Ahmedabad : પોલીસ ચોકીમાં જ પાર્ટીની હિંમત કરનારા ASI સસ્પેન્ડ, વધુ એક TRB જવાનની ધરપકડ

|

Jun 15, 2022 | 9:42 AM

Ahmedabad : પોલીસ સ્ટેશનમાં દારૂની મહેફિલ મામલે ટ્રાફિક વિભાગના ડીસીપીએ મહેફિલ કેસમાં સંડોવાયેલા ASIને સસ્પેન્ડ કર્યા છે.,તો 3 ટીઆરબી જવાનને તેમની સેવા પરથી છુટા કરવામાં આવ્યા છે.

Ahmedabad : પોલીસ ચોકીમાં જ પાર્ટીની હિંમત કરનારા  ASI સસ્પેન્ડ, વધુ એક TRB જવાનની ધરપકડ
1 ASI and 3 TRB Jawan suspended

Follow us on

અમદાવાદમાં(Ahmedabad)  સ્ટેડિયમ ચોકમાં દારૂ મહેફિલ કેસમાં વધુ એક ટીઆરબી જવાનની (TRB ) ધરપકડ કરવામાં આવી છે. દિનેશ પટણી, સોનુ પાલ સહિત ટીઆરબી જવાન પોલીસ સ્ટેશનમાં (Police Station)   દારૂની મહેફિલ માણતા ઝડપાયા હતા. જે મામલે ટ્રાફિક વિભાગના ડીસીપીએ મહેફિલ કેસમાં સંડોવાયેલા ASIને સસ્પેન્ડ કર્યા છે. તો 3 ટીઆરબી જવાનને તેમની સેવા પરથી છુટા કરવામાં આવ્યા છે.આ કેસમાં ASI અને એક ટીઆરબી જવાન હજી ફરાર છે.

દારૂબંધીનું પાલન કરાવનાર જ દારૂની મહેફિલ માણતા ઝડપાયા

તમને જણાવી દઈએ કે, અમદાવાદના નવરંગપુરા સ્ટેડિયમ ટ્રાફિક ચોકીમાં ફરજ બજાવતા 3 ટીઆરબી જવાન અને એક ASI દારૂની મહેફિલ માણતા હોવાનું સામે આવ્યુ હતુ. જો કે પોલીસ આ ચારેયને ઝડપી પાડે તે પહેલા જ ચારેય ફરાર થઈ ગયા હતા. જેમાં મોડી રાત્રે ચારમાંથી એક સોનુ પાલન નામના ટીઆરબી જવાનને ઝડપી પાડવામાં આવ્યો.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

પ્રાથમિક તપાસમાં થયો ખૂલાસો

પોલીસ પ્રાથમિક તપાસમાં દારૂની મહેફિલ માળતા ટીઆરબી જવાન અને એ.એસ. આઈ (PSI) પોતાની ડ્યુટી પૂર્ણ કર્યા બાદ ટ્રાફિક ચોકીમાં દારૂ પાર્ટીનું આયોજન કર્યું હોવાનો ખુલાસો થયો. જેમાં સોનુ પાલ નામનો ટીઆરબી જવાન પકડાયો છે પરંતુ અન્ય 3 લોકો ફરાર થતા પોલીસે શોધખોળ શરૂ કરી હતી. પકડાયેલ ટીઆરબી જવાન દારૂ પીધેલ ન હોવાનું પ્રાથમિક તપાસમાં લાગી રહ્યું છે પણ તેનું મેડિકલ રિપોર્ટ (mediacal Report) કરાવીને વધુ તપાસ શરૂ કરી છે પરંતુ ASI કાંતિભાઈ સોમાભાઈ સહિત 3 લોકો દારૂ નશો કર્યો હતો.રાજ્યમાં દારૂબંધીનું પાલન કરાવવાનું કામ પોલીસનું છે પણ દારૂબંધીનું પાલન કરાવનાર જ દારૂની મહેફિલ માણતા ઝડપાયા છે, ત્યારે  ઉચ્ચ અધિકારીઓ નોંધ લઈ વધુ તપાસ હાથ ધરી છે.

Published On - 9:32 am, Wed, 15 June 22

Next Article