-જુદા 54 લોકોના જીવ બચાવવામાં મદદ મળી છે.

આ પણ વાંચો : રેડ દરમિયાન સરકારી અધિકારીના ઘરની પાઈપલાઈનમાંથી નોટોના બંડલ નીકળતા ACBની આંખો ફાટી ગઈ, જુઓ વિડીયો

આ પણ વાંચો : ડ્રગ્સ બાદ હવે અમદાવાદમાં ટ્રામાડોલનો 189 કિલોનો જથ્થો ઝડપાયો, જાણો શું છે આ ટ્રામાડોલ?

Follow Us:
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">