વિદેશ જવાની ઘેલછા ! અમેરિકામાં ગેરકાયદેસર રીતે ઘૂસતા ગુજરાતી પરિવારનો વીડિયો થયો VIRAL

|

Sep 22, 2022 | 1:34 PM

ગુજરાતી પરિવારના ધૂસણખોરીના આ દ્રશ્યો CCTV માં કેદ થયા હતા.હાલ આ વીડિયો અંગે ગુજરાત પોલીસને પણ તપાસ કરવા જણાવવામાં આવ્યુ છે.

વિદેશ જવાની ઘેલછા ! અમેરિકામાં ગેરકાયદેસર રીતે ઘૂસતા ગુજરાતી પરિવારનો વીડિયો થયો VIRAL
Gujarati family video goes viral

Follow us on

વિદેશ મોહમાં અનેક લોકો વારંવાર ગેરરિતી આચરતા હોવાનું સામે આવે છે. અગાઉ અમેરિકામાં (America) જવાની લાલચમાં અમેરિકા અને કેનેડા બોર્ડર (America-Canada border) પર અનેક ગુજરાતીઓના મોત થયા હોવાના સમાચાર સામે આવેલા છે. આમ છતા લોકોની વિદેશ જવાની ઘેલછા ઓછી થતી નથી. મેક્સિકોની (Maxico) સરહદથી ઘૂસણખોરી કરતા ગુજરાતી પરિવાર CCTV માં ઝડપાયો છે. આ પરિવાર ગેરકાયદેસર રીતે અમેરિકામાં ઘૂસવાની ફિરાકમાં હતો.

ગેરકાયદેસર રીતે અમેરિકા જવા માગતા હતા

બે બાળકો સહિત મેક્સિકોમાં ઘૂસણખોરી કરી આ ગુજરાતી પરિવાર અમેરિકા જઈ રહ્યો હતો. જો કે સમગ્ર ઘટનાના આ દ્રશ્યો CCTV માં કેદ થયા હતા. મીડિયા અહેવાલોનુ માનીએ તો હાલ આ વીડિયો અંગે ગુજરાત પોલીસને (Gujarat police) પણ તપાસ કરવા જણાવવામાં આવ્યુ છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

જુઓ CCTV

વીડિયોમાં જોઈ શકાય છે કે, બે બાળકો સાથે આ પરિવાર ગેરકાયદેસર રીતે મેક્સિકોની સરહદ પાર કરી રહ્યો છે.આ દરમિયાન તેઓ ગુજરાતીમાં વાત કરતા પણ જોવા મળી રહ્યા છે.હાલ આ વીડિયોને પગલે પરિવાર ગેરકાયદેસર રીતે ઘૂસણખોરી સાથે બીજો કોઈ ઈરાદો હતો કે કેમ..? તે અંગે તપાસ કરવામાં આવી રહી છે.

વિદેશ તો ગમે તે રીતે જઈશ…!

આ પહેલા પણ અમેરિકામાં ગેરકાયદેસર (illegal immigrants) પ્રવેશ કરતા છ ગુજરાતી યુવકો પકડાયા હતા. કેનેડા બોર્ડરથી આ યુવકો ગેરકાયદેસર રીતે અમેરિકામાં ઘુસવાનો પ્રયાસ કરી રહ્યા હોવાનુ સામે આવ્યુ છે. પકડાયેલા છ યુવકો મહેસાણા જિલ્લાના વતની હોવાનું જાણવા મળ્યુ હતુ. અમેરિકન એમ્બેસીએ (Americam Assembsy) ગુજરાત પોલીસને (Gujarat Police) રિપોર્ટ કર્યો હતો. રિપોર્ટના આધારે મહેસાણા પોલીસે હાલ તપાસ હાથ ધરી હતી.

(નોંધ -Tv 9 આ વીડિયોની પુષ્ટિ કરતુ નથી) 

Published On - 1:17 pm, Thu, 22 September 22

Next Article