Gujarat માં હાર્દિક પટેલના ભાજપ પ્રવેશ બાદ એક લગ્ન બન્યા કોંગ્રેસની થિંકટેંકની મુસીબત, જાણો ભરતસિંહ સોલંકીની સંપૂર્ણ કહાની

|

Jun 05, 2022 | 10:02 PM

ગુજરાત કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકીએ( શુક્રવારે સક્રિય રાજકારણમાંથી બ્રેક લેવાની જાહેરાત કરી હતી. તેમની પત્ની સાથે ચાલી રહેલા વિવાદ અને યુવતી સાથે રંગે હાથ ઝડપાયા બાદ તે થોડા મહિના માટે સક્રિય રાજકારણમાંથી બ્રેક લેશે.

Gujarat માં હાર્દિક પટેલના ભાજપ પ્રવેશ બાદ એક લગ્ન બન્યા કોંગ્રેસની થિંકટેંકની મુસીબત, જાણો ભરતસિંહ સોલંકીની સંપૂર્ણ કહાની
Gujarat Congress Leader Bharatsinh solanki
Image Credit source: File image

Follow us on

ગુજરાતમાં (Gujarat)  કોંગ્રેસને(Congress)  રાજ્ય સ્તરે અનેક આંચકાઓનો સામનો કરવો પડી રહ્યો છે. એક તરફ 2 જૂન 2022ના રોજ ગુજરાતના પાટીદાર નેતા હાર્દિક પટેલ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા. તે જ સમયે, કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી(Bharatsinh Solanki)  પણ તેમના અંગત જીવનને લઈને ચર્ચામાં છે જેના કારણે તેમણે પણ રાજકારણમાંથી બ્રેક લીધો છે.ગુજરાતમાં થોડા દિવસો પૂર્વે ભરતસિંહ સોલંકીનો એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં તે એક યુવતી સાથે જોવા મળ્યા હતા. આ વિડીયો ક્લિપમાં તેમની બીજી પત્ની રેશમા અને કેટલાક લોકો પણ જોવા મળે છે. વીડિયોમાં રેશમા એક યુવતીના વાળ ખેંચતી અને તેને પોતાનો ચહેરો બતાવવાનું કહી રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર રેશમા પટેલને સમાચાર મળ્યા હતા કે તેમનાપતિ ભરતસિંહ સોલંકી એક મહિલા સાથે રૂમમાં છે.આ દરમિયાન રેશમા પટેલ કેટલાક લોકો સાથે ત્યાં પહોંચી હતી અને સોલંકીને રંગે હાથે પકડી લીધા હતા.

1992માં રાજકારણમાં  પ્રવેશ કર્યો

68 વર્ષીય ભરતસિંહ સોલંકી ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીના પુત્ર છે. ભરતસિંહ સોલંકીએ 1992માં રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. કોંગ્રેસના નાના કાર્યકરથી લઈને ગુજરાતના પ્રદેશ પ્રમુખ સુધીની જવાબદારી તેમને મળી. છેલ્લા 30 વર્ષમાં તેમણે કોંગ્રેસમાં અનેક હોદ્દા પર સેવા આપી છે. તેઓ ત્રણ વખત ધારાસભ્ય, બે વખત સાંસદ, બે વખત ગુજરાત કોંગ્રેસના પ્રમુખ રહ્યા હતા. તેમણે મનમોહન સિંહની આગેવાની હેઠળની યુપીએ સરકારમાં કેન્દ્રીય પ્રધાન તરીકે સેવા આપી હતી અને 2009 થી 2014 સુધી ત્રણ અલગ-અલગ પોર્ટફોલિયો સંભાળ્યા હતા.

કોર્ટમાં પત્ની સાથે છૂટાછેડાની અરજી

ભરતસિંહ સોલંકીએ પત્ની સાથે બ્રેકઅપ કર્યું હોવાની જાહેરાત કરી હતી. તે જ સમયે, રેશમા પટેલે તેના વકીલ દ્વારા નિવેદન બહાર પાડ્યું હતું. જેમાં કહ્યું હતું કે ભરતસિંહ સોલંકીને કોરોના વાયરસનો ચેપ લાગ્યો હતો ત્યારે મે પત્ની તરીકે તેમની સંભાળ લીધી હતી. પરંતુ તરત જ તેમણે મારી સાથે ખરાબ વર્તન કરવાનું શરૂ કરી દીધું. પત્ની રેશમા સાથે તેની છૂટાછેડાની અરજી કોર્ટમાં છે. ભરતસિંહ સોલંકી કહે છે કે મારી પત્ની રેશમાંને મારી સંપત્તિ જ પ્રિય છે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

ભરતસિંહ સોલંકીએ કહ્યું આ અંગત નિર્ણય

ભરતસિંહ સોલંકીએ કહ્યું કે મારા ઘર પર મારી પત્નીએ કબજો જમાવ્યો છે. તે મારા મૃત્યુની રાહ જોઈ રહી છે. તે તાંત્રિકોને પૂછે છે કે હું ક્યારે મરીશ. મારો જીવ જોખમમાં છે. ભરતસિંહ સોલંકીએ તેની પત્ની રેશમા પટેલ પર પણ મારા નામે અન્ય લોકો પાસેથી પૈસા લીધાનો આક્ષેપ કર્યો હતો, જે મારે ચૂકવવાના હતા. તે જ સમયે, તેમના બ્રેક પર ભરતસિંહ સોલંકીએ કહ્યું કે એક કે છ મહિનાનો સમય હોઈ શકે છે, પરંતુ તેઓ આ વર્ષે ડિસેમ્બરમાં યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે પાછા ફરશે. તેમણે કહ્યું કે આ સંપૂર્ણપણે વ્યક્તિગત નિર્ણય હતો અને તેને પાર્ટી સાથે કોઈ લેવાદેવા નથી.

Published On - 9:57 pm, Sun, 5 June 22

Next Article