દાણીલીમડામાં ગેરકાયદેસર યુરિયા ખાતરથી કેમિકલ બનાવવાનું કૌભાંડ ઝડપાયું, 7 વર્ષથી ધમધમી રહ્યો હતો ગોરખધંધો

દાણીલીમડામાં ગેરકાયદેસર યુરિયા ખાતરથી કેમિકલ બનાવવાનું કૌભાંડ ઝડપાયું, 7 વર્ષથી ધમધમી રહ્યો હતો ગોરખધંધો
A chemical manufacturing scam using illegal Urea fertilizer was caught in Danilimda

દાણીલીમડામાં પ્રભુદાસ એસ્ટેટમાં રાજસ્વી ફેકટરીમાં યુરિયા ખાતરનો ઉપયોગ કરીને કેમિકલ બનાવવાનું કૌભાંડ ઝડપાયું. પોલીસે બાતમીના આધારે રેડ કરતા 276 થેલીઓ યુરિયા ખાતરનો જથ્થો મળી આવ્યો.

Darshal Raval

| Edited By: Gautam Prajapati

Dec 26, 2021 | 7:10 AM

Ahmedabad: દાણીલીમડામાં ગેરકાયદેસર યુરિયા ખાતરનો (Urea fertilizer) ઉપયોગ કરીને કેમિકલ બનાવવાનું કૌભાંડ ઝડપાયું હતું. આ સમગ્ર ઘટનામાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી હતી. તો આ મામલે કેમિકલ (Chemical manufacturer) બનાવીને બીજા રાજ્યોમાં વેંચતા હોવાનો પર્દાફાશ થયો છે. તેમજ પોલિસે ફેક્ટરીના માલિકની શોધખોળ શરૂ કરી.

વિગતે વાત કરીએ તો દાણીલીમડામાં પ્રભુદાસ એસ્ટેટમાં રાજસ્વી ફેકટરીમાં યુરિયા ખાતરનો ઉપયોગ કરીને કેમિકલ બનાવવાનું કૌભાંડ ઝડપાયું હતું. પોલીસે બાતમીના આધારે રેડ કરતા 276 થેલીઓ યુરિયા ખાતરનો જથ્થો મળી આવ્યો. આ જથ્થો ગેરકાયદેસર રાખેલો હોવાથી પોલીસે ફેકટરીના મેનેજર જયેશ સોલંકીની ધરપકડ કરી. જ્યારે ફેક્ટરીના માલીક પુષ્પરાજ રાજસ્વીની શોધખોળ શરૂ કરી છે. આરોપી યુરિયા ખાતરથી કેમિકલ બનાવીને બીજા રાજ્યોમાં દોરી બનાવવાની ફેકટરીમાં વેંચતા હતા.

આ કેમિકલનો ઉપયોગ દોરીને મજબૂત બનાવવા થાય છે. જેમા યુરિયા ખાતર, એકીલા માઇડ કલર, અને રિયાઝ સાઇઝર પીએફ નામનું કેમિકલ ભેળવીને કેમિકલ બનાવીને વેચાણ કરતા હોવાનું સામે આવ્યું છે. તો આરોપીઓ રાધનપુરથી યુરિયા ખાતરનો જથ્થો લાવતા હોવાનું પણ ખુલ્યું. છેલ્લા 7 વર્ષથી ગેરકાયદેસર યુરિયા ખાતરનો જથ્થો લાવીને કેમિકલ બનાવીને જુદા જુદા રાજ્યોમાં કેમિકલ સપ્લાય કરતા હોવાનો ખુલાસો થયો.

સબસીડી યુરિયા ખાતરનો ગેરકાયદેસર ઉપયોગ કરવાને લઈને દાણીલીમડા પોલીસે ગુનો નોંધી જયેશ સોલંકીની પૂછપરછ શરૂ કરી છે. યુરિયા ખાતરના ગેરકાયદેસર ઉપયોગને લઈને મુખ્ય સુત્રધાર ફેકટરીનો માલિક પુષ્પરાજ રાજસ્વી ફરાર છે. જેની ધરપકડને લઈને પોલીસે કાર્યવાહી શરૂ કરી. સાથે જ રાધનપુરમાંથી યુરિયા ખાતર કોની પાસેથી લાવતા હતા. ઉપરાંત અન્ય કેટલા આરોપીની સંડોવણી છે તે તમામ મુદ્દે પોલીસ વધુ તપાસ શરૂ કરી.

આ પણ વાંચો: સુશાસન સપ્તાહના પ્રારંભમાં CM ભુપેન્દ્ર પટેલની મોટી ભેટ, આ નિયમો બદલીને જનહિત નિર્ણયોની કરી જાહેરાત

આ પણ વાંચો: Horoscope Today: દૈનિક રાશિફળ, મેષ 26 ડિસેમ્બર: વેપારની દૃષ્ટિએ સમય અનુકૂળ, બજારમાં તમારી છબી અને પ્રતિષ્ઠામાં વધારો થશે

આ પણ વાંચો: Horoscope Today: દૈનિક રાશિફળ, વૃષભ 26 ડિસેમ્બર: જો લોન લેવાનું વિચારી રહ્યા હોવ, તો તમારી ક્ષમતા કરતાં વધુ ઉધાર લેવાનું ટાળો

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati