શું રાજસ્થાન હોસ્પિટલમાં દર્દીઓના જીવ સાથે રમત રમાઈ રહી છે? સારવારના નામે 3 કલાક સુધી પરિવારને ઉલ્લુ બનાવ્યા- જુઓ Viral Video

અમદાવાદની રાજસ્થાન હોસ્પિટલ સામે ગંભીર બેદરકારી અને છેતરપિંડીના આક્ષેપો ઉઠ્યા છે. માથામાં ગંભીર ઈજા પામેલા દર્દી પાસેથી તાત્કાલિક પેમેન્ટ લીધા છતાં 3 કલાક સુધી કોઈ જ સારવાર ન આપી પરિવારને ગુમરાહ કરવામાં આવ્યા હોવાનો આક્ષેપો સામે આવ્યા છે.

શું રાજસ્થાન હોસ્પિટલમાં દર્દીઓના જીવ સાથે રમત રમાઈ રહી છે? સારવારના નામે 3 કલાક સુધી પરિવારને ઉલ્લુ બનાવ્યા- જુઓ Viral Video
| Updated on: Mar 31, 2026 | 4:15 PM

અમદાવાદની નામી ગણાતી રાજસ્થાન હોસ્પિટલ ફરી એકવાર વિવાદોના ઘેરામાં આવી છે. આ વખતે આરોપ સામાન્ય નથી પરંતુ માનવતાને શરમાવે તેવો છે. માથામાં ગંભીર ઈજા પામેલા એક દર્દીને જ્યારે તાત્કાલિક સારવારની જરૂર હતી ત્યારે હોસ્પિટલ તંત્ર માત્ર રૂપિયા ખંખેરવામાં વ્યસ્ત હતું.

હોસ્પિટલની લાલિયાવાડી અને છેતરપિંડી

દર્દીના પરિવારજનોનો આક્ષેપ છે કે હોસ્પિટલ પહોંચતાની સાથે જ તેમની પાસે પેમેન્ટ કરાવી લેવામાં આવ્યું. સ્ટાફે આશ્વાસન આપ્યું કે સારવાર શરૂ થઈ ગઈ છે પરંતુ સતત 3 કલાક સુધી ડોક્ટરો કે સ્ટાફ તરફથી કોઈ સંતોષકારક જવાબ મળ્યો નહીં. જ્યારે પણ પરિવાર કંઈ પૂછવા જતો ત્યારે તેમને ‘સારવાર ચાલી રહી છે’ તેમ કહીને બેસાડી દેવામાં આવતા હતા. અંતે પરિવારે ધીરજ ગુમાવી અને ICU માં જઈને તપાસ કરી તો દ્રશ્યો ચોંકાવનારા હતા.

ICU માં ખુલ્લી પડી પોલ

પરિવારે જોયું કે ગંભીર હાલતમાં હોવા છતાં દર્દીને કોઈ જ સારવાર આપવામાં આવી રહી નહોતી. દર્દી બેડ પર મરણતોલ હાલતમાં પડ્યો હતો. જ્યારે પરિવારે આ બેદરકારી જોઈ અને દર્દીને બીજી હોસ્પિટલ લઈ જવાની માંગ કરી ત્યારે પણ હોસ્પિટલ તંત્રએ તેમને રોકવાનો પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ છે. છેવટે 4 વાગ્યે બીજી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા જ્યાં માત્ર 20 જ મિનિટમાં સારવાર શરૂ કરી ડોક્ટરોએ જવાબ આપી દીધો હતો.

તંત્ર સામે જનતાના સણસણતા સવાલો

  • જો આ 3 કલાક દરમિયાન દર્દીને કંઈ થઈ ગયું હોત તો તેની જવાબદારી કોણ લેત?
  • Dr. રવિન્દ્ર લોઢા અને હોસ્પિટલનો સ્ટાફ કેમ દર્દીના જીવ સાથે મજાક કરી રહ્યો હતો?
  • શું રાજસ્થાન હોસ્પિટલમાં માત્ર પૈસા બનાવવા માટે જ દર્દીઓને એડમિટ કરવામાં આવે છે?
  • આ હોસ્પિટલ વારંવાર વિવાદમાં આવ્યા છતાંય આરોગ્ય તંત્ર અને સરકાર આવી હોસ્પિટલોનું લાયસન્સ રદ કેમ નથી કરતી?

પરિવારની માંગ છે કે સોશિયલ મીડિયાના માધ્યમથી આ ઘટના લોકો સુધી પહોંચે જેથી અન્ય કોઈનો જીવ જોખમાય નહીં. આ મામલે પોલીસ તંત્ર ઝડપથી કાર્યવાહી કરી ન્યાય અપાવે તેવી ઉગ્ર માંગ ઉઠી છે.

Disclaimer આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો છે. જેની પુષ્ટી TV9 ગુજરાતી કરતુ નથી.

શું તમારી ઈજા રૂઝાતા વાર લાગે છે? શરીરમાં આ એક તત્વની ઉણપ હોઈ શકે છે, જાણો કેવી રીતે

Follow Us