Ahmedabad : રાણીપની આ હોટલમાં દારૂની મહેફિલ ! નશામાં ધૂત 2 યુવતીઓ સહિત સાત નબીરા ઝડપાયા

|

Sep 26, 2022 | 1:09 PM

રાણીપની મેટ્રોપોલ હોટલમાંથી આ દારૂની મહેફિલ ઝડપાઈ છે.હાલ પોલીસે (Ahmedabad police) ગુનો નોંધીને વધુ હાથ તપાસ હાથ ધરી છે.

Ahmedabad : રાણીપની આ હોટલમાં દારૂની મહેફિલ ! નશામાં ધૂત 2 યુવતીઓ સહિત સાત નબીરા ઝડપાયા
liquor party in Metropol Hotel

Follow us on

અમદાવાદમાં (Ahmedabad) રાણીપની હોટલમાંથી દારૂની મહેફિલ (Liquor party) માણતા 5 નબીરા ઝડપાયા છે. આ દારૂની મહેફિલમાં 2 યુવતી સહિત કુલ 7  લોકો સામેલ હતા. તમને જણાવી દઈએ કે, રાણીપની મેટ્રોપોલ હોટલમાંથી આ દારૂની મહેફિલ ઝડપાઈ છે. હાલ પોલીસે (Ahmedabad police) ગુનો નોંધીને વધુ હાથ તપાસ હાથ ધરી છે.

ફાર્મ હાઉસમાં નબીરાઓની મહેફિલ

થોડા દિવસો અગાઉ આણંદના (Anand) આંકલાવ પોલીસે નવાખલમાં દારૂની પાર્ટીમાં રેડ પાડી હતી.જેમાં મહેફિલ માણતા 25 જેટલા વ્યક્તિઓની પોલીસે (Anand police) અટકાયત કરી હતી. 15 પુરૂષ સાથે 10 મહિલાઓ પણ દારૂની પાર્ટીમાં (liquor party) સામેલ હતી. માહિતી મુજબ એક મહિલાના જન્મદિવસ નિમિતે દારૂની પાર્ટી રાખવામાં આવી હતી. નવાખલના ગ્રીનટોન ફાર્મ હાઉસ (Greenton farm house) ભાડે રાખી પાર્ટી કરવામા આવી રહી હતી.જો કે પોલીસ આવી જતા રંગમાં ભંગ પડ્યો હતો.

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે

દારૂબંધીના નિયમો નેવે મુકીને પાર્ટી કરનાર આ તમામ નબીરાઓ વડોદરાના રહેવાસી છે.દારૂના નશામાં ચુર 10 મહિલાઓ સહિત 25 લોકોની પોલીસે અટકાયત કરી છે.તો સાથે જ દારુની 10 બોટલો, 3 ભરેલી, 5 ખાલી 2 અડધી બોટલો પણ જપ્ત કરી છે.પ્રોહીબીશનના ગુના અંતર્ગત આંકલાવ પોલીસે હાલ ગુનો દાખલ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Published On - 1:08 pm, Mon, 26 September 22

Next Article