Ahmedabad: ગણેશજીની મૂર્તિમાં 20 થી 30 ટકાનો ભાવ વધારો, રો મટિરિયલના ભાવ વધતા મૂર્તિઓ થઈ મોંઘી

|

Aug 27, 2022 | 5:25 PM

Ahmedabad: ગણેશ પર્વને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે બજારોમાં પણ ગણેશજીની મૂર્તિ ખરીદવા લોકો નીકળી પડ્યા છે. જો કે આ વર્ષે લોકોને ગણેશજીની મૂર્તિના વધુ દામ ચુકવવા પડી શકે છે. ભાવ વધારો ઉત્સવપ્રિયોના રંગમાં ભંગ પાડી શકે છે.

Ahmedabad: ગણેશજીની મૂર્તિમાં 20 થી 30 ટકાનો ભાવ વધારો, રો મટિરિયલના ભાવ વધતા મૂર્તિઓ થઈ મોંઘી
મૂર્તિઓ થઈ મોંઘી

Follow us on

મોરિયા રે બાપા મોરિયા રે. આ નાદ ગુંજવાને આડે બસ હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીને કારણે લોકો ધામધૂમથી ઉજવણી કરી શક્યા ન હતા. આ વર્ષે રાજ્ય સરકારે મૂર્તિ પર લગાવેલા પ્રતિબંધો હટાવી લીધા છે. આથી લોકો ગણેશજીની મોટી મૂર્તિઓનુ સ્થાપન પણ કરી શકશે. હાલ આ મૂર્તિઓને આખરી ઓપ આપી શણગારવામાં કારીગરો લાગેલા છે. છેલ્લા બે વર્ષથી લોકોમાં માટીની મૂર્તિ(Clay Idols)ની માગ વધી છે. વર્ષોથી ગણેશજી(Ganesh)ની મૂર્તિ બનાવનાર વિજય નાય જણાવે છે કે પહેલાના વર્ષોનાં માટીની મૂર્તિની માગ નહિવત રહેતી હતી જો કે હાલના થોડા વર્ષોમાં માટીની મૂર્તિને લઈને લોકોમાં જાગૃતિ વધી છે અને માટીની મૂર્તિની માગ પણ વધી છે.

છેલ્લા થોડા વર્ષોથી માટીની મૂર્તિઓની માગ વધતા વેપારીઓ ઓર્ડરને પહોંચી ન વળતા ઓર્ડર પણ કેન્સલ કરવા પડી રહ્યા છે. જો કે હાલ તમામ ચીજવસ્તુઓના ભાવ આસમાને છે ત્યારે ગણેશજીની મૂર્તિમાં પણ 20 થી 30 ટકાનો ભાવ વધારો થયો છે. રો મટિરિયલના ભાવ વધતા મૂર્તિઓની કિંમતમાં પણ વધારો થયો છે.

મોટી મૂર્તિઓ પર લગાવેલો પ્રતિબંધ હટાવી લેવાયો

એક અંદાજ મુજબ અમદાવાદ શહેરમાં માટીની 30 હજાર જેટલી માટીની મૂર્તિ તૈયાર થાય છે. તેમા પણ છેલ્લા બે વર્ષમાં કોરોનાકાળને કારણે પંડાલોને મંજૂરી ન આપતા મોટી મૂર્તિ બનવાની બંધ થઈ ગઈ હતી. આ વર્ષે પાંચ ફુટ ઉપરની મૂર્તિને છૂટછાટ આપતા 9 ફુટ સુધીની પણ મૂર્તિ જોવા મળશે. આ વર્ષે ભાવમાં પણ 20 થી 30 ટકાનો વધારો થતા લોકોના ઉત્સાહ પર તેની અસર જોવા મળી છે. જે લોકો દર વર્ષે 4 ફુટ સુધીની મૂર્તિનું સ્થાપન કરતા હતા તેઓ અઢીથી ત્રણ ફુટની મૂર્તિ જ પસંદ કરી રહ્યા છે. પહેલા જે મૂર્તિઓ 3500 રૂપિયામાં મળથી હતી તે હાલ 4500 રૂપિયામાં વેચાઈ રહી છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

માટીની મૂર્તિની માગમાં વધારો

જોકે આ વર્ષે લોકોમાં માટીની મૂર્તિનું ઘેલુ વધારે જોવા મળી રહ્યુ છે. ગ્રાહકો ખુદ માટીની મૂર્તિ માગી રહ્યા છે. તેમનુ માનવુ છે કે POPની મૂર્તિથી પોલ્યુશન થાય છે અને યોગ્ય વિસર્જન ન થવાથી ગણેશજીનું અપમાન થવાની પણ લાગણી દુભાય છે. જે માટીની મૂર્તિમાં થતુ નથી. માટીની મૂર્તિ સારી રીતે વિસર્જન થતી હોવાથી મોંઘી હોવા છતા લોકો માટીની મૂર્તિ તરફ વળ્યા છે.

વિજય નાઈ 1 ફૂટથી લઈને 9 ફૂટ અને તેનાથી ઉપરની માટીની મૂર્તિ પણ તૈયાર કરે છે. તેમણે આ વર્ષે વસ્ત્રાપુરના રાજા અને શ્યામલના રાજાની મૂર્તિ પણ તૈયાર કરી છે. જે કામ અઘરું હોવા છતાં પણ તેઓ કરી રહ્યા છે. કેમ કે માટીની મૂર્તિ સાચવવામાં અઘરી છે તેમજ બનાવવામાં પણ કઠિન છે. જોકે 85 વર્ષથી તેમનો પરિવાર આ કલામાં માહેર હોવાથી તેઓ વગર કોઈ સંકોચે સારી મૂર્તિ બનાવી રહ્યા છે. જ્યાં હાલમાં 75 વર્ષ સુધીની ઉંમરની પણ વ્યક્તિ કામગીરી કરી રહ્યા છે.

Published On - 8:19 pm, Fri, 26 August 22

Next Article