Ahmedabad : નારણપુરામાં બનનારા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષના સ્થળની રમત ગમત મંત્રી હર્ષ સંઘવીએ મુલાકાત લીધી

|

May 20, 2022 | 6:10 PM

અમદાવાદ (Ahmedabad) શહેરમાં SVP હોસ્પિટલ અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બાદ હવે શહેરમાં વધુ એક નવું નજરાણું ઉમેરાશે.નારણપુરા વિસ્તારમાં વરદાન ટાવર પાસે આવેલી 19 એકર જમીનમાં ઇન્ટરનેશનલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવામાં આવશે. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ માટે કેન્દ્ર સરકાર દ્વારા ગ્રાન્ટ ફાળવવામાં આવશે

Ahmedabad : નારણપુરામાં બનનારા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષના સ્થળની રમત ગમત મંત્રી હર્ષ સંઘવીએ મુલાકાત લીધી
Gujarat Sports Minister Harsh Sanghvi visited Naranpura sports complex Site

Follow us on

ગુજરાતના(Gujarat)રમતગમત મંત્રી હર્ષ સંઘવીએ (Harsh Sanghvi) અમદાવાદના નારણપુરા વિસ્તારમાં બની રહેલા  સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ સ્થળની (Sports Complex)મુલાકાતે પહોચ્યાં હતા. જેમાં રૂપિયા 631.77 કરોડના ખર્ચે બની રહેલા આ સ્પોર્ટસ કોમ્પ્લેક્ષમાં 4 આંતરરાષ્ટ્રીય કક્ષાના કોમ્પ્લેક્ષ ઉભા થનાર છે. જેમાં 300 ખેલાડીઓ રહેવા સાથે રમત રમી શકે તેવી વ્યવસ્થા આ કોમ્પ્લેક્ષમાં તૈયાર કરાશે. જેમાં 82 હજાર 507 ચોરસમીટર જમીન પર 1.15 લાખ સ્કવેર મીટરના આ બાંધકામમાં ટેબલ ટેનિસ, બોક્સિંગ, ટેકન્વોડ, બેડમિન્ટન , રેસલિંગ, ફેંસિંગ ઓલમ્પિક કક્ષાએ રમી શકાય તેવી વ્યવસ્થા નારણપુરા સ્પોર્ટ કોમ્પ્લેક્ષમાં કરાશે. જોકે તેનું ખાત મુહૂર્ત આગામી 29મી મે એ ગૃહમંત્રી અમિત શાહના હસ્તે કરવામાં આવશે.

જેને પગલે રમતગમત મંત્રી એ નિરીક્ષણ કરતા કામગીરીની સમીક્ષા કરી હતી. આ સ્પોર્ટ કોમ્પ્લેક્ષમાં જ બે આંતરરાષ્ટ્રીય કોમ્પલેક્ષ અને એક એકેડમી સાથે એક કોમ્યુનીટી કલબ કલાસ બનાવશે જ્યારે ઇન્ડોર સ્પોર્ટ્સ અને ફિટ ઇન્ડિયા ઝોન અહીંયા આકાર લેશે જેનાથી સ્થાનિક નાગરિકો રોજ ઉપયોગ કરી શક્ય તે રીતે યોગ,ઓપન જિમ,બાળકો અને વૃધ્ધોની એક્ટીવી માટે રહેશે.આ સ્પોર્ટસ કોમ્પલેક્ષનું કામ 30 મહિનામાં પૂરું કરાશે. તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષા બે ગ્રાઉન્ડ માં 8700 પ્રેક્ષકો તેને નિહાળી શકે તેવી વ્યવસ્થા ઉભી કરાશે. જેમાં 16 સ્પોર્ટ માંથી ટેબલ ટેનિસ, બૉક્સિંગ, ટેકન્વોડ, બેડમિન્ટન , રેસલિંગ, ફેંસિંગ ઓલમ્પિક કક્ષાએ રમી શકાય તેવી વ્યવસ્થા ઉભી કરાશે.

આ સ્પોર્ટસ કોમ્પ્લેક્ષમાં ખેલાડીઓ 7 જેટલી રમતો રમી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવશે છે. શહેરમાં SVP હોસ્પિટલ અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બાદ હવે શહેરમાં વધુ એક નવું નજરાણું ઉમેરાશે.નારણપુરા વિસ્તારમાં વરદાન ટાવર પાસે આવેલી 19 એકર જમીનમાં ઇન્ટરનેશનલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવામાં આવશે. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ માટે કેન્દ્ર સરકાર દ્વારા ગ્રાન્ટ ફાળવવામાં આવશે. જેના માટે કેન્દ્ર સરકારના નાણાં વિભાગે પ્રાથમિક મંજૂરી આપી છે. કેન્દ્રથી ગુજરાત સરકારને ગ્રાન્ટ આપવામાં આવશે, જેને તેઓ મ્યુનિસિપલ કોર્પોરેશનને ફાળવશે.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

શહેરની વચ્ચે આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનશે

જેમાં આખા પ્રોજેકટને 6 ભાગમાં વહેંચવામાં આવ્યો છે, જેમાં એક્વાટિક કોમ્પ્લેક્સ, કોમ્પ્યુનિટી સ્પોર્ટ્સ સેન્ટર, સેન્ટર ફોર સ્પોર્ટ્સ એક્સેલન્સ, ઇન્ડોર મલ્ટી સ્પોર્ટ્સ એરેના, ફિટ ઇન્ડિયા ઝોન અને આઉટડોર સ્પોર્ટ્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાં 800 ટૂ-વ્હીલર અને 850 ફોર-વ્હીલર પાર્ક કરવાની વ્યવસ્થા પણ કરવામાં આવશે. ખેલાડીઓ અને પ્રેક્ષકોને ટ્રાન્સપોર્ટેશનની સરળ વ્યવસ્થા રહે એના માટે શહેરની વચ્ચે આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનશે.

 

 

 

Next Article