ગગનયાન મીશન બાદ 2030 સુધીમાં ભારત સેટેલાઈટ લોંચમા 10 ટકા હિસ્સો ધરાવશે, જાણો સમગ્ર વિગત
ચંદ્રયાન 3 બાદ ગગનયાનમાં સેક ઈસરો પોતાનું મોટુ યોગદાન આપશે. ગગનયાનમાં 3 એસ્ટ્રોનોટ સ્પેસમા મોકલવામાં આવશે. સેક ઈસરોના ડાયરેક્ટર નિલેશ દેસાઈએ tv9 સાથે વાત કરતા આ સમગ્ર બાબતે જણાવ્યુ હતું. ચંદ્રયાન 3 ની સફળતા બાદ હવે ભારત સ્પેસમા માનવીને મોકલવાની તૈયારીમા લાગ્યુ છે, જેના માટે સેક ઈસરો ગગનયાન તૈયારીમા લાગી ચુક્યુ છે.
ભારતને ચંદ્ગયાન 3 ની મોટી સફળતા મળી છે, જે ચંદ્રયાન 3 મા અમદાવાદ સેક ઈસરો એ મોટું યોગદાન આપ્યું છે. મહત્વનુ છે કે ચંદ્રયાન 3 ની સફળતા બાદ હવે સેક ઈસરો ગગનયાનને લઈને તૈયારીમા લાગ્યુ છે, જેમાં ગગનયાગના સેક ઈસરો અનેક ઈનોવેશન તૈયાર કરશે અને તે ગગનયાનમા ત્રણ એસ્ટ્રોનોટ સ્પેસમા મોકલવામા આવશે.
સેક ઈસરોના ડાયરેક્ટર નિલેશ દેસાઈએ Tv9 સાથે વાત કરતા જણાવ્યુ કે ચંદ્રયાન 3 ની સફળતા બાદ હવે ભારત સ્પેસમા માનવીને મોકલવાની તૈયારીમા લાગ્યુ છે, જેના માટે સેક ઈસરો ગગનયાન તૈયારીમા લાગી ચુક્યુ છે. જે ગગનયાનમાં પણ અમદાવાદ સેક ઈસરો ચંદ્રયાન 3 ની જેમ યોગદાન આપી રહ્યુ છે. જે ગગનયાનમા સેક ઈસરો બે મુખ્ય સિસ્ટમ બનાવશે, કેબિન સિસ્ટમ અને કોમ્યુનિકેશન સિસ્ટમ.
આ સાથે કેબિનમાં ત્રણ યાત્રીઓ માટેની ખુરશી, કેબિનમા જોવા માટે લાઈટીંગ, કેમેરા, સેન્સ, કેબિનમા બે ડિસ્પ્લે સ્ક્રીન લગાવાશે જેની મદદથી તમામ ગતીવીધી પણ નજર રખાશે. આ સાથે અવકાશયાત્રીઓ દરેક પેરામીટર પર નજર રાખશે. કેબિનમા ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઈડનો જથ્થો યાત્રાના દિવસ પ્રમાણે રાખવામા આવશે. તેમજ ઈન્ટરનેટ વ્યવસ્થા સહિતની જરૂરી વ્યવસ્થા પણ ઉભી કરવામા આવશે. તેમજ અગ્નિશામક સાધનો પણ કેબિનમા રાખવામા આવશે અને તે તમામ કેબિન અંદરના સાધનો સેક ઈસરો તૈયાર કરશે. જયારે રોકેટની બોડીનુ કામ અન્ય કંપનીને સોપવામા આવશે.
2025મા બીજુ એક માનવ રહિત મીશન થશે
મળતી માહિતી પ્રમાણે ગગનયાન મીશન પહેલા ઈસરો દ્રારા માર્ચ 2024મા સાધનોનુ સંપુર્ણ ટેસ્ટીંગ કરવામા આવશે. બાદમા 2024મા એક માનવ રહિત મીશન થશે, તે બાદ 2025મા બીજુ એક માનવ રહિત મીશન થશે, અને બાદમા 2025 કે 2026મા ગગનયાનમા ત્રણ એસ્ટ્રોનોટ સ્પેશમા મોકવામા આવશે. ગગનયાન મોકલવામા આવશે તે પહેલા જે બે સેટેલાઈટ મીશન થશે. તે મીશન જીયો સ્ટેશનરી ઓર્બિટમા હશે. તેમજ ગગનયાન દિવસમા બે દિવસ દેખાશે અને બાકી સ્પેશમા પરિભ્રમણ કરશે. જીઓ સેટેલાઈટ સાથે કોમ્યુનિકેશન કરશે અને ઈસરોને માહિતી પણ આપશે. આ તમામ પ્રક્રિયા સાથે 2030 સુધીમા ભારતનો સેટેલાઈટ લોન્ચિંગમા હિસ્સો 10 ટકા થશે. જે હાલ માત્ર 2 ટકા છે. જે પણ ભારત માટે એક માટી સિદ્ધી બનશે.
