Ahmedabad : AMCની 12 વિવિધ કમિટીઓના ચેરમેન, ડેપ્યુટી ચેરમેન સહિત સભ્યોના નામ જાહેર કરાયા

|

May 28, 2021 | 7:44 PM

Ahmedabad : ચૂંટણી બાદ કોરોનાકાળને લઈને નામ જાહેરાતની પ્રક્રિયા અટકી પડી હતી. ગત મહિને બોર્ડ મિટિંગમાં નામ જાહેર થવાના હતા. જોકે કોરોના કાળ વચ્ચે બોર્ડ મિટિંગ નહિ મળતા આજે વર્ચ્યુઅલ મળેલી બોર્ડ મિટિંગમાં નામ જાહેર કરાયા.

Ahmedabad : AMCની 12 વિવિધ કમિટીઓના ચેરમેન, ડેપ્યુટી ચેરમેન સહિત સભ્યોના નામ જાહેર કરાયા
AMCની 12 વિવિધ કમિટીઓના ચેરમેન, ડેપ્યુટી ચેરમેન સહિત સભ્યોના નામ જાહેર કરાયા

Follow us on

Ahmedabad : ચૂંટણી બાદ કોરોનાકાળને લઈને નામ જાહેરાતની પ્રક્રિયા અટકી પડી હતી. ગત મહિને બોર્ડ મિટિંગમાં આ નામ જાહેર થવાના હતા. જોકે કોરોના કાળ વચ્ચે બોર્ડ મિટિંગ નહિ મળતા આજે વર્ચ્યુઅલ મળેલી બોર્ડ મિટિંગમાં નામ જાહેર કરાયા. જેમાં વિવિધ 12 કમિટીઓના સભ્યોના નામ જાહેર કરાયા. જે તમામ કમિટીમાં સભ્યો બિનહરીફ ચૂંટાઈ આવ્યા. જાહેર કરેલ નામમાં પહેલું નામ ચેરમેન અને બીજું નામ ડેપ્યુટી ચેરમેન તરીકે જાહેર થયું. જેમાં amts માં માત્ર ચેરમેન રહેશે. બાકીની કમિટીમાં ચેરમેન અને ડેપ્યુટી ચેરમેન રહેશે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની 12 જેટલી વિવિધ કમિટીના ચેરમેન અને ડે. ચેરમેનની નિમણુંક થઇ હતી. કોર્પોરેશનની સામાન્ય સભા ઓનલાઇન મળી હતી. જેમાં અલગ અલગ કમિટીના ચેરમેનની જાહેરાત થઇ હતી. 12 કમિટીમાં વિપક્ષના એક પણ સભ્યની નિમણુંક થઇ નથી. ઉપરાંત વીએસ હોસ્પિટલ અને ચિનાઈ પ્રસૂતિ ગૃહ બોર્ડ મેનેજમેન્ટમાં પાંચ સભ્યોની, વેટરનીટી હોસ્પિટલ મેનેજિંગ કમિટિ અને બેચરદાસ દવાખાનાની કમિટિમાં બે-બે પ્રતિનિધીની નિમણુંક થઇ હતી.

આજે નિમાયેલી કમિટીમાં કેટલાક કાઉન્સિલરો જે અગાઉ કમિટીઓમાં ચેરમેન હતા, તેમને ફરી રિપીટ કરાયા છે. બોડકદેવ વોર્ડના કાઉન્સિલર દેવાંગ દાણી ગત ટર્મમાં હેલ્થ કમિટિમાં ચેરમેન હતા. તેઓને ટાઉન પ્લાનિંગ કમિટીમાં ચેરમેન બનાવાયા છે. નવા વાડજના કાઉન્સિલર જતીન પટેલ અગાઉ રોડ એન્ડ બિલ્ડીંગ કમિટીમાં હતા. તેઓને વોટર એન્ડ સપ્લાય સુઅરેઝ કમિટીના ચેરમેન બનાવાયા છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

તમામ 12 કમિટીના ચેરમેન-ડેપ્યુટી ચેરમેનનું લિસ્ટ

તો આ સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભામાં 22 કામો પૈકી 18 કામો મંજૂર કરાયા. તો ચૂંટણી બાદની હોદ્દાઓ અને કમિટીઓને મંજૂરી આપવામાં આવી. એટલું જ નહીં પણ નામ જાહેર કરાયા બાદ amtsની કમિટીએ સ્ટેન્ડિંગ ચેરમેન અને મેયરની મુલાકાત પણ કરી હતી.

મહત્વનું છે કે જે નામ જાહેર કરાયા જેમાં પૂર્વ કોર્પોરેટર, ચાલુ કોર્પોરેટર અને અનુભવી લોકોનો સમાવેશ થાય છે. જેમના અનુભવ અને કામગીરીના કારણે નવા ચેરમેન અને ડેપ્યુટી ચેરમેનની કામગીરી સરળ બનશે. તેમજ નવા ચેરમેન તરીકે નામ જાહેર કરતા ચેરમેને ખુશી વ્યક્ત કરી તેમજ પ્રજાને સેવા પૂરી પાડવા ખાતરી આપી.

મહત્વનું છે કે જ્યારથી ચૂંટણી પરિણામ જાહેર થયા તે બાદ વિવિધ કોર્પોરેટર અને કાર્યકરો નેતાને મળી પોતાનું નામ જાહેર થાય તેવા એડીચોટીના દમમાં લાગ્યા હતા. જે વચ્ચે હવે 12 કમિટીઓના નામ જાહેર થઈ ચૂક્યા છે. ત્યારે જોવાનું એ પણ રહે છે કે નવા સભ્યો કેટલી સારી રીતે કમિટીઓના વહીવટ સાંભળે છે અને પ્રજાને કેટલી સરળ સુવિધા પૂરી પાડી શકે છે.

Published On - 7:30 pm, Fri, 28 May 21

Next Article