રાજ્યમાં ધૂળેટી પર્વ પર બપોર સુધીમાં 108 ઈમરજન્સી સેવામાં 2030 કેસ નોંધાયા, પેટના દુઃખાવા, શ્વાસ અને એલર્જી અંગેની ફરિયાદો મળી
Ahmedabad News : આ વર્ષે સમગ્ર ગુજરાતમાંથી 108 ઇમરજન્સીને અનેક કોલ મળ્યા છે. રાજ્યમાં ધૂળેટી પર્વે 108 ઈમરજન્સી સેવામાં 2030 કેસ નોંધાયા છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે 87 કેસ વધુ નોંધાયા છે.
દર વર્ષે હોળી-ધૂળેટીના પર્વ પર ઇમરજન્સીના કેસ નોંધાતા હોય છે. ત્યારે આ વર્ષે પણ 108 સેવા દ્વારા તૈયારીઓ કરી લેવામાં આવી હતી. ત્યારે આ વર્ષે સમગ્ર ગુજરાતમાંથી 108 ઇમરજન્સીને અનેક કોલ મળ્યા છે. રાજ્યમાં ધૂળેટી પર્વે 108 ઈમરજન્સી સેવામાં 2030 કેસ નોંધાયા છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે 87 કેસ વધુ નોંધાયા છે. 108માં સૌથી વધુ કેસ પ્રેગ્નન્સી અને ઈમર્જન્સીને લગતા નોંધાયા છે. પેટના દુઃખાવા, શ્વાસ અને એલર્જી અંગેની ફરિયાદો મળી છે.
આજની જો વાત કરવામાં આવે તો બપોર સુધીમાં 2030 જેટલા કેસ 108 ઈમરજન્સીને મળ્યા છે. જેમાં ગત વર્ષની સરખામણીએ વધુ કેસ નોંધાયા છે. આ સાથે જ શારિરીક છેડતીના કેસ નોંધાયા છે. અમદાવાદ, સુરત અને રાજકોટમાં છેડતીના સૌથી વધુ કેસ નોંધાયા છે. સુરતમાં છેડતીના સૌથી વધુ 14 બનાવ બન્યા છે. તો દાહોદમાં છેડતીના 8 અને અમદાવાદમાં 7 કેસ નોંધાયા છે. તો હજુ પણ ઇમરજન્સીના આ કેસમાં વધારો થવાની સંભાવના છે.
2030 emergency cases reported on occasion of #Holi , #Gujarat #Tv9News pic.twitter.com/IZR0iTCSmG
— Tv9 Gujarati (@tv9gujarati) March 8, 2023
108 ઇમરજન્સી સેવા દ્વારા આ તમામ કેસને પહોંચી વળવા કામગીરી ચાલી રહી છે. તો સાથે જ લોકોને પણ હાલાકી ન પડે તે માટે વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યુ છે. આયોજન બદ્ધ રીતે તૈયારીઓ કરીને 108ની ટીમ દ્વારા કામ કરવામાં આવી રહ્યુ છે.
મહત્વનું છે કે આજે ધૂળેટીના દિવસે રાજયમાં અલગ અલગ 5 ઘટનાઓમાં કુલ 10 લોકોના મોત નિપજ્યા છે. સુરતમાં ધૂળેટી રમ્યા બાદ કોઝવેમાં ડૂબી જતા 2ના મોત નિપજ્યા છે. તો મહેસાણાના ખેરાલુમાં ડૂબી જતા 1 યુવાન મોતને ભેટ્યો છે, જ્યારે એકનો આબાદ બચાવ થયો છે. આ તરફ કલોલ નજીક દંતાલી ગામે કેનાલમાં નહાવા પડેલા 3 યુવાનો ડૂબ્યા, જેમાંથી 2ના મૃતદેહ બહાર કઢાયા છે.
તો આ તરફ ખેડામાં કેનાલમાં ડૂબી જતા એકનું મોત નિપજ્યું છે. તો વડ઼ોદરાના ડભોઇના તળાવમાં પણ એક યુવાન ડૂબ્યો હતો. તો આ તરફ બોટાદના સેથળી ગામે કેનાલમાં 4 યુવાનો તણાયા હતા. જેમાંથી ત્રણ લોકોના મૃતદેહ બહાર કઢાયા, જ્યારે એકની શોધખોળ ચાલી રહી છે. આમ આજના દિવસે કુલ 10 જિંદગી ડૂબી જતા મોતને ભેટી છે.
(વિથ ઇનપુટ-દર્શલ રાવલ, અમદાવાદ)