પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદથી ઉપડતી/ પસાર થતી 6 જોડી ટ્રેનોમાં વધારાના કોચ ઉમેરાશે

પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદથી ઉપડતી/ પસાર થતી 6 જોડી ટ્રેનોમાં વધારાના કોચ ઉમેરાશે
Symbolic image

ભુજ એસી એક્સપ્રેસમાં વધારાનો એસી કોચ જોડવામાં આવશે આ ઉપરાંત પટના અને દરભંગા ક્લોન સ્પેશિયલ ટ્રેનમાં 3 ટાયર અને સ્લીપર કોચ જોડવામાં આવશે.

Darshal Raval

| Edited By: kirit bantwa

May 23, 2022 | 11:33 PM

પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને અમદાવાદથી ઉપડતી/ પસાર થતી 6 જોડી ટ્રેનોમાં અસ્થાયી રૂપે વધારાના કોચ ઉમેરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયથી મુસાફરોની સુવિધામાં વધારો થશે. ભુજ એસી એક્સપ્રેસમાં વધારાનો એસી કોચ જોડવામાં આવશે આ ઉપરાંત પટના અને દરભંગા ક્લોન સ્પેશિયલ ટ્રેનમાં 3 ટાયર અને સ્લીપર કોચ જોડવામાં આવશે.

અમદાવાદ મંડળ રેલ પ્રવક્તાના જણાવ્યા અનુસાર વધારાના કોચની વિગતો નીચે મુજબ છે

  1. ટ્રેન નંબર 22903/22904 બાંદ્રા ટર્મિનસ – ભુજ એસી એક્સપ્રેસમાં  29 મે, 2022 સુધી બાંદ્રા ટર્મિનસથી અને ભુજથી 30 મે, 2022 સુધી તાત્કાલિક અસરથી વધારા નો એક એસી 3-ટાયર કોચ  જોડવામાં આવશે.\
  2. ટ્રેન નંબર 09447/09448 અમદાવાદ-પટના ક્લોન સ્પેશિયલમાં 25 મે 2022ના રોજ અમદાવાદથી અને 27 મે 2022ના રોજ પટનાથી વધારાનો એક  એસી 3-ટાયર અને સ્લીપર ક્લાસ કોચ  જોડવામાં આવશે.
  3. ટ્રેન નંબર 09465/09466 અમદાવાદ-દરભંગા ક્લોન સ્પેશિયલમાં અમદાવાદથી તાત્કાલિક અસરથી 27 મે, 2022 સુધી અને દરભંગાથી  તાત્કાલિક અસરથી 30 મે, 2022 સુધી એક વધારાનો  એસી 3-ટાયર અને સ્લીપર ક્લાસ કોચ જોડવામાં આવશે.
  4. ટ્રેન નંબર 09037/09038 બાંદ્રા ટર્મિનસ – બાડમેર સ્પેશિયલમાં બાંદ્રા ટર્મિનસથી 03 જૂન, 2022 સુધી અને બાડમેરથી 04 જૂન, 2022 સુધી એક વધારાનો  એસી 3-ટાયર કોચ  તાત્કાલિક અસરથી જોડવામાં આવશે.
  5. ટ્રેન નંબર 09039/09040 બાંદ્રા ટર્મિનસ – અજમેર સુપરફાસ્ટ સ્પેશિયલમાં બાંદ્રા ટર્મિનસથી 25મી મેથી 01 જૂન, 2022 સુધી અને અજમેરથી 26મી મેથી 02 જૂન, 2022 સુધી એક વધારાના એસી 3-ટાયર જોડવામાં આવશે.
  6. ટ્રેન નંબર 22923/22924 બાંદ્રા ટર્મિનસ – જામનગર એક્સપ્રેસમાં બાંદ્રા ટર્મિનસથી 30 મે, 2022 સુધી તાત્કાલિક અસરથી અને જામનગરથી 31 મે, 2022 સુધી તાત્કાલિક અસરથી એક વધારાનો એસી 3-ટાયર કોચ જોડવામાં આવશે.

ટ્રેનોના સંચાલનના સમય, વિરામ અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in પર જઈને માહિતી મેળવી શકે છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati