“હોસ્પિટલ ગયા પછી મને બહુ તકલિફ થાય છે… બહુ ગભરામણ જેવુ થાય છે… ખબર નથી હું રહીશ કે નહી”- આંખોમાં આંસુ સાથે સાંભળો દર્દીની વ્યથા

|

Nov 13, 2024 | 9:27 PM

અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલના લાલચકાંડનો ભોગ બનેલા બોરીસણા ગામના દર્દીઓ tv9 સમક્ષ તેમની વ્યથા કહેતા સમયે ધ્રુસકે- ધ્રુસકે રડી પડ્યા હતા. દર્દીઓને માત્ર રિપોર્ટ કરવાના નામે બોલાવેલા હતા અને અંધારામાં રાખી તેમના ઓપરેશન કરી દેવાયા. સ્વસ્થ દર્દીઓને કોઈ બ્લોકેજ ન હોવા છતા જાણ બહાર માત્ર આયુષ્યમાનના કાર્ડમાંથી લાખો રૂપિયા પડાવા દર્દીઓને ધમનીમાં બ્લોકેજ છે, તેવુ જણાવી સ્ટેન્ટ બેસાડી દેવાયા.

હોસ્પિટલ ગયા પછી મને બહુ તકલિફ થાય છે... બહુ ગભરામણ જેવુ થાય છે... ખબર નથી હું રહીશ કે નહી- આંખોમાં આંસુ સાથે સાંભળો દર્દીની વ્યથા

Follow us on

અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલે PMJAY કાર્ડના પૈસા પડાવવા માટે 19 દર્દીઓને અંધારામાં રાખી તેમના જીવન સાથે રમત રમી. બોરીસણા ગામના 19 દર્દીઓનો બોલાવી જરૂર ન હોવા છતા તેમની જાણ બહાર એન્જિયોપ્લાસ્ટી કરી નાખી. ખ્યાતિની પાપલીલાનો ભોગ બનેલા તમામ દર્દીઓએ tv9 સમક્ષ રડતા રડતા તેમની વ્યથા જણાવી હતી.

“અહીં આવ્યા પછી મારી સ્થિતિ બહુ ગંભીર થઈ ગઈ, મને બહુ ગભરામણ થાય છે”

એક દર્દીએ જણાવ્યુ કે ત્યા લઈ ગયા પછી મને બહુ તકલિફ થાય છે, બહુ ગભરામણ જેવુ થાય છે, ખબર નથી હવે રહીશ કે નહીં. મારી સ્થિતિ બહુ ગંભીર થઈ ગઈ છે. હવે મારાથી અહીં અવાશે પણ નહીં. રડતા રડતા અને અત્યંત પીડા સાથે દર્દીએ tv9 સમક્ષ તેની આ પીડા જણાવી. નખમાંય રોગ ન હોય તેવા લોકોને ખ્યાતિ હોસ્પિટલના તજજ્ઞ, ગોલ્ડ મેડાલિસ્ટ તબીબો દ્વારા જરૂર ન હોવા છતા એન્જિયોગ્રાફી કરી સ્ટેન્ટ મુકી દેવામાં આવ્યા. તેમના પાપે 2 લોકોએ જીવ ગુમાવ્યા છે. જેમા એક તો માત્ર 45 વર્ષના વ્યક્તિનો જીવ ગયો છે.

દર્દીઓ જણાવે છે કે અમને માત્ર રિપોર્ટ કરવાના નામે લઈ જવાયા હતા અને સાંજે રિપોર્ટના આધારે દવા આપી ઘરે પહોંચતા કરવાની હોસ્પિટલ દ્વારા બાંહેધરી આપવામાં આવી હતી. માત્ર તપાસના નામે બોલાવી દર્દીઓને PMJAY ના પૈસા પડાવવા એડમિટ કરી દેવાયા.

