ચોમાસાને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો એક્શન પ્લાન, શહેરમાં લગાવાયાં રેઇન ગેજ મશીન

|

Jun 27, 2022 | 2:07 PM

વરસાદના કારણે અમદાવાદ શહેરમાં નીચાણવાળા તેમજ કેટલાક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાની પણ સમસ્યા સામે આવે છે. જેના કારણે લોકો હાલાકીમાં મુકાતા હોય છે.

ચોમાસાને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો એક્શન પ્લાન, શહેરમાં લગાવાયાં રેઇન ગેજ મશીન
rain gauge machine

Follow us on

અમદાવાદ (Ahmedabad) માં ચોમાસા (Monsoon) દરમિયાન અનેક સ્થળો પર પાણી ભરાવાની સમસ્યા સામે આવતા લોકો હાલાકીમાં મૂકાતા હતા જેના કારણે કોર્પોરેશનની કામગીરી પર સવાલો ઊભા થતા હતા. ત્યારે આ સવાલોને પહોંચી વળવા તેમજ લોકોની સમસ્યા દૂર કરવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (Ahmedabad Municipal Corporation)  દ્વારા વધુ એક પ્રયાસ હાથ ધરાયો. જેનાથી લોકોની સમસ્યા દૂર કરી શકાશે તેમજ વરસાદની ચોક્કસ માપણી પણ થઈ શકશે. અમદાવાદમાં નહીં સર્જાય હવે પાણી ભરાવાની સમસ્યા. કેમ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હવે શહેરમાં રેઇન ગેજ મશીન લગાવવામાં આવ્યા છે. જે મશીનની મદદથી ક્યાં કેટલો વરસાદ પડ્યો છે તે તો જાણી શકાશે. અને તેની મદદથી વરસાદી પાણી નિકાલ કરવામાં પણ સરળતા રહેશે.

ચોમાસુ આવતા અને વરસાદ પડતા શહેરીજનોને ગરમીમાંથી રાહત તો મળે છે. પણ આ જ વરસાદના કારણે અમદાવાદ શહેરમાં નીચાણવાળા તેમજ કેટલાક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાની પણ સમસ્યા સામે આવે છે. જેના કારણે લોકો હાલાકીમાં મુકાતા હોય છે. અને તેના કારણે જ દર વર્ષે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન નો પ્રિમોન્સૂન પ્લાન પણ ધોવાઈ જતો હોય છે. ત્યારે આ વર્ષે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને અગમચેતીના ભાગરૂપે અને વરસાદી પાણી ભરાવાની સમસ્યાને પહોંચી વળવા અમદાવાદ શહેરની અંદર રેન ગેજ મશીન લગાવ્યા છે. જે રેન ગેજ મશીન મારફતે દર કલાકે શહેરમાં કેટલો વરસાદ પડ્યો છે તે જાણી શકાશે. અને તેની મદદથી કોર્પોરેશનનું માનવુ છે કે શહેરમાં પાણી ભરાવાની સમસ્યાને પણ પહોંચી હલ કરી શકાશે.

એવું નથી કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વરસાદ ની માપણી માટે આ પહેલીવાર મશીન લગાવ્યા હોય. જ્યારથી વરસાદની પેટર્ન બદલાઈ છે કે જેમાં એક જ ઝોનમાં ક્યાંક વરસાદ હોય અને ક્યાંક ન હોય તેવી પરિસ્થિતિ સર્જાતા વરસાદનો ચોક્કસ આંકડો મળતો ન હતો. જેને જોતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અગાઉ  રેઇન ગેજ મશીન જેવા જ બીડર મશીનનો ઉપયોગ થતો હતો. જેની મારફતે દર બે કલાકે AMCને મેન્યુઅલી ડેટા ચેક કરવો પડતો હતો. જે બાદ એએમસી એ 18 જેટલા ઓટોમેટિક રેઇન ગેજ મશીન ગત વર્ષે વસાવ્યા હતા. જોકે વરસાદની પરિસ્થિતિ જોતા અને શહેરની સમસ્યાને જોતા આ મશીનના આંકડામાં વધારો કરાયો. અને હાલ અમદાવાદ શહેરમાં 18 સહિત મળી કુલ 25 સ્થળે રેઇન ગેજ મશીન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઇમારતો તેમજ અન્ય સ્થળો પર લગાવવામાં આવ્યા છે. અને તેમાં પણ એક જ વિસ્તારમાં એક સ્થળ પર વરસાદ હોય અને બીજા સ્થળે વરસાદ ન હોય જેથી વરસદનો ચોક્કસ આંકડો ન મળતો હોવાથી એક ઝોનમાં AMCએ બે બે મશીન લગાવ્યા છે.

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

આ રેઇન ગેજ મશીન સોફ્ટવેર મારફતે સિસ્ટમ સાથે જોડવામાં આવ્યા છે. જે સોફ્ટવેરની મદદથી દર એક કલાકે વરસાદ કેટલો પડ્યો તેનો ઓટોમેટિક ડેટા કંટ્રોલ રૂમને મળી જશે અને તે ડેટા સંલગ્ન અધિકારીને SMS મારફતે જાણ કરાશે. જેથી તેના પરથી કામગીરી કરી શકાય.

કઈ કઈ જગ્યા પર લગાવ્યા રેઇન ગેજ મશીન

કોમોલિન મશીન
ચકુડીયા. કાઠવાડા. નિકોલ. રામોલ. નરોડા. ચાંદલોડીયા.  ગોટા. વટવા. બોપલ. જોધપુર. મકતમપુરા અને  રાણીપ.
કોમોલિન અને વેધરટ્રોનિક્સ મશીન
દાણાપીઠ, દૂધેશ્વર, ઓઢવ, વિરાટનગર, કોતરપુર, મેમ્કો, બોડકદેવ, સાયન્સ સિટી, મણિનગર, સરખેજ, ચાંદખેડા  અને ઉસ્માનપુરા અને પાલડી સ્થિત મુખ્ય કંટ્રોલ રૂમ પર રેઇન ગેજ મશીન સાથે વરસાદ માટે વિશેષ પ્રકારનું મશીન મુકવામાં આવ્યું છે.

25 કંટ્રોલ રૂમ કાર્યરત કરાયા

આમ 25 સ્થળે રેઇન ગેજ મશીન લગાવ્યા છે. તેમજ AMC દ્વારા ઝોન પ્રમાણે મળી 25 કંટ્રોલ રૂમ કાર્યરત કરાયા છે. જેમાં 7 બગીચા ખાતાના. 1 ફાયર બ્રિગેડ અને 1 STP નું કંટ્રોલ રૂમ હાલ કાર્યરત છે. અને અન્ય AMC ના ઝોન પ્રમાણે કંટ્રોલ રૂમ કાર્યરત છે. જે વરસાદ સમયે  મિનિટ ટૂ મિનિટ નજર રાખે છે. જેથી શહેરમાં લોકોને પડતી હાલાકી દૂર કરી શકાય. ત્યારે આશા રાખીએ કે AMC દવારા આ વર્ષે ઉભી કરવામાં આવેલી વ્યવસ્થાથી  AMC નો પ્રિ મોન્સૂન પ્લાન પણ ધોવાય નહિ. શહેરમાં વરસાદી સમસ્યા સર્જાય નહીં અને શહેરીજનોને હાલાકી પડે નહીં.

Published On - 1:41 pm, Mon, 27 June 22

Next Article