Ahmedabad : આવાસ યોજનાના મકાન ભાડે આપનારા માલિકો સામે કાર્યવાહીમાં વિલંબ થતાં વિવાદ

AMCના ધ્યાને આવ્યું છે કે કેટલાક મકાન માલિકો દ્વારા આવાસ યોજના અંતર્ગત મકાન મળ્યા બાદ મકાનો ભાડે આપવામાં આવ્યા છે. આ મકાન માલિકો મકાનમાં રહેવાને બદલે મકાનો ભાડે આપીને કમાણી કરે છે. કોર્પોરેશને વિવિધ આવાસ યોજનાના 471 મકાન માલિકોને મકાન ભાડે આપવા બદલ પ્રથમ કારણદર્શક નોટિસ ફટકારી હતી

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 01, 2022 | 11:59 PM

અમદાવાદમાં(Ahmedabad) આવાસ યોજનાના મકાન ભાડે આપનારા મકાન માલિકો(Owner) સામે કાર્યવાહીમાં વિલંબ થતાં વિવાદ સર્જાયો છે. જો કે, આ મુદ્દે અમદાવાદ મ્યૂનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના(Standing Committee)  ચેરમેને દાવો કર્યો છે કે, જે મકાનો ભાડે આપ્યા હતા એમને નોટીસ આપવામાં આવી છે.ત્રણ મહિનામાં ખુલાસા માંગવામાં આવ્યા છે.. ખુલાસાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ કબજો લેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, AMCના ધ્યાને આવ્યું છે કે કેટલાક મકાન માલિકો દ્વારા આવાસ યોજના અંતર્ગત મકાન મળ્યા બાદ મકાનો ભાડે આપવામાં આવ્યા છે. આ મકાન માલિકો મકાનમાં રહેવાને બદલે મકાનો ભાડે આપીને કમાણી કરે છે.

6 મહિના બાદ પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી

કોર્પોરેશને વિવિધ આવાસ યોજનાના 471 મકાન માલિકોને મકાન ભાડે આપવા બદલ પ્રથમ કારણદર્શક નોટિસ ફટકારી હતી.જેમાં આરોપ છે કે, નોટીસ આપ્યાના 6 મહિના બાદ પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.અમદાવાદ શહેરમાં શહેરી ગરીબ અને મધ્યમવર્ગીય આવાસ યોજનામાં સરકારી નિયમો મુજબ મકાનને જેને ફાળવવામાં આવ્યું તે જ વસવાટ કરી શકે છે. જો કે સરકારે પુરા પાડેલા આ આવાસ અનેક સ્થળોએ મકાન માલિકોએ અન્ય લોકોએ મકાન ભાડે અથવા તો વેચાણ કરી દેવાના કિસ્સા પણ સામે આવ્યા છે. જેના પગલે મહાનગર પાલિકા દ્વારા આ અંગે સર્વે પણ હાથ ધરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : Anand : પેટલાદ સિવિલ હોસ્‍પિટલમાં 1018 દર્દીઓએ ડાયાલીસીસની સારવાર અપાઈ, સાત ડાયાલીસીસ મશીન કાર્યરત

આ પણ વાંચો : Valsad: તાંત્રિક પર વિશ્વાસ કરવો ભારે પડ્યો, કારના શો રૂમના મેનેજરે રૂ. 21.5 લાખ ગુમાવ્યા

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">