AHMEDABAD : મુમતપુરા પાસે ઓવરબ્રીજ તૂટવાની ઘટનામાં 5 સભ્યોની ટીમ તપાસ કરશે

|

Dec 28, 2021 | 11:29 PM

Bridge collapse in Ahmedabad : પાંચ સભ્યોની ટીમે ગયા અઠવાડિયે અકસ્માત સ્થળની મુલાકાત લીધી હતી અને સેમ્પલ લીધા હતા.

AHMEDABAD : મુમતપુરા પાસે ઓવરબ્રીજ તૂટવાની ઘટનામાં 5 સભ્યોની ટીમ તપાસ કરશે
A five-member team will investigate the collapse of an overbridge near Mumtapura in ahmedabad

Follow us on

AHMEDABAD : શહેરમાં 22 ડિસેમ્બરે મુમતપુરામાં ઓવરબ્રીજનો એક ભાગ તૂટી પડવાની ઘટનામાં 5 સભ્યોની ટીમ તપાસ કરશે. આ 5 સભ્યોની ટીમ ઓવરબ્રીજનો ભાગ તૂટી પડવાના કારણોની તપાસ કરશે. પાંચ સભ્યોની આ સમિતિમાં ગુજરાત એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (GERI) ના એક સિનિયર એન્જિનિયર, ફોરેન્સિક સાયન્સ ડિરેક્ટોરેટ (DFS) અને માર્ગ અને મકાન વિભાગના ત્રણ એન્જિનિયરનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ અંગે AUDAના સિનિયર એન્જિનિયરે જણાવ્યું હતું કે કાચા માલની ગુણવત્તા જાળવવામાં આવી હતી કે નહીં તે સુનિશ્ચિત કરવા માટે સાઇટ પરથી સામગ્રીના નમૂનાઓનું પરીક્ષણ રાજ્યના માર્ગ અને મકાન વિભાગની લેબમાં કરવામાં આવશે.

આ ઘટના ફ્લાયઓવર બ્રીજના ઉદ્ઘાટનના અઠવાડિયા પહેલા બની હતી. આ બ્રીજના બનવાથી સાઉથ બોપલના રહેવાસીઓ માટે મોટી રાહત થઇ છે. જેને બાંધકામનું કામ ફાળવવામાં આવ્યું હતું તે રણજિત બિલ્ડકોન લિમિટેડ ના માણસો 114માં બોક્સ ગર્ડરના પોસ્ટ ટેન્શનિંગનું કામ કરી રહ્યાં હતા ત્યારે આ ઘટના ઘટી હતી. પાંચ સભ્યોની ટીમે ગયા અઠવાડિયે અકસ્માત સ્થળની મુલાકાત લીધી હતી અને સેમ્પલ લીધા હતા. પુલનો ભાગ તૂટી પડ્યો ત્યારે સ્થળ પર 90 લોકો હતા.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

કોન્ટ્રાક્ટરને અનેક બ્રિજ અને હાઈવે સ્ટ્રક્ચરનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે, પરંતુ સુરતમાં 2007માં આ જ કંપની દ્વારા બનાવવામાં આવી રેહલા બ્રિજનો ભાગ તૂટી પડવાની ઘટના બની હતી. સુરતમાં ઉધના દરવાજા અને મજુરાગેટ વચ્ચે ફ્લાયઓવરનો ભાગ તૂટી પડવાની આ ઘટનામાં એક મજૂરનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. અઠવાલાઇન્સમાં આ જ કંપની દ્વારા ફ્લાયઓવર બનાવવામાં આવી રહ્યો હતો. 2016 સુરતના અનુવ્રતદ્વારમાં કંપની દ્વારા બનાવવામાં આવી રહેલા ફ્લાયઓવર પ્રોજેક્ટમાં પણ સ્ટ્રક્ચર નિષ્ફળતાની જાણ કરવામાં આવી હતી.

આ પણ વાંચો : GUJARAT : નાઈટ કર્ફ્યુંમાં વધારો થવાથી રેસ્ટોરન્ટ-હોટેલના વેપારમાં 20 ટકાનો ઘટાડો થશે

આ પણ વાંચો : AHMEDABAD : ડોક્ટરની બેદરકારીને કારણે દર્દીનું ડાબું ફેફસું કાઢવું પડ્યું, જાણો પછી શું થયું

Next Article