વિદેશ જવાની ઘેલછાએ નકલી ડિગ્રી એજન્ટ પાસેથી ખરીદી, વિઝા મેળવી યુવકો ફ્લાઈટમાં પણ બેસી ગચા, જાણો કેવી રીતે ઝડપાયા?

યુવાઓમા વિદેશ જવાની ઘેલછા એટલી બઘી છે કે તેઓ તેના માટે કંઇપણ કરવા તૈયાર હોય છે. અમદાવાદ ઇમિગ્રેશન ડિપાર્ટમેન્ટે બોગસ ડિગ્રીને આધારે યુ.કે. જતા બે વિદ્યાર્થીઓને ઝડપી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.  યુવાઓએ વિદેશ જવા માટે એજન્ટ પાસેથી છત્તીસગઢની ડો. સી વી રામન યુનિવર્સિટીની બોગસ ડિગ્રી મેળવી હતી. પોલીસે બંનેને ઝડપીને આગળની કાર્યવાહી હાથ […]

વિદેશ જવાની ઘેલછાએ નકલી ડિગ્રી એજન્ટ પાસેથી ખરીદી, વિઝા મેળવી યુવકો ફ્લાઈટમાં પણ બેસી ગચા, જાણો કેવી રીતે ઝડપાયા?
Follow Us:
Mihir Soni
| Edited By: | Updated on: Sep 24, 2019 | 1:26 PM
યુવાઓમા વિદેશ જવાની ઘેલછા એટલી બઘી છે કે તેઓ તેના માટે કંઇપણ કરવા તૈયાર હોય છે. અમદાવાદ ઇમિગ્રેશન ડિપાર્ટમેન્ટે બોગસ ડિગ્રીને આધારે યુ.કે. જતા બે વિદ્યાર્થીઓને ઝડપી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.  યુવાઓએ વિદેશ જવા માટે એજન્ટ પાસેથી છત્તીસગઢની ડો. સી વી રામન યુનિવર્સિટીની બોગસ ડિગ્રી મેળવી હતી. પોલીસે બંનેને ઝડપીને આગળની કાર્યવાહી હાથ ઘરી છે. વર્ષ 2018થી 2019ના હાલના સમયમાં 13 જેટલા કેસ કરવામાં આવ્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

કેયુર પટેલ અને સાગર પ્રજાપતિ નામના બંને વિદ્યાર્થીઓને વિદેશ જવાની એટલી ઘેલછા હતી કે તેઓએ છત્તીસગઢની ડો. સી વી રામન યુનિવર્સિટીમાંથી બોગસ ડિગ્રીને આધારે યુકેની યુનિવર્સીટીમાં એડમિશન અને વિઝા પણ મેળવી લીધા. પરંતુ અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઇમિગ્રેશન ઓફીસરની નજરથી તેઓ બચી શક્યા નહી. કેયુર પટેલ અને સાગર પ્રજાપતિ એર ઇન્ડીયા અને એતિહાદની ફ્લાઇટથી લંડન જઇ રહ્યા હતા. તે ઇમિગ્રેશન ઓફિસરને તેમની ડિગ્રી પર શંકા જતા તેમની પુછપરછ કરતા સમગ્ર ભાંડો ફુટ્યો હતો.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર

આરોપીઓ સાગર પ્રજાપતિએ આણંદની આઇસેટ ઇન્સ્ટિટ્યુટના સંચાલક પાસેથી આ બોગસ ડિગ્રી મેળવી હતી અને ત્યારબાદ ખેડાના મિતેન પટેલ નામના એજન્ટ પાસે પાસપોર્ટ અને વિઝાનું કામ કરાવ્યું હતું. આરોપી સાગરે બોગસ ડિગ્રીના 42 હજાર રૂપિયા ચૂકવ્યા તો જ્યારે કેયુર પટેલએ 56 હજારમાં નિતિન પટેલ નામના એજન્ટ પાસે ફેક ડિગ્રી બનાવડાવી હતી. તેણે કલ્પેશ નામના શખ્સ પાસે વિઝા અને પાસપોર્ટનું કામ કરાવ્યું હતું.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

