Ahmedabad માં ટ્રાફિક પોલીસે દોઢ માસમાં 28 લાખનો ઓનલાઇન દંડ વસુલ્યો

|

Aug 25, 2021 | 11:16 PM

યંગસ્ટર્સ ડિજિટલ માધ્યમ દ્વારા જ ઓનલાઇન દંડ ભરવાનુ પસંદ કરે છે. જેથી પોલીસને pos મશીન આપ્યાને દોઢ મહિનામા 28 લાખ જેટલો દંડ વસુલવામાં આવ્યો છે. તો હવે 45 ટકા લોકો ડિજિટલ માધ્યમ દ્વારા દંડ ભરે છે

Ahmedabad માં ટ્રાફિક પોલીસે દોઢ માસમાં 28 લાખનો ઓનલાઇન દંડ વસુલ્યો
Ahmedabad traffic police collected an online fine of Rs 28 lakh in a month and a half

Follow us on

દેશ ડિજિટલ યુગ તરફ આગળ વધી રહ્યો છે. ત્યારે હવે અમદાવાદ ટ્રાફિક પોલીસ પણ ડિજિટલ બની ગઈ છે. પોલીસ પણ હવે pos મશીન દ્વારા ઓનલાઇન ટ્રાફિક દંડ વસુલે છે. જેને લઈને હવે દંડ ભરવામાં આનાકાની કે બહાના ઓછા થઈ ગયા છે. પરંતુ હજુ પણ આધેડ વયના લોકો ઓનલાઇન દંડ ભરવામાં આનાકાની કરે છે.

ત્યારે બીજી તરફ યંગસ્ટર્સ ડિજિટલ માધ્યમ દ્વારા જ ઓનલાઇન દંડ ભરવાનુ પસંદ કરે છે. જેથી પોલીસને pos મશીન આપ્યાને દોઢ મહિનામા 28 લાખ જેટલો દંડ વસુલવામાં આવ્યો છે. તો હવે 45 ટકા લોકો ડિજિટલ માધ્યમ દ્વારા દંડ ભરે છે..

અગાઉ ટ્રાફિક નિયમનનો ભંગ કરનારાને સીસીટીવી દ્વારા ઈ-મેમો મોકલવાની શરૂઆત કરવામાં આવી હતી. જ્યારે હવે POS મશીન દ્વારા સ્થળ પર જ ટ્રાફિક પોલીસ ટ્રાફિક નિયમનના ભંગ બદલ દંડ વસુલે છે ત્યારે હાલમાં 200 મશીન પોલીસને આપવામાં આવ્યા છે. જેમાંથી 135 મશીન કાર્યરત છે. ત્યારે પહેલા લોકો પૈસા નથી જેવા અવનવા બહાના બનાવીને દંડ ભરતા ન હતા.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

પરંતુ હવે સ્થળ પર જ પોલીસ દ્વારા ઓનલાઇન દંડ વસુલવામાં આવે છે. ત્યારે હજુ પણ કેટલીક તકલીફો સામે આવી રહી છે તેને દૂર કરવા POS મશીનમાં QR કોડ વિકલ્પનો ઉમેરો કરવામાં આવશે. જેથી કરીને દંડ સરળતાથી ભરી શકાય. આ ઉપરાંત પોલીસ સાથેના જે ઘર્ષણો થતા હતા તે હવે ઓછા જોવા મળે છે. ત્યારે pos મશીન દ્વારા અત્યારસુધી 28 લાખનો દંડ વસુલ કરવામાં આવ્યો છે.

દોઢ માસમા અમદાવાદમા POS મશીન હોવા છંતા 60 લાખનો રોકડમા દંડ વસુલાયો છે. જયારે POS મશીનમા 28 લાખનો દંડ વસુલવામાં આવ્યો છે એટલે કે કહી શકાય કે માત્ર હજુ 45 ટકા લોકો જ POS મશીન દ્વારા દંડ ભરે છે.ત્યારે છેલ્લા એક વર્ષમાં 5 કરોડથી પણ વધુ દંડ લોકોએ મોબાઈલ એપથી ભર્યો છે.

ત્યારે યંગસ્ટર્સ ડિજિટલ માધ્યમને આવકારી રહ્યા છે પરંતુ બીજી તરફ મોટી ઉંમરના લોકો તેની નકારી રહ્યા હોય તેવું દેખાઈ રહ્યું છે.
Pos મશીનથી શહેરમાં લોકોના ટ્રાફિક પોલીસ સાથેના ઘર્ષણો ઓછા થયા છે. ત્યારે જો કોઈ વ્યક્તિ નિયમ નથી તોડ્યો એવી વાત કરે તો posમશીનની પાછળ એક કેમેરો પણ છે તેનાથી તેનો ફોટો પાડવામાં આવે છે.

એટલે કોઈ વ્યક્તિ દંડ ભરવામાં આનાકાની કરે તો તેને તુરંત જ ફોટો બતાવીને સ્થળ પર જ દંડ ભરાવવામાં આવે છે. જેથી POS મશીનથી હવે મેમો બુક જ નહિ પરંતુ ઈ મેમો ભરવામા પણ મદદરૂપ બન્યુ છે.

આ પણ વાંચો : Gujarat ની કચ્છ પાકિસ્તાન બોર્ડર પર બીએસએફની બાજ નજર, પાકિસ્તાનીઓની ઘૂસણખોરીને અટકાવવામાં સફળ

આ પણ વાંચો : Gujarat Top News: રાજ્યમાં શિક્ષણ, ગણેશોત્સવની તૈયારી કે વરસાદને લગતા મહત્વના સમાચાર, વાંચો એક ક્લિક કરીને

Next Article