Ahmedabad : બોપલ-ઘુમા નગરપાલિકાના સફાઈ કામદારોની ફરી હડતાળ, કયારે આવશે પ્રશ્નોનું નિરાકરણ ?

|

Oct 21, 2021 | 6:11 PM

અગાઉ પણ આ સફાઈ કામદારોએ હડતાળ કરી હતી. પરંતુ તેમના પ્રશ્નોનું કોઈ નિરાકરણ ના આવતા ફરીથી હળતાળનું શસ્ત્ર ઉગામયુ છે. જ્યાં સુધી નિરાકરણ નહીં આવે ત્યાં સુધી હડતાળ ચાલુ રાખવાનો કામદારોએ નિર્ણય કર્યો છે.

Ahmedabad : બોપલ-ઘુમા નગરપાલિકાના સફાઈ કામદારોની ફરી હડતાળ, કયારે આવશે પ્રશ્નોનું નિરાકરણ ?
Ahmedabad: Sweepers of Bopal-Ghuma municipality go on strike again, when will the issues be resolved?

Follow us on

બોપલ ઘુમા નગરપાલિકાના સફાઈ કામદારોએ નવા પશ્ચિમ ઝોનની ઓફિસ બાનમાં લીધી, સફાઈ કામદારોએ અધિકારીઓને ઓફિસમાં પ્રવેશવા ના દીધા, નવા પશ્ચિમ ઝોનની કામગીરી ઠપ્પ

નવા પશ્ચિમ ઝોનની ઓફિસ ખાતે સફાઈ કામદારો બે દિવસથી હડતાળ પર ઉતાર્યા છે. બોપલ-ઘુમા નગરપાલિકાના 250થી વધારે સફાઈ કામદારો હડતાળ પર ઉતાર્યા છે. સફાઈ કામદારોનો એએમસીમાં સમાવેશ ના કરતા હડતાળ પાડવામાં આવી છે. ચાર મહિનાથી પગાર ના ચૂકવાયો હોવાનો આક્ષેપ છે. સફાઈ કામદારોને કાયમી કરી એએમસીમાં સમાવેશ કરવાની માંગ સાથે હડતાળ પર ઉતર્યા છે. તાત્કાલિક ચાર મહિનાનો બાકી પગાર ચૂકવવા માંગ કરવામાં આવી છે.

સફાઇ કામદારોએ ફરી હડતાળનું શસ્ત્ર ઉગામ્યું

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

અગાઉ પણ આ સફાઈ કામદારોએ હડતાળ કરી હતી. પરંતુ તેમના પ્રશ્નોનું કોઈ નિરાકરણ ના આવતા ફરીથી હળતાળનું શસ્ત્ર ઉગામયુ છે. જ્યાં સુધી નિરાકરણ નહીં આવે ત્યાં સુધી હડતાળ ચાલુ રાખવાનો કામદારોએ નિર્ણય કર્યો છે. છેલ્લા બે દિવસથી પશ્ચિમ ઝોનની ઓફિસમાં કામદારોએ ધામા નાંખ્યા છે. પશ્ચિમ ઝોનની ઓફિસમાં જ સફાઈ કામદારો દ્રારા રસોડું શરૂ કરવામાં આવ્યું છે. જમવાથી લઈ રાત્રે સુવા સુધીની તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. સફાઈ કર્મચારીઓનો આક્ષેપ છે કે છેલ્લા ચાર મહિનાથી પગાર આપવામાં નથી આવ્યો. ચાર મહિનાથી પગાર માટે આશ્વાસન આપવામાં આવે છે. પરંતુ પગાર આપવામાં નથી આવતો. ત્યારે હવે આ સફાઈ કામદારો લડી લેવાના મૂળમાં છે. પગાર ના મળતા અનેક કામદારોને ઘર ચલાવવાના ફાંફા પડી રહ્યા છે. દિવાળીના તહેવાર સમયે પગાર ના મળતાં કામદારોની મુશ્કેલીમાં વધારો થયો છે.

આ અંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને કંઇક આમ જણાવ્યું
હિતેશ બારોટે જણાવ્યું હતું કે બોપલ ઘુમાનો નવો વિસ્તાર એએમસીમાં સમાવેશ થયો છે. આ કોન્ટ્રાકટ બેઝના કર્મચારીઓ છે. આ બાબતે કમિટી બનાવવામાં આવી છે. કમિટીનો રિપોર્ટ આવ્યા બાદ નિર્ણય લેવામાં આવશે. કર્મચારીઓનો પગાર કોન્ટ્રાક્ટર દ્વારા આપવામાં આવે છે.એએમસીએ કોન્ટ્રાક્ટરને પૈસા ચૂકવી દીધા છે.

 

આ પણ વાંચો : કરાઇ પોલીસ અકાદમી ખાતે પોલીસ શહિદ સ્મૃતિ દિવસ ઉજવાયો, સીએમ ભૂપેન્દ્ર પટેલે દિવંગત પોલીસ કર્મીઓને ભાવભરી શ્રદ્ધાંજલિ પાઠવી

આ પણ વાંચો : Ahmedabad : પોલીસ કંટ્રોલમાં આવ્યો એક નનામો કોલ, તપાસના અંતે ફેક કોલ હોવાનું ખુલતા પોલીસે લીધો રાહતનો શ્વાસ

Next Article