અમદાવાદ સેક ઇસરો દ્વારા 8 કેમેરા કે જે આઈ કહેવાય તે તૈયાર કરાઈ
સેક ઈસરોના ડાયરેકટરે એ પણ જણાવ્યુ હતુ કે, ચંદ્રયાન 3માં સેક ઈસરોનુ મોટૂ યોગદાન રહેલુ છે, ચંદ્રયાન 3માં સેક અમદાવાદ ઈસરોએ હૃદય અને આંખ અમદાવાદ સેક ઈસરો દ્વારા તૈયાર કરવામાં આવ્યા. અમદાવાદ સેક ઇસરો દ્વારા 8 કેમેરા કે જે આઈ કહેવાય તે તૈયાર કરાઈ છે. સાથે જ સોફ્ટવેર, હાર્ડવેર જે હૃદય કહેવાય તે પણ સેક ઈસરો દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે, અને કુલ 11 પ્રણાલી સેક ઈસરો દ્વારા તૈયાર કરાઈ છે. જે તમામ તૈયારી ચંદ્રયાન 2માં રહેલી ખામી પર અનુભવ મેળવીને ચંદ્રયાન 3ના લેન્ડર માં ફેરફાર સાથે મશીનરી તૈયાર કરવામાં આવી. જે મશીનરીના કારણે ચંદ્ર પર ચંદ્રયાન લેન્ડ કરવામા મોટી સફળતા ભારતને મળી છે.
11 સિસ્ટમ અમદાવાદ સેક ઈસરો દ્વારા તૈયાર કરવામાં આવી
સેક ઈસરો અમદાવાદ દ્વારા ચંદ્રયાન 3 માં મોટું યોગદાન આપવામાં આવ્યું. મોડ્યુલ લોન્ચ કરવા માટેનું લોન્ચર, સેટેલાઈટ પોર્શનમાં લાગેલા ઉપકરણો , લેન્ડરના મુખ્ય ઉપયોગમાં લેવાયેલા પે લોડ અને સેન્સર સહિત 11 સિસ્ટમ અમદાવાદ સેક ઈસરો દ્વારા તૈયાર કરવામાં આવી. તેમજ લેન્ડિંગ સાઇટ અને અલ્ગોરિધમ પણ તૈયાર કરાયા. લેન્ડર અને રોવર પર લાગેલા 8 કેમેરા, હઝાર્ડ ડિટેકશન કેમેરા અને પોઝીશન કેમેરા તેમજ રડાર સિસ્ટમ જેની મદદ થી લેન્ડ થવામાં મદદરૂપ બનશે તે અને મેન કોમ્પ્યુટર નેવિગેશન ગાઈડન્સ એન્ડ કંટ્રોલ કમ્પ્યુટર તે પણ સેક ઈસરો દ્રારા તૈયાર કરાયા. જે હૃદય કહેવાય જે પ્રોસેસિંગ સિસ્ટમ કહેવાય તે અમદાવાદ સેક ઇસરોમાં તૈયાર થયા. હાઈ પર્ફોમન્સ કોમ્પ્યુટર તેનું નિર્માણ પણ અમદાવાદમાં થયું છે.
આ પણ વાંચો : નવી સંસદમાં મંત્રીઓને મળ્યા નવા રૂમ, જાણો PM ઓફિસ નજીક ક્યાં મંત્રીઓને રૂમ એલોર્ટ કરાયો, જુઓ List
સેક ઈસરોના ડાયરેકરે વધુમા જણાવ્યુ કે, ચંદ્રયાન 2માં સોફટ લેન્ડિંગમાં સફળ થયા નહીં. જેના અનુભવ આધારે ચંદ્રયાન 3 તૈયાર કરવામા આવ્યુ. ચંદ્રયાન 2 અને ચંદ્રયાન 3 બને સરખા છે. પણ ચંદ્રયાન 3માં કુલ 21 ફેરફાર કરવામાં આવ્યા. ચંદ્રયાન 2 મા જ્યાં ત્રુટી હતી ત્યા સુધારા કરવામાં આવ્યા. હાર્ડવેર, સોફ્ટવેર, એલગોરીધમ અને તકનીકમાં ફેરફાર કરાયા હતા. તો ઓર્બિટના બદલે પોપ્યુલેશન મોડલ મુકવામાં આવ્યું હતુ. જે લેન્ડરને ચંદ્ર સુધી લઈ જાય છે.
અત્યાર સુધી કેટલાક સાધનો પર ભારતે વિદેશો પર નિર્ભર રહેવુ પડતુ હતુ, પણ હવે ભારત ખુદ ઈનોવેશન કરવા લાગ્યુ છે, ચંદ્રયાન 3 માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મ નિર્ભર ભારતની મિશાલ કાયમ કરવામાં આવી છે. અને ગગનયાનમા પણ આત્મ નિર્ભર ભારતનો ડંકો વાગવા જઈ રહ્યો છે.