Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad :  ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા માટે શિક્ષણ વિભાગે તૈયારીઓ પૂર્ણ કરી

Ahmedabad : ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા માટે શિક્ષણ વિભાગે તૈયારીઓ પૂર્ણ કરી

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 25, 2022 | 11:52 PM

અમદાવાદના તમામ પરીક્ષા કેન્દ્રો અને વર્ગખંડમાં cctv દ્વારા મોનીટરીંગ કરવામાં આવશે. અમદાવાદમાં ધોરણ 10માં 59 હજાર 285 વિદ્યાર્થી પરીક્ષા આપશે અમદાવાદ શહેરમાં 348 cctv કેમેરા દ્વારા પરીક્ષા કેન્દ્રો પર બાજનજર રાખવામાં આવશે. તેમજ શિક્ષણ વિભાગ દ્વારા હેલ્પલાઈન નંબર પણ જાહેર કરાયો છે.

ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા(GSEB)  28 માર્ચથી 12 એપ્રિલ દરમિયાન ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાનું(Board Examination)  આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે અમદાવાદમાં(Ahmedabad ) પણ શિક્ષણ વિભાગે તમામ તૈયારીઓ પૂર્ણ કરી છે.અમદાવાદમાં કુલ 12 ઝોનમાં 73 કેન્દ્રો, 3,312 બ્લોક પર પરીક્ષા લેવામાં આવશે. તો કુલ 97 હજાર 430 વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 30 હજાર 493 અને વિજ્ઞાન પ્રવાહમાં 7 હજાર 652 વિદ્યાર્થી પરીક્ષા આપશે. તો શહેર અને ગ્રામ્ય મળીને કુલ 348 બિલ્ડિંગમાં પરીક્ષા લેવાશે ..અમદાવાદના તમામ પરીક્ષા કેન્દ્રો અને વર્ગખંડમાં cctv દ્વારા મોનીટરીંગ કરવામાં આવશે. અમદાવાદમાં ધોરણ 10માં 59 હજાર 285 વિદ્યાર્થી પરીક્ષા આપશે અમદાવાદ શહેરમાં 348 cctv કેમેરા દ્વારા પરીક્ષા કેન્દ્રો પર બાજનજર રાખવામાં આવશે. તેમજ શિક્ષણ વિભાગ દ્વારા હેલ્પલાઈન નંબર પણ જાહેર કરાયો છે.

રવિવારે  સાંજે 4થી 6 વાગ્યા સુધી વિદ્યાર્થી પોતાની બેઠક વ્યવસ્થા જોઈ શકશે

રાજ્યમાં 28 માર્ચને સોમવારનના રોજ બોર્ડની પરીક્ષા શરૂ થાય છે તેના એક દિવસ પૂર્વે 27 માર્ચ રવિવારના રોજ વનરક્ષકની પરીક્ષા છે. તેમજ આ પરીક્ષા પુર્ણ થાય તે પછી તમામ કેન્દ્રો પર બેઠક વ્યવસ્થા ગોઠવાઈ જાય અને વિદ્યાર્થીઓના રોલ નંબર પણ લખવા સૂચના આપવામાં આવી છે . જેથી રવિવારે  સાંજે 4થી 6 વાગ્યા સુધી વિદ્યાર્થી પોતાની બેઠક વ્યવસ્થા જોઈ શકશે.

આ પણ વાંચો : Surendranagar : પાટડી નગરપાલિકાની કડક કાર્યવાહી, વેરો નહિ ભરનાર 3 મિલકતને સીલ કરી

આ પણ વાંચો : Aravalli: અરવલ્લી જિલ્લામાં પ્રાથમિક સુવિધાઓ માટે નવા 616 કાર્યોને મંજૂરી અપાઇ, આયોજન મંડળની બેઠકમાં નિર્ણય કરાયો

g clip-path="url(#clip0_868_265)">