હરણી હોનારત બાદ અમદાવાદની શાળાઓના પ્રવાસ પર પડી અસર, 50 ટકાનો ઘટાડો જોવા મળ્યો

|

Feb 16, 2024 | 10:34 AM

અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ પ્રવાસે લઈ જતી શાળાઓ માટે નિયમો કડક બનાવતા 27 નિયમો ફરજિયાત કર્યા હતા. અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ શાળાઓ માટે નિયમો વધુ કડક કરતા પ્રવાસના આયોજનો ઓછા થાય છે.

હરણી હોનારત બાદ અમદાવાદની શાળાઓના પ્રવાસ પર પડી અસર, 50 ટકાનો ઘટાડો જોવા મળ્યો

Follow us on

વડોદરામાં શાળા પ્રવાસ દરમિયાન બનેલી હરણી તળાવ બોટ દુર્ઘટનાની અસર અમદાવાદની શાળાઓના પ્રવાસ આયોજન પર જોવા મળી છે.  અમદાવાદમાં શાળાકીય પ્રવાસમાં ઘટાડો  જોવા મળી રહ્યો છે. અમદાવાદ શહેરની શાળાઓમાં પ્રવાસના આયોજનમાં 50 ટકા અને અમદાવાદ ગ્રામ્યની શાળાઓના પ્રવાસમાં 80 ટકા જેટલો ઘટાડો નોંધાયો છે.

નિયમો કડક બનતા પ્રવાસ આયોજન થયા ઓછા

18 જાન્યુઆરીએ વડોદરાની એક શાળાના વિદ્યાર્થીઓ પ્રવાસમાં ગયા હતા અને પ્રવાસ દરમિયાન જ હરણી તળાવમાં બોટ પલટી જવાની ઘટના બની હતી. જે ઘટનામાં 12 બાળકો 2 શિક્ષકો સહિત 14ના ડૂબી જવાથી મૃત્યુ થયા હતા. ઘટનાની ગંભીરતા સમજતાં અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ પ્રવાસે લઈ જતી શાળાઓ માટે નિયમો કડક બનાવતા 27 નિયમો ફરજિયાત કર્યા હતા. અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ શાળાઓ માટે નિયમો વધુ કડક કરતા પ્રવાસના આયોજનો ઓછા થાય છે.

હરણી તળાવ ઘટના બાદ માત્ર 3 જ અરજી મળી

સાથે જ નોંધણી અને વાહન મોટર એક્ટ મુજબનું હોવા સહિતના નિયમો નિયત કર્યા હતા. જેના પગલે અમદાવાદની શાળાઓમાં પ્રવાસના આયોજનમાં ઘટાડો નોંધાયો છે. અમદાવાદ શહેરમાં વિદ્યાર્થીઓને પ્રવાસ લઈ જવા માટે 15 સપ્ટેમ્બર 2023 થી 18 જાન્યુઆરી 2024 સુધી 295 અરજીઓ પ્રાપ્ત થઈ હતી. 18 જાન્યુઆરીએ ઘટના બન્યા બાદ 15 ફેબ્રુઆરી સુધી માત્ર 32 અરજીઓ જ મળી છે. આજ પ્રકારની સ્થિતિ અમદાવાદ ગ્રામ્ય જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી હેઠળની શાળાઓની જોવા મળી રહી છે. જ્યાં 18 જાન્યુઆરીની હરણી તળાવ ઘટના બાદ માત્ર 3 જ અરજીઓ મળી છે.

5,000 રૂપિયાની SIP, 1 કરોડ રૂપિયા બનાવતા કેટલો સમય લાગે ?
સીડી વગર સીલિંગ ફેન પરથી ધૂળ કેવી રીતે સાફ કરવી ?
કોહલી દ્રવિડની કરશે બરાબરી, જાડેજા પાસે કપિલ દેવને પાછળ છોડવાની તક
Vastu shastra : આ 2 ઘરોમાં તુલસીનો છોડ લગાવવો અશુભ, તમે જીવનભર રહેશો ગરીબ
મધમાં પાણી ઘોળીને પીવાના ફાયદા
એન્જિન્યરિંગની નોકરી છોડી સંગીતમાં કારકિર્દી બનાવનાર, ગુજરાતી સિંગર વિશે જાણો

આ પણ વાંચો-Vadodara : હરણી બોટ દુર્ઘટના કેસમાં ફરાર ત્રણ આરોપીની ધરપકડ, જુઓ Video

પ્રવાસે લઈ જવાના નિયમો 14 ના 27 કરતા અરજીઓ ઘટી:DEO

અમદાવાદ શહેર DEO માં શાળા પ્રવાસની અરજીઓમાં 50 ટકા અને ગ્રામ્ય DEO હેઠળની શાળાઓમાં 80 ટકા અરજીઓમાં ઘટાડો થયો છે. ઘટાડાઓ અંગે અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણ અધિકારી રોહિત ચૌધરીએ જણાવ્યું કે દર વર્ષે 600 થી 700 અરજીઓ આવતી હોય છે. શાળાઓને પ્રવાસે લઈ જવાના નિયમો અત્યાર સુધી 14 હતા જે વધારી 27 કરવામાં આવ્યા છે. શાળાઓ વધારે જવાબદારી પૂર્વક વર્તી રહી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article