ટીમ ઈન્ડિયાના બે ખેલાડીઓ એકબીજા સાથે કરશે લગ્ન
શિયાળામાં ડ્રાય સ્કિન સહિતની આ 5 સમસ્યાઓથી મળશે છુટકારો, જાણો નુસખો
Video: ડિપ્રેશન કે થાક દૂર કરવાના આ ઉપાયથી તમને મળશે રાહત, જાણી લો
અનુષ્કા શર્માથી ઉંમરમાં નાનો છે વિરાટ કોહલી, જુઓ ફોટો
મુકેશ અંબાણીના આખા દેશમાંથી 80 રિલાયન્સના સ્ટોર્સ થશે બંધ ! જાણો કારણ
શિયાળામાં રોજ ગોળની ચા પીવાથી જાણો શું ફાયદા થાય છે?

“અમને કહેવાયુ હતુ માત્ર રિપોર્ટ કરીને દવા જ આપવાની છે”

અન્ય દર્દી જણાવે છે કે મને એવુ કહેવાયુ હતુ કે તમને માત્ર તપાસ જ કરવાની છે, કોઈ સ્ટેન્ટ મુકવાનું નથી. માત્ર દવા આપવાની છે. દર્દી જણાવે છે કે અહી આવ્યા બાદ દવા તો આપી નથી પરંતુ ના પાડવા છતા જાણ બહાર સ્ટેન્ટ મુક્યુ કે નથી મુક્યુ તેનો પણ કોઈ જવાબ મળતો નથી. વૃદ્ધ દર્દી ખુદ અંધારામાં છે કે તેમને સ્ટેન્ટ મુક્યુ છે કે નથી મુક્યુ. તેમના શરીર સાથે હોસ્પિટલના લેભાગુ તબીબોએ શું કર્યુ તે પણ તેઓ જાણતા નથી. આટલી હદે વૃદ્ધ દર્દીને અંધારામાં રાખવામાં આવ્યા.

દર્દીને સ્ટેન્ટ મુકી રાતોરાત ડિસ્ચાર્જ કરી દીધા, કોઈ પોસ્ટ ટ્રીટમેન્ટની તસ્દી ન લેવાઈ

ના કોઈ એન્સ્થેસિયા આપવામાં આવ્યુ, ના તો દર્દીના સ્વજનોને જાણ કરવાની કે મંજૂરી લેવામાં આવી. દર્દીના સ્વજનો તો છોડો ખુદ દર્દીની પણ મંજૂરી લેવામાં નથી આવી અને અંધારામાં રાખી માત્ર પૈસા મેળવવા માટે દર્દીઓના જીવ સાથે રમત રમવામાં આવી. હાલ આ ઉઘાડી લૂંટ ચલાવનારી હોસ્પિટલનો ભોગ બનેલા તમામ દર્દીઓ આઘાતમાં છે. કેટલાકની તબિયત તો એટલી હદે લથડી છે કે તેમને ફરી એડમિટ કરવા પડે તેવી સ્થિતિ છે. દર્દીઓને સ્ટેન્ટ મુક્યા બાદ પણ સ્ટેબલ કરવા માટે મેડિકેશનની જરૂર રહે છે. માટે બે દિવસ ડૉક્ટરની દેખરેખમાં હોસ્પિટલમાં જ રાખવામાં આવે છે. કેટલાક કેસમાં સ્ટેન્ટ મુક્યા બાદ કેટલાક દર્દીઓને શ્વાસ ચડવા, ગભરામણ થવી, શ્વાસ લેવામાં મુશ્કેલી, બીપીમાં વધઘટ થવા જેવી સમસ્યા થતી હોય છે. પરંતુ આ આ દર્દીઓને રાતોરાત સ્ટેન્ટ મુક્યા બાદ ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા. હોસ્પિટલમાં પણ તેમની દેખરેખ માટે કોઈ સ્ટાફ હાજર ન હતો. ત્યારે હાલ જે બચી ગયા છે તે દર્દીઓની તબિયત પણ લથડી રહી છે અને જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 9:25 pm, Wed, 13 November 24

Next Article