AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

700 TRB જવાન ઘરભેગા : અમદાવાદ ટ્રાફિક પોલીસે ગેરવર્તણૂક કે ભ્રષ્ટાચારમાં સંકળાયેલા TRB જવાનોને છુટ્ટા  કર્યા

700 TRB જવાન ઘરભેગા : અમદાવાદ ટ્રાફિક પોલીસે ગેરવર્તણૂક કે ભ્રષ્ટાચારમાં સંકળાયેલા TRB જવાનોને છુટ્ટા કર્યા

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 24, 2021 | 5:17 PM
Share

700 જેટલા TRB જવાનો કે જેમની સામે ગેરવર્તણૂક ગેરીરીતિની ફરિયાદ હતી તેમને ઘરભેગા કરી દેવામાં આવ્યાં છે.નવા 700 જેટલા TRB જવાનોની ભરતી કરવામાં આવશે.

AHMEDABAD : ટ્રાફિક પોલીસમા ભ્રષ્ટાચાર તેમજ ગેરવર્તણૂક રોકવા માટે અમદાવાદ ટ્રાફિક પોલીસે ઐતિહાસિક નિર્ણય લીધો છે. ગેરવર્તણૂક કે ભ્રષ્ટાચારમાં સંકળાયેલ TRB જવાનોનો સફાયો કરવામાં આવ્યો છે.700 જેટલા TRB જવાનો કે જેમની સામે ગેરવર્તણૂક ગેરીરીતિની ફરિયાદ હતી તેમને ઘરભેગા કરી દેવામાં આવ્યાં છે.નવા 700 જેટલા TRB જવાનોની ભરતી કરવામાં આવશે. આ જવાનોની 3 વર્ષ માટે કોન્ટ્રાકટથી ભરતી કરવામાં આવશે.નવા ભરતી થનાર TRB જવાનોને લોકો સાથે શાંતિપૂર્ણ વ્યવહાર, સોફ્ટ સ્કિલ સિગ્નલ સહિતની માહિતી માટે ટ્રેનિંગ આપવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે ટ્રાફિક પોલીસના TRB જવાનો નાગરીકો પાસેથી પૈસા પડાવતા અને દાદાગીરી કરતા હોવાના અનેક કિસ્સા સામે આવી ચુક્યા છે. જેમની કરતૂતોને કારણે ટ્રાફિકના પ્રમાણિક જવાનોની પણ છબી ખરડાઈ રહી છે. અમદાવાદમાં આવો જ એક તોડબાજ TRB જવાન હાટકેશ્વરમાં જોવા મળ્યો હતો. અહીં ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો TRB જવાન એક યુવક પાસેથી છૂપી રીતે રૂપિયા લઈ રહ્યો હતો.. તે સમયે સ્થાનિકોએ તેનો ફોટો પાડી લીધો હતો. ત્યારબાદ હાટકેશ્વર ચોકીએ જઈને હોબાળો કર્યો અને TRB જવાન સામે કાર્યવાહીની માંગ કરી હતી.

તો સુરતના અઠવાલાઈન્સ ચોપાટી પોઇન્ટ પર સિગ્નલ બંધ થતા થોડા આગળ નિકળી ગયેલા દંપતિ સાથે TRB જવાને ઝઘડો કરી પતિને તમાચો મારી દીધા નો બનાવ બન્યો છે. આ સમગ્ર બનાવના CCTV સામે આવ્યાં છે. જેમાં TRB જવાન મોપેડ સવાર દંપતીને અટકાવે છે. સાથે જ સિગ્નલ ખુલ્યા બાદ બધા વાહનોની સાથે મોપેડની સાથે આગળ વધેલા દંપતીને રોકે છે અને તેમની સાથે માથાકૂટ સર્જાય છે. બાદમાં અન્ય TRB જવાનો અને પોલીસ કાફલો આવી જતાં તેમને રોડ સાઈડ પર લઈ જવામાં આવે છે. જાહેરમાં સર્જાયેલી માથાકૂટ બાદ TRB જવાન અને દંપતી સામ સામે ફરીયાદ નોંધાવી હતી.

આ પણ વાંચો : નવસારીની યુવતી આપઘાત કેસમાં આરોપીઓને પકડવા SITની રચના, ઓરલ એવિડન્સ પરથી ગેંગરેપ હોવાનું પુરવાર થયું

આ પણ વાંચો : LRD અને PSIની ભરતી અંગે મહત્વપૂર્ણ સમાચાર, ઉમેદવારો 26 નવેમ્બરથી કોલલેટર ડાઉનલોડ કરી શકશે

g clip-path="url(#clip0_868_265)">