જો કે બંને ફેક ડિગ્રી એક જ યુનિવર્સિટીની હોવાનું સામે આવ્યું છે.છત્તીસગઢની ડો. સી વી રામન યુનિવર્સીટીનું નામ પણ પોલીસના ચોપડે ચડ્યું છે. પોલીસને જરૂર પડશે તો તે યુનિ. સાથે કોઇ મિલિભગત છે કે નહિ તે બાબતે પણ તપાસ કરશે.
ગુજરાતમાંથી કબૂતરબાજી કરનાર વાત કરીએ તો…
વર્ષ 2018માં કબૂતરબાજીના 7 કેસ નોંધાયા છે.   વર્ષ 2019માં 6 કેસ થયા તો  વિદેશ જનારા પકડાયા ગયા છે  અને એજન્ટ હજુય ફરાર છે.  આરોપીઓ પાસેથી મળે યુકે, યુએસ અને સાઉથ આફ્રિકાના વિઝા મળતાં હોય છે.   ઉત્તર ગુજરાત અને નડિયાદ કનેક્શન હોવાનું માનવામાં આવી રહ્યું છે.
આંકડા મુજબ છેલ્લા કેટલાક સમયમાંથી આ પ્રકારની બોગસ ડિગ્રીને આધારે અનેક લોકો એરપોર્ટ પર ઝડપાઇ ચુક્યા છે. જેમાં મોટાભાગે મહેસાણા અને ખેડા જીલ્લાના સૌથી વધુ કેસો સામે આવતા હોવાનુ સામે આવ્યુ છે. વર્ષ 2018માં કુલ સાત કેસ કરવામાં આવ્યા હતા. જ્યારે વર્ષ 2019માં છ કેસ નોંધાયા છે. જેમાં મોટાભાગે વિદેશ જનાર પકડાયા છે પણ પોલીસના હાથે એજન્ટ પકડાયા નથી.
જે તપાસની ઢીલી નીતિ સાબિત કરી બતાવે છે.  પકડાયેલા મોટાભાગના આરોપીઓના વિઝા યુએસ અને યુકે તથા સાઉથ આફ્રિકા અને ઓમાનના હોવાનું સામે આવી રહ્યું છે.  પકડાયેલા લોકો પણ ઉત્તર ગુજરાત અને નડિયાદના વધુ લોકો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. આરોપીઓ એજન્ટ પાસે પહોંચે છે ત્યારે પહેલા શરૂઆત 50 હજાર લઈને કરવામાં આવે છે પણ બાદમાં કામ પૂરૂ થાય ત્યાં સુધી બેથી અઢી લાખ રૂપિયાનો ખર્ચ બોગસ ડિગ્રી કેસ પાસપોર્ટ બનાવવામાં થઇ જતો હોય છે.
અમદાવાદ એરપોર્ટ પર છેલ્લા પંદર દિવસમાં 6થી વધુ લોકોને ઇમિગ્રેશન વિભાગે ઝડપી પાડ્યા છે. એક સપ્તાહ અગાઉ પણ વિદેશ જવાની ઘેલછાને કારણે વિદ્યાર્થીએ વૃધ્ધનો વેશ ધારણ કરીને જવાનો પ્રયાસ કર્યો હતો જેને પણ ઝડપી પાડવામાં આવ્યો હતો.  હાલમાં તો એજન્ટોને પાડવાના ચક્રો એરપોર્ટ પોલીસે ગતિમાન કર્યા છે. બંનેની ઝડતી બાદ મોટુ સ્કેમ બહાર આવે તે નવાઇ નહી ત્યારે પોલીસ સૂત્રોનું એવું પણ કહેવું છે કે ઈમિગ્રેશનના અધિકારીઓ કબૂતરબાજોને પકડીને તગડી બે નંબરી કમાણી પણ કરતા હોય છે અને ગેરકાયદે દારૂની બોટલો લાવનારા પાસેથી પણ પૈસા પડાવતા હોય છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
g clip-path="url(#clip0_868_